ETV Bharat / city

કોમર્શિયલ પ્લોટ્સમાં ગરબા આયોજનમાં છૂટ આપવાની માંગ, હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ

author img

By

Published : Oct 6, 2021, 8:15 PM IST

garba organize in commercial plots
કોમર્શિયલ પ્લોટ્સમાં ગરબા આયોજનમાં છૂટ આપવાની માંગ

નવરાત્રી (Navratri 2021) આવતી કાલે એટલે કે 7 ઑક્ટોબરના દિવસે શરૂ થવા જઈ રહી છે, ત્યારે અગાઉ સરકાર દ્વારા કોરોનાને પગલે પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સમાં ગરબાનું આયોજન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ અંગે આજે ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં સરકારે લગાવેલા પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે. જેની 8 ઑક્ટોબરના રોજ હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

  • પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સના ગરબાના આયોજનમાં છૂટ આપવાની માગ
  • શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટસને છૂટ તો પાર્ટી પ્લોટમાં છૂટ કેમ નહિ, તેવો અરજીમાં ઉલ્લેખ
  • 8 મહાનગરમાં કોમર્શિયલ ગરબાના આયોજન પર સરકારે લગાવેલા પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકાયો

અમદાવાદ : નવરાત્રીને પગલે પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સના ગરબા(Navratri 2021) આયોજનમાં છૂટ આપવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં પિટિશન કરવામાં આવી છે. શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટસને છૂટ આપવામાં આવી છે તો પાર્ટી પ્લોટમાં છૂટ કેમ નહિ તેવો મુદ્દો અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, અમે સરકાર લગાવે એ અંકુશનું પાલન કરવા તૈયાર છીએ, પરંતુ ગરબાના આયોજનને છૂટ આપવામાં આવે. આ મુદ્દે વધુ સુનાવણી 8 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

પ્રતિબંધોને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા

શેરીમાં ગરબા રમવા છૂટ પણ 8 મહાનગરમાં કોમર્શિયલ ગરબાના આયોજન પર સરકારે લગાવેલા પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર આકાશ પટવા અને અન્યોની હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે પાર્ટીપ્લોટ, ક્લબમાં પણ અમુક પ્રતિબંધો સાથે મંજૂરી આપવામાં આપવામાં આવે, સોસાયટી અને શેરીમાં 400 લોકોને છૂટ અપાઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કોર્ટે નોંધ્યું કે, છૂટછાટોનો નાગરિકો કઈ રીતે ઉપયોગ કરે છે એ સર્વવિદિત

અરજીમાં કોરોના વેક્સિનના ડબલ ડોઝ લેનારને જ પાર્ટી પ્લોટમાં પ્રવેશ આપવાની સંચાલકોએ તૈયારી દર્શાવી છે. અરજી થવાની સામે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા કહ્યું છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું છે કે, છૂટછાટોનો નાગરિકો કઈ રીતે ઉપયોગ કરે છે એ સર્વવિદિત છે. આપણે હાલ કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે, ત્યારે શું સરકાર છૂટછાટ આપવા માંગે છે કે કેમ ? તે અંગે સરકાર ખુલાસો કરે.

સરકારે દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા નિયમો

ગૃહ વિભાગના નોટિફિકેશન પ્રમાણે રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે, ત્યારે શેરી ગરબા દરમિયાન જે તે શેરીમાંથી અથવા તો સોસાયટીમાંથી કોરોના પોઝિટિવનો કેસ સામે આવશે તો જે તે સોસાયટીના શેરી ગરબા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. આ ઉપરાંત, સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાં પણ ફેરવી દેવામાં આવશે.

રાત્રીના 12 વાગ્યા સુધી રમી શકાશે ગરબા

ગુજરાત રાજ્યમાં નવરાત્રી (Naratri2021) 7 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહી છે, ત્યારે રાત્રીના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે. હાઈકોર્ટનો પણ હુકમ છે કે, રાત્રીના 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેના જવાબમાં સંઘવીએ જણાવ્યું હતું કે, લોકોને તકલીફ ન પડે તે રીતે પોલીસ ફક્ત કાયદા અને નિયમોનું સંચાલન કરશે.

વેક્સિન લીધી હશે તેવા જ લોકો રમી શકશે ગરબા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કોરોના રસીકરણની (Corona vaccination) કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે, ત્યારે નવરાત્રી (Naratri2021) દરમિયાન ગરબા રમવા માટે વેક્સિન લીધી હશે તેવા લોકો જ ગરબા રમી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર કોરોના રસીકરણની કામગીરી ઝડપથી કરી રહી છે ત્યારે નવરાત્રીમાં યુવાનો વધુમાં વધુ વેક્સિન લે તે બાબતનું પણ આ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.