CIMA યુકે અને SBS અમદાવાદ વચ્ચે એમઓયુ, આ વિદ્યાર્થીઓ માટે વિશ્વકક્ષાની કારકિર્દી બનાવતા કોર્સ શરુ થશે

author img

By

Published : Aug 27, 2022, 5:40 PM IST

CIMA યુકે અને SBS અમદાવાદ વચ્ચે એમઓયુ, આ વિદ્યાર્થીઓ માટે વિશ્વકક્ષાની કારકિર્દી બનાવતા કોર્સ શરુ થશે
CIMA યુકે અને SBS અમદાવાદ વચ્ચે એમઓયુ, આ વિદ્યાર્થીઓ માટે વિશ્વકક્ષાની કારકિર્દી બનાવતા કોર્સ શરુ થશે ()

અમદાવાદની શિક્ષણ સંસ્થા શાંતિ બિઝનેસ સ્કૂલ અને યુકેની ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ વચ્ચે શૈક્ષણિક અપગ્રેડેશનને લઇને એક મહત્ત્વપૂર્ણ એમઓયુ સાઇન થયાં છે. આનાથી એસબીએસના વિદ્યાર્થીઓ PGDM પ્રોગ્રામ સાથે CIMA કોર્સ કરશે તો તુલનામાં ઓછા ખર્ચે CIMA કોર્સ પૂર્ણ કરવાનો લાભ મળશે. MoU between SBS Ahmedabad and CIMA UK, Build world class career , Value Added Industry Ready Management Education

અમદાવાદ અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા શાંતિ બિઝનેસ સ્કૂલ યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ વચ્ચે એક મહત્ત્વના એમઓયુ પર હસ્તાક્ષર થયાં છે. આ જોડાણથી બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાની કારકિર્દી બનાવવામાં મદદ મળશે.

વિશ્વની અગ્રણી સંસ્થા છે CIMA એસબીએસ દ્વારા આ એમઓયુ વિશે જણાવાયું હતું કે વેલ્યુ એડેડ ઈન્ડસ્ટ્રી રેડી મેનેજમેન્ટ શિક્ષણ પ્રદાન કરવાના સતત પ્રયાસના ભાગ રૂપે અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલે યુકે સ્થિત ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ (CIMA) સાથે જોડાણ કર્યું છે. 1919માં સ્થપાયેલી CIMA એ યુકે સ્થિત વૈશ્વિક વ્યાવસાયિક અને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સની વિશ્વની અગ્રણી અને સૌથી મોટી સંસ્થા છે.

આ પણ વાંચો શાંતિ બિઝનેસ સ્કૂલમાં દિક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો

વિશ્વકક્ષાની કારકિર્દી બનાવતા કોર્સ એમઓયુ સુવિધાને લઇને CIMA પ્રોગ્રામ હવે શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. શાંતિ બિઝનેસ સ્કૂલ અને CIMA વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે આ જોડાણથી શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. જો તેઓ PGDM પ્રોગ્રામ સાથે CIMA કોર્સ કરવાનું પસંદ કરશે તો તુલનામાં નોંધપાત્ર રીતે ઓછા ખર્ચે CIMA કોર્સ પૂર્ણ કરી શકશે.

આ પણ વાંચો CA બન્યા બાદ જોબ મેળવવા શું કરવું તેની તાલીમ અપાઈ, જોબ પ્લેસમેન્ટ થશે શરૂ

રોજગાર અને પેકેજમાં વધારો આ જોડાણથી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ કન્સલ્ટિંગ, બિઝનેસ એનાલિસિસ, ફાઇનાન્સિયલ કંટ્રોલર અને ફોરેન્સિક એકાઉન્ટિંગ વગેરેમાં કારકિર્દી બનાવવા માટે ફાયદો થશે. તે રોજગાર અને પેકેજમાં પણ વધારો કરશે. MoU between SBS Ahmedabad and CIMA UK, Build world class career , Value Added Industry Ready Management Education , PGDM , CIMA યુકે અને SBS અમદાવાદ વચ્ચે એમઓયુ, વિશ્વકક્ષાની કારકિર્દી બનાવતા કોર્સ , વેલ્યુ એડેડ ઈન્ડસ્ટ્રી રેડી મેનેજમેન્ટ શિક્ષણ , પીજીડીએમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.