ઈ-સિગારેટ અને હુક્કાની સામગ્રી વેચનારા પર દરોડા, આખા નેટવર્કનો પર્દાફાશ

author img

By

Published : Aug 30, 2022, 8:26 PM IST

ઈ-સિગારેટ અને હુક્કાની સામગ્રી વેચનારા પર દરોડા, આખા નેટવર્કનો પર્દાફાશ

શહેરમાં હુક્કાબાર પર પોલીસનું નિયંત્રણ વધતા હવે યુવાનોમાં નિકોટીનવાળી ઈ સિગારેટનો ક્રેઝ વધ્ય છે. PCBએ ઇ સિગરેટનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં PCB દ્વારા એક દુકાનમાં રેઈડ (દરોડા) કરી ઇ સિગારેટ અને હુક્કાને લગતી સામગ્રી જપ્ત કરી છે. કેવી રીતે ચાલતું હતું ઇ સિગારેટનું મીની હુક્કાબારનું બજાર. જોઈએ આ અહેવાલમાં. Electronic Cigarettes in Gujarat PCB raid at E cigarettes and hookah shop Satellite E cigarettes and hookah shop Satellite Ahmedabad

અમદાવાદઃ સામાન્ય રીતે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા, પરંતુ પ્રતિબંધ (Electronic Cigarettes Banned in India) હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થઇ છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ સિગારેટ બજારમાં મળી રહે છે. યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીનવાળી ઇ સિગારેટના વ્યસની બની ગયા છે. જેને લઈ PCB એક બાતમી મળતા સેટેલાઇટની (Electronic Cigarettes Banned in India) સ્મોકર્સ રિટેલ્સ નામની દુકાનમાં રેડ (PCB raid at E cigarettes and hookah shop Satellite) કરી હતી.

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં PCB દ્વારા એક દુકાનમાં રેડ કરી ઇ સિગારેટ અને હુક્કાને લગતી સામગ્રી જપ્ત કરી છે.

ખરીદીનું નેટવર્કની તપાસઃ વિવિધ કંપનીના જુદી જુદી ફ્લેવરના ઇ સિગારેટ, લિકવિડ નિકોટીન રિફિલ તથા તેને લગતી ડીવાઇસ, ઇલેક્ટ્રિક રિફિલો મળી આવી હતી. આ તમામ ચીજવસ્તુઓ પ્રતિબંધત હોવાનું સામે આવતા પોલીસે સન્ની કાકવાણી નામના શખ્સની ધરપકડ કરી હતી. PSB દ્વારા ઇ સિગારેટ વેચાણ અને ખરીદીનું નેટવર્કની (E cigarette sales and purchase network) તપાસ કરતા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સહિત મુંબઈનું કનેક્શન સામે આવ્યું છે.

આ પણ વાંચો PCBએ ઇ સિગારેટ વેચતી દુકાનમાં દરોડા પાડતા સનસનાટી

ઇ સિગારેટનો જથ્થો PCB દ્વારા પકડાયેલા આરોપી સન્ની કાકવાણીની પૂછપરછમાં મુંબઈના અલી, મમલી અને ઐબાની પાસેથી નશાની ઇ સિગારેટ આણંદનો ઇ મિસ્ટ કંપનીનો હાર્દિક ત્રિવેદી કુરિયર દ્વારા મગાવતો હતો. આરોપી સન્ની અમદાવાદના જુદા જુદા પાન પાર્લર જેવા કે વીજળીઘર પાસે આવેલું આશીકી પાન પાર્લર સહિત વેરાવળ અને ગાંધીનગરમાં આ જથ્થો મોકલતો હતો.

પ્રતિબંધિત હોવા છતાં નશાનો ધંધો જેમાં મહત્વનું છે કે ઇ સિગારેટની ફ્લેવરમાં લિકવિડ નિકોટીન રહેલું છે. તમામ ચાર્જિંગવાળા ઇલેક્ટ્રોનિક સિગારેટ હુક્કાની જેમ ઉપયોગ થતો હોય છે. આ તમામ વસ્તુઓ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધન બરબાદ (Hookah addiction among youth ) કરી રહ્યા છે.

આ પણ વાંચો નવસારીના હાઇવે નં.48 પરના પાન પાર્લરમાંથી ઇ-સિગારેટ સાથે એકની ધરપકડ

નશાના નેટવર્કમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ શહેરમાં પ્રથમ વખત ઇ સિગારેટનો ધંધો કરનારા 10 લોકો સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ (The Prohibition of Electronic Cigarettes Act 2019) 7,8 મુજબ ગુનો નોંધી એક આરોપી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી પાસેથી 2.51 લાખનો ઇ સિગારેટ અને હુક્કાબારનો મુદ્દામાલ જપ્ત કરી FSLમાં મોકલવામાં આવ્યો છે. આ નશાના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ લઈ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.