ETV Bharat / city

4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજાની બેટિંગ રહેશે બરકરાર, કુલ 89 ટકા વરસાદ નોંધાયો

author img

By

Published : Aug 21, 2020, 2:53 PM IST

4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજાની બેટિંગ રહેશે બરકરાર, કુલ 89% વરસાદ નોંધાયો
4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજાની બેટિંગ રહેશે બરકરાર, કુલ 89% વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લાં કેટલાય દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થતાં ગુજરાત તરફ આગળ વધતાં 21થી 24 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારે સુધી સિઝનનો 89 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં 21થી 24 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ સિસ્ટમ છત્તીસગઢ અને મધ્યપ્રદેશના માર્ગે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવશે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ પણ થઈ શકે છે. 22 અને 23 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, મેઘરાજાની બેટિંગ રહેશે બરકરાર, કુલ 89% વરસાદ નોંધાયો
4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની આશંકા છે. બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે 25 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. બીજી તરફ ભારે વરસાદની સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરી છે.

4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી


તો મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છમાં 2થી 6 ઇંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. 25 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. 23 ઓગસ્ટ બાદ લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાશે. ત્યારે અત્યાર સુધી રાજ્યમાં 89 ટકા વરસાદ વરસ્યો છે. તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.