ETV Bharat / city

અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે મુદત માંગે છે- હાઇકોર્ટ

author img

By

Published : Sep 2, 2021, 8:37 PM IST

અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે મુદત માંગે છે- હાઇકોર્ટ
અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે મુદત માંગે છે- હાઇકોર્ટ

ભરૂચમાં બે વ્યક્તિનો 9 રેમડેસીવીર ઇન્જેક્શન ગેરકાયદે લે વેચ કરતા તેમના પર પાસા લાગવાની શંકાએ હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે આજે સુનાવણી થઈ હતી. સુનાવણીમાં અધિકારીઓ દ્વારા એક્સ્પ્લેનેશન ન આવ્યું હોવાથી સરકારી વકીલ મુદ્દત માંગતા કોર્ટે ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, અધિકારીઓ પાસે જવાબ ન હોવાથી તેઓ મુદત માંગે છે.

  • રેમડેસીવીર ગેરકાયદે લે વેચ સામે હાઇકોર્ટમાં સુનાવણી
  • કેસમાં પાસા લાગવાની શંકાએ થઈ અરજી
  • રેમડેસીવીર સામે પાસા કઈ રીતે લાગે કોર્ટે કર્યો સવાલ

અમદાવાદ- ભરૂચમાં બે વ્યક્તિઓ ગેરકાયદે રેમડેસીવીરના 9 ઇન્જેક્શનોના લે વેચ સાથે ઝડપાયા હતા. તપાસમાં તેમણે ડોક્ટર સિદ્ધાર્થ મહેડા પાસેથી ઇન્જેક્શન મેળવતા હોવાની વાત કહી અને બદલામાં તેમને કમિશનના રૂપિયા 3 હજાર મળતા હોવાના આરોપો મુક્યાં હતા. કેસમાં તેમને પાસા લાગશે તેવી શંકા હોવાથી કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો-Gujarat High Court: 1 રેમડેસીવીર ઇન્જેક્શન રાખવા બદલ પાસાનો ગુનો નોંધતી પોલીસની ઝાટકણી

કોર્ટે આજે 2:30 વાગે જવાબ રજૂ કરવા કહ્યું હતું

આજે આ સુનાવણીમાં અધિકારીઓનો પક્ષ મુકતા સરકારી વકીલે એવી રાજૂઆત કરી હતી કે, અધિકારીઓએ હજુ 4 એકપ્લેનેશન આપ્યા નથી તેથી તેમને મુદત આપવમાં આવે, આ સામે કોર્ટે આજે 2:30 વાગે જવાબ રજૂ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો- હાઇકોર્ટના અલ્ટીમેટમ બાદ ભાજપના ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું

સરકારી અધિકારીએ મુદત માંગતા કોર્ટે શું તારણ કાઢ્યું?

સરકારી વકીલે અધિકારીઓએ હજુ એક્સપ્લેનેશન આપ્યું ન હોવાથી મુદતની માંગણી કરતા કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, મદદ માગવાનો કોઈ મતલબ નથી અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે કોર્ટમાં મુદત માંગે છે. આ ભૂલ સિસ્ટમને ખોરવી રહી છેની કામગીરી વિશ્વસનીયતા પર ટકી છે. અધિકારીઓને એ ખ્યાલ હોવો જોઈએ. અધિકારીએ 2:30 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવો પડશે. 2:30 વાગે સુનાવણીમાં અધિકારીએ કેસમાં પાસા નહીં લગાવવામાં આવે તેવી રાજૂઆત કરતા કોર્ટે અરજી ડિસમિસ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.