ETV Bharat / city

Naresh Patel Decision For Politics : નરેશ પટેલનો રાજકારણમાં નહી જોડાવાનો નિર્ણય ‘કહી ખુશી કહી ગમ’

નરેશ પટેલ (Khodaldham chairman Naresh Patel) હાલ પુરતા રાજકારણમાં જોડાવાના (Naresh Patel Decision For Politics) નથી. રાજકીય પદાર્પણ મુદ્દે હાલપૂરતું તેમણે પૂર્ણવિરામ મુકી દીધું છે. શા માટે નરેશ પટેલે રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો નથી. એવું તો શું થયું કે તેમનો મોહભંગ થયો? પાટીદાર સમાજનો સર્વે (Survey of Patidar Samaj ) શું કહે છે? અને પ્રશાંત કિશોરનો સર્વે શું આવ્યો? આ તમામ વિગતો માટે ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ...

Naresh Patel Decision For Politics : નરેશ પટેલનો રાજકારણમાં નહી જોડાવાનો નિર્ણય ‘કહી ખુશી કહી ગમ’
Naresh Patel Decision For Politics : નરેશ પટેલનો રાજકારણમાં નહી જોડાવાનો નિર્ણય ‘કહી ખુશી કહી ગમ’
author img

By

Published : Jun 16, 2022, 6:34 PM IST

અમદાવાદ- ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો રાજનીતિમાં જોડાવાનો અસ્વીકારનો રાજકીય અર્થ જાણવો જરુરી છે.તેમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય હાલ મોકૂફ (Naresh Patel Decision For Politics)રાખ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મારા પુત્રને પણ કહીશ કે તે રાજકારણમાં ન જોડાય. પણ એક વાત છે કે તેઓ ખોડલધામમાં પોલિટીકલ એકડેમી શરૂ કરશે. સમાજના લોકો ત્યાં આવીને રાજકારણની ટ્રેનિંગ લેશે. નરેશ પટેલને આવકારવા માટે તમામ પક્ષો આતુર છે. દેશ સેવા કરવા માટે રાજકારણમાં આવવું જ જોઈએ, તેવી સલાહ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આપી હતી.

ઘરડાં ગાડાં વાળે -નરેશ પટેલે સમાજના વડીલોનું માન રાખીને રાજકારણમાં નહીં જોડાવાનો નિર્ણય (Naresh Patel Decision For Politics)લીધો છે. નરેશ પટેલે માહિતી આપી હતી કે 80 ટકા યુવાનો કહી રહ્યા છે કે રાજકારણમાં જવું જોઈએ. 50 ટકા મહિલાઓએ સર્વેમાં કહ્યું રાજકારણમાં જોડાવું જોઈએ, અને વડીલોએ રાજકારણમાં જવાની ના પાડી છે. ઘરડાં ગાડાં વાળે તે ન્યાયે વડીલોનું સમ્માન જાળવીને નરેશ પટેલે હાલ તો પૂર્ણવિરામ મુકી દીધું છે.નરેશ પટેલનો રાજનીતિમાં જોડાવાનો અસ્વીકારનો રાજકીય અર્થ ઘણો બધો છે.

કોણ છે નરેશ પટેલ? -નરેશ પટેલ લેઉઆ પાટીદાર સમાજના કદાવર નેતા ((Khodaldham chairman Naresh Patel)) છે. તેઓ છ ભાઈબહેનોમાં સૌથી નાના છે. તેમનો જન્મ 11 જુલાઈ, 1965ના રોજ થયો હતો. રાજકોટમાં પટેલ બ્રાસ વર્કસના એમડી છે નરેશ પટેલ. તેમની કંપની વિશ્વના 20 દેશોનું કામ કરે છે. તેમના પિતા રવજીભાઈ પટેલ મૂળ કોંગ્રેસી હતાં. એટલે નરેશ પટેલનો ઝૂકાવ કોંગ્રેસ તરફી રહે તે સ્વભાવિક છે.

