ETV Bharat / city

ભાજપ અને કોંગ્રેસનું શિક્ષણને લઈને શાબ્દિક યુદ્ધ વચ્ચે શિક્ષણવિદોનો અભિપ્રાય

author img

By

Published : Aug 1, 2021, 11:00 PM IST

ભાજપ અને કોંગ્રેસનું શિક્ષણને લઈને શાબ્દિક યુદ્ધ વચ્ચે શિક્ષણવિદોનો અભિપ્રાય
ભાજપ અને કોંગ્રેસનું શિક્ષણને લઈને શાબ્દિક યુદ્ધ વચ્ચે શિક્ષણવિદોનો અભિપ્રાય

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે શિક્ષણનું સ્તર સુધાર્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શિક્ષણને લઇ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આવો જાણીએ શિક્ષણવિદો શુ કહી રહ્યા છે.

  • શિક્ષણને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ
  • સરકાર અને વિપક્ષ કરી રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપ
  • શિક્ષણ વિભાગ દ્વારા કરાયો સર્વે શિક્ષણનું સ્તર કથળ્યુ

અમદાવાદ: રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે શિક્ષણનું સ્તર સુધાર્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શિક્ષણને લઇ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આવો જાણીએ શિક્ષણવિદો શુ કહી રહ્યા છે.

ભાજપ સરકાર દ્વારા શિક્ષણને લઈને દાવા

ભાજપ સરકાર શિક્ષણને લઈને દાવા કરી રહી છે કે, અમે શિક્ષણનું સ્તર ઊંચું લાવ્યા છે અને અમે શિક્ષકોની ભરતી પણ કરી છે આ ઉપરાંત શિક્ષણમાં દરેક જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ કહી રહી છે કે, સરકારે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું નથી. સરકાર માત્ર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે. ભાજપ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. ભાજપ સરકાર વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબ આપવાના બહાને કૌભાંડ કરી રહી છે.

દરેક પક્ષો શિક્ષણને લઈને શેકી રહ્યા છે પોતાના રાજકીય રોટલા

આ સમગ્ર મામલે શિક્ષણવિદ હેમંત શાહે જણાવ્યું કે, સરકાર ધીમે ધીમે શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે. સરકાર પાસે શિક્ષણને લઈને કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉચિત નથી. ગામડાની સ્કૂલોમાં શિક્ષકોની ભારે અછત છે. ગામડામાં યોગ્ય ગુણવત્તાવાળી સ્કૂલો પણ નથી. ગામડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ લેવા માટે મહાનગરોમાં આવું પડે છે. ત્યારે ખેરખર સરકારે શિક્ષ અંગે થોડું વિચારવું જોઈએ અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરવા જોઈએ. ભાજપ સરકારમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે.

ભાજપ અને કોંગ્રેસનું શિક્ષણને લઈને શાબ્દિક યુદ્ધ વચ્ચે શિક્ષણવિદોનો અભિપ્રાય

સરકારના 5 વર્ષના કરેલા કાર્યોમાં શિક્ષણનું સ્તર ઊંચું

આ મામલે અન્ય શિક્ષણવિદ સંજય રાવલનું કહેવું છે કે, સરકારના 5 વર્ષના કરેલા કાર્યોમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે કોંગ્રેસ તો માત્ર વિપક્ષ તરીકે આક્ષેપો કરી રહી છે, પરંતુ ભાજપ સરકાર દ્વારા શિક્ષણને લઈને કરેલા નિર્ણય ખરેખર વિદ્યાર્થીઓના હિતમાં હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા અનેક સવલતો પણ ઉભી કરવામાં આવી છે. કોંગ્રેસના રાજમાં માત્ર 8 થી 9 જ યુનિવર્સિટી હતી અને હાલમાં ગુજરાતમાં 77 યુનિવર્સિટીઓ ઉપલબ્ધ છે. જેથી કરીને વિદ્યાર્થીઓને તેનો ફાયદો થાય.

ભાજપ અને કોંગ્રેસનું શિક્ષણને લઈને શાબ્દિક યુદ્ધ વચ્ચે શિક્ષણવિદોનો અભિપ્રાય

આ પણ વાંચો: આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં શિક્ષણનું સ્તર કથળ્યુ

આ સમગ્ર મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે દરેક પક્ષ તેમજ સરકાર પોત-પોતાના વખાણ કરી રહી છે પરંતુ હકીકત તો એ જ છે કે, રાજ્યમાં શિક્ષણનું વ્યાપારીકરણ સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. એવું સામે આવ્યું હતું. ત્યારે હાલમાં શિક્ષણને લઈને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં પણ સરકાર વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.