ETV Bharat / city

19 વર્ષીય 'બ્રેઈનડેડ' યુવાને ચાર વ્યક્તિઓને આપ્યું નવજીવન

author img

By

Published : Sep 20, 2020, 12:54 PM IST

અંગોનું દાન
અંગોનું દાન

અમદાવાદના 19 વર્ષીય કેવલ ભાઇલાલભાઇ પટેલ તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન હતો અને સિટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. દિકરાને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ માતાપિતાએ તેમના દિકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મૃતક યુવક પાસેથી બે કિડની, એક લિવર, સ્વાદુપિંડ અને હૃદયનું એમ ચાર અંગોનું દાન મેળવવામાં આવ્યું હતું.

અમદાવાદ: શહેરના 19 વર્ષીય કેવલ ભાઇલાલભાઇ પટેલ તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન હતો અને સિટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. દિકરાને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ માતાપિતાએ તેમના દિકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

"અમે માતાપિતા સાથે કાઉન્સેલિંગ કર્યું અને તેમને જણાવ્યું કે, ગ્લાસગ્વો પરીક્ષણમાં નક્કી કરાયેલી શરતો મુજબ તે મગજથી મૃત હોવાથી તેના જીવંત થવાની કોઇ સંભાવના નથી.", તેમ આઇકેડીઆરસી-આઇટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું હતું.

પટેલ યુવાન બુધવારે સવારે ધાંગ્રધા જઇ રહ્યો હતો. ત્યારે એક ટ્રક તેની બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. કેવલે ગાંધીનગર ખાતે આવેલી એક કોલેજમાં બેચલર ઓફ સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ લોકડાઉન લાગુ કરાયા બાદ તે સુરેન્દ્રનગર જિલ્લાના સરવાલ ગામે પોતાના માતાપિતા પાસે રહેવા ગયો હતો. ડો. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે,"તેના સગા-સંબંધીઓ અને માતાપિતા અંગ દાનના મહત્વને સમજતા હતા અને તેઓ ચોક્કસ છે કે, તેમના પુત્રના અંગોના દાન થકી તે ચાર જુદી-જુદી વ્યક્તિઓમાં જીવંત રહેશે.".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.