કોંગ્રેસ શા માટે પસંદ ન કર્યું? -નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવું જોડાવું કરતા હતાં. પણ પ્રશાંત કિશોર(PK) કોંગ્રેસમાં જોડાયા નહી. નરેશભાઈએ પ્રશાંત કિશોરને પણ પુછયું હતું કે મારે રાજકારણમાં જોડાવું જોઈએ કે નહી, અને તે પણ કોંગ્રેસમાં જોડાવું જોઈએ કે નહી? તે દરમિયાન પીકે કોંગ્રેસમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે બેઠકોનો દોર હતો, પણ પીકેની શરતો કોંગ્રેસે માન્ય ન રાખી જેથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં (Naresh Patel Decision For Politics)આવ્યા નહી. હવે જ્યારે પીકે જ કોંગ્રેસમાં ન આવે તો પછી નરેશ પટેલને શા માટે સલાહ આપે કે તેમણે કોંગ્રેસમાં જોડાવું જોઈએ. કોંગ્રેસમાં હાલ નેતૃત્વનો મોટો પ્રશ્ન છે અને કોંગ્રેસનો જાદુ જતો રહ્યો છે. પ્રજા અને નેતાઓ કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે.

નરેશભાઈને આમંત્રણ આપનાર હાર્દિક ભાજપમાં જોડાઈ ગયા -નરેશ પટેલને કોંગ્રેસમાં આવવાનું આમંત્રણ આપનાર હાર્દિક પટેલે જ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ પદે રહ્યા પછી રાજીનામું આપ્યા પછી કોંગ્રેસની નેતાગીરી સામે મીડિયા સમક્ષ ભારે બળાપો વ્યકત કર્યો હતો. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાનું લેખિતમાં આમંત્રણ આપનાર હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. હવે નરેશ પટેલ શા માટે કોંગ્રેસ જોડાય. જ્યારે છેલ્લે હાર્દિક અને નરેશ પટેલ સાથે બેઠક થઈ ત્યારે હાર્દિકે નરેશભાઈને કોંગ્રેસની તમામ વાતથી વાકેફ કર્યા હતાં.

નરેશ પટેલ ભાજપમાં કેમ ન જોડાયા? -નરેશ પટેલ ભાજપમાં નથી જોડાયા. પણ સૌરાષ્ટ્રનો લેઉઆ પાટીદાર સમાજ ભાજપ તરફી છે અને હિન્દુત્વવાદી વિચારસરણીને કારણે ભાજપને અપનાવ્યો છે. નરેશ પટેલ ભાજપમાં કેમ ન જોડાયા તે પ્રશ્ન છે, ભાજપ સાથે ગયા વગર જ તેમનો સપોર્ટ ભાજપને હોય તે સ્વાભાવિક છે. કારણ કે પાટીદાર સમાજનું માન રાખનાર નરેશ પટેલ ભાજપ પ્રત્યે સોફટ કોર્નર રાખવું તેમના માટે યોગ્ય છે. પણ જો ખોડલધામ નરેશ ભાજપમાં આવ્યા હોત તો તેમનો માન મોભો અને મરતબો વધુ વધ્યો હોત. તેમને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પણ મળત અને તેઓ જીતીને વિધાનસભામાં પણ જાત. તેઓ કેબિનેટ પ્રધાન પણ બન્યાં હોત. પણ કોણ જાણે ભાજપમાં ન જોડાયા(Naresh Patel Decision For Politics) તે પ્રશ્ન તમામ રાજકીય સમીક્ષકો માટે ચિંતનનો વિષય છે.

કોંગ્રેસમાં ન ગયા તેની ભાજપને ખુશી છે -ભાજપને નરેશ પટેલની આવશ્યકતા છે. સૌરાષ્ટ્રમાં જે બેઠકો પર ભાજપ નબળું છે, ત્યાં નરેશ પટેલનો ઉપયોગ કરીને આ બેઠક કબજે કરી શકાય. નરેશ પટેલનો સાથ સૌરાષ્ટ્રના લેઉઆ પાટીદારોનો સાથ તેવું થઈ શકે તેમ છે. પરંતુ નરેશ પટેલે ભાજપને જાકારો આપ્યો છે, તેની પાછળ કોઈ ગહન કારણ હોઈ શકે છે. જો કે નરેશ પટેલ આ અંગે કશું બોલ્યાં નથી. પણ જો કે ભાજપને આનાથી કોઈ જ ફરક પડવાનો નથી. કોંગ્રેસમાં ન ગયા તેની ભાજપમાં ખુશી છે અને તે તેમની જીત છે.

