ETV Bharat / city

રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

author img

By

Published : Aug 6, 2021, 10:33 AM IST

આજે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા (Gujkat Exam) લેવામાં આવશે જેમાં 1.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેના માટે 574 બિલ્ડીંગોમાં 5932 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પણ ધ્યાન રાખવામાં આવશે અને જે વિદ્યાર્થી પોઝિટિવ હશે તેને પરિક્ષા આપવા દેવામાં નહીં આવે.

exam
રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા, 1.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

  • આજે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે
  • એક લાખની ઉપર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • 574 બિલ્ડીંગોમાં લેવામાં આવશે પરીક્ષા

અમદાવાદ: રાજ્યમાં ધો.12 સાયન્સ પછીના ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષા (Gujkat Exam) લેવાશે. કોરોના બાદ ગુજરાત બોર્ડની આ બીજી મહત્વની પરીક્ષા છે. આ વર્ષે 1.17 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને રાજ્યના 574 બિલ્ડીંગોમાં 5932 બ્લોકમાં પરીક્ષા લેવાશે. સૌથી વધુ બી ગ્રૂપના 69153 વિદ્યાર્થીઓ છે. જેમાં રાજ્યના 34 જિલ્લા કેન્દ્રોમાં 574 બિલ્ડીંગોના 5932 બ્લોકમાં પરીક્ષા લેવાશે. કોરોનાની એસઓપી સાથે લેવાનારી પરીક્ષામાં દરેક વર્ગમાