ETV Bharat / city

CM રૂપાણીએ ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી કરી પ્રાર્થના, કચ્છી સમાજને આપી નવા વર્ષની શુભકામના

author img

By

Published : Jul 12, 2021, 9:58 AM IST

Jay  Jagannath
CM વિજય રૂપાણીને કરી પહિંદ વિધિ, ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના

પાહિંદ વિધિ બાદ મુખ્યપ્રધા(Chief Minister Vijay Rupani)ને પત્રકાર સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય કોરોના મુક્ત બને તેવી ભગવાનને પ્રાથના કરવામાં આવી છે અને સાથે મુખ્યપ્રધાન કચ્છી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી પહિંદ વિધિ
  • ગુજરાત કોરોના મુક્ત બને તેવી કરી પ્રાર્થના
  • અષાઢી બીજ પર કચ્છી લોકોને નવા વર્ષની શુભેચ્છા આપી


અમદાવાદ : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani) આજે સવારે 7:00 રથયાત્રાની મહત્વની ગણાતી એવી પાહિંદ વિધિ કરી હતી સાથે જ તેઓએ ભગવાન જગન્નાથજી પાસેથી ગુજરાત રાજ્ય જલ્દીથી જલ્દી કોરોના મુક્ત રાજ્ય બને તેવી પણ પ્રાર્થના કરી હતી.

સીએમ વિજય રૂપાણીએ 5મી વખત કર્યું પહિંદ વિધિ પૂજન

રથયાત્રામાં રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પાહિંન્દ વિધી કરવામાં આવે છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ સતત પાંચમી વખત રથયાત્રામાં પાહિંદવિધિ કરવામાં આવી હતી.આ સાથે જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર હતા. રથયાત્રાની પાહિંદ વિધિ દરમિયાન પણ રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં સહભાગી થયા હતા. અષાઢીબીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથયાત્રાના મંદિરની પ્રસ્થાન માર્ગને સોનાની સાવરણીથી સાફ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ સંપન્ન કરી હતી.

ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પાહિંદવિધિ બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય જલદીમાં જલદી કોરોના મુક્ત રાજ્ય બને તે બાબતે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવામાં આવી છે આમ દેશ અને રાજ્યમાં કોરોના મુક્ત દેશ અને રાજ્ય બને તેવી પણ પ્રાર્થના ભગવાન જગન્નાથજી પાસે કરવામાં આવી છે.

CM વિજય રૂપાણીને કરી પહિંદ વિધિ, ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના

આ પણ વાંચો : jagannath rath yatra 2021 : ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી

કોવિડ પ્રોટોકોલથી રથયાત્રાનું આયોજન

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણનીને ધ્યાનમાં રાખીને આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવી કોરોના મુક્ત રાજ્ય અને દેશ બને તેવી પ્રાર્થના કરવામાં આવી છે.સમગ્ર રાજ્યમાં સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે કોરોનાને કારણે યાત્રામાં ખૂૂબ જૂજ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવિક ભક્તોને ટીવી ચેનલના માધ્યમથી ઘરે બેઠા દર્શન કરવાની અપીલ પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી.

આ પણ વાંચો : Jagannath Rathyatra પહેલા ખલાસીઓના કરાયા RT-PCR ટેસ્ટ, 1 વાગ્યા સુધી રથયાત્રા નીજ મંદિર પરત લાવવાના નિર્ણયથી ખલાસીઓ નારાજ

કચ્છી લોકોને નવા વર્ષની શુભેચ્છા

અષાઢી બીજ એટલે કચ્છી લોકોનુ નવુ વર્ષ, નવા વર્ષની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કચ્છી સમાજના લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી જ્યારે રાજ્ય સરકારે કચ્છ વિસ્તારમાં પાણી માટે કરેલ આયોજન બાબતે પણ ટૂંક સમયમાં કાર્યરત થશે તેવું પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.