પાટીદાર સીએમ બન્યા પછી... - કડવા પાટીદાર અને લેઉઆ પાટીદાર આ બન્ને ભાજપના જ ગણાય છે. 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને 80 ટકા વોટ મળ્યા હતાં, જ્યારે 2017માં ચૂંટણી થઈ ત્યારે પાટીદારોના 55 ટકા મત મળ્યાં હતાં. 2017ની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાઈ હતી. ત્યારે સીએમ પાટીદાર હોવા જોઈએ તેવી માંગ અને પાટીદાર અમાનત આંદોલનને કારણે પાટીદાર વર્ગ ભાજપથી વિમુખ થયો હતો. પરંતુ હવે જ્યારે 2022ની ચૂંટણી આવી રહી છે, ત્યારે વિજય રૂપાણી સરકારને હટાવીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવી દીધા છે. જેથી પાટીદારો ખુશ થઈ ગયા છે. 2022માં પાટીદારો ફરીથી ભાજપને વધુ મત આપશે, તેવી રણનીતિ ભાજપ બનાવી રહ્યું છે.

નરેશ પટેલ કોંગ્રેસમાં ન જોડાયા તો શું? -નરેશ પટેલ કોંગ્રેસમાં ન જોડાયા તેની પાછળ અનેક કારણો હશે. પણ કોંગ્રેસ નરેશ પટેલને લઈને સ્વપ્ના જોતી હતી કે નરેશ પટેલ આવી જશે તો સૌરાષ્ટ્રના પાટીદાર મત આપણાં. પણ તેમનું સ્વપ્ન સ્વપ્ન જ રહી ગયું છે. 2022ની ચૂંટણી નરેશ પટેલના સહારે જીતીશું, એવો આશાવાદ હતો, પણ તેના પર પાણી ફરી વળ્યું છે. કોંગ્રેસને મોટું નુકસાન થશે, તે વાત ચોક્કસ છે.

ગુજરાતમાં પાટીદાર પોલિટીક્સ -ગુજરાતમાં પાટીદારોનો વોટ શેર 12થી 14 ટકા (Patidar vote share is 12 to 14 percent ) છે. પાટીદારોએ ખેતી કરવાની સાથેસાથે ભારત અને વિશ્વમાં રાજકારણથી માંડીને ફિલ્મો તેમજ રમતો, નાસા, ઈસરો જેવા અનેક ક્ષેત્રોમાં નામના મેળવી છે. પાટીદાર જ્ઞાતિ એ સૌથી સમૃદ્ધ છે. પાટીદારોમાં શિક્ષણનું સ્તર પણ વધુ છે અને આંઘળું સાહસ કરનારા પટેલો આજે અમેરિકામાં જંગી મોલ અને મોટેલ ધરાવે છે. પાટીદાર પાવર (Patidar Chief Ministers of Gujarat) તમામ ક્ષેત્રમાં છે અને તેમની વધુ વસ્તીને કારણે પાટીદાર પાવર વગર ભાજપને ચાલે તેમ નથી.

રાજકારણમાં ઉચ્ચ પદ પર પાટીદારો - ગુજરાતના મુખ્યપ્રધાન પદે આનંદીબહેન પટેલ રહી ચુક્યા છે. તેમની અગાઉ ચીમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન હતાં. વર્તમાનમાં મુખ્યપ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલ ((Patidar Chief Ministers of Gujarat)) બિરાજમાન છે. તે ઉપરાંત ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતાં. આ એ જ સરદારે ભારતના 360 રજવાડાને એક કરીને અંખડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબનું 182 મીટર સૌથી ઊંચું સ્ટેચ્યૂ બનાવીને કેવડિયા કોલોનીમાં મુક્યું છે, જે વિશ્વનું એક પર્યટન સ્થળ બન્યું છે.

2022માં વિધાનસભા ભાજપ સર કરશે - ગુજરાત વિધાનસભાની ડીસેમ્બર 2022માં ચૂંટણી આવી રહી છે. તે પહેલા દરેક પક્ષ પોતાની રણનીતિ બનાવી રહ્યો છે. ડીસેમ્બર આવતાં સુધીમાં રાજકારણમાં અનેક ફેરફારો આવશે. નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના (Naresh Patel Decision For Politics) નથી અને તેઓ બહાર રહીને જ સમાજ (Khodaldham chairman Naresh Patel) સેવા કરશે. હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે. એટલે કોંગ્રેસ માટે બહુ મોટો સેટબેક કહીશું, તેની સામે ભાજપ માટે વીન વીન સીચ્યૂએશનનું જ નિર્માણ થયું છે. અત્યાર હાલના સંજોગોમાં ભાજપના બન્ને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. ગુજરાતની ભાજપ સરકાર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચીને પાટીદારોની સહાનુભુતિ મેળવી જ લેશે અને 2022ની ચૂંટણી જીતી જશે, તે પણ નિશ્ચિત કરી લીધું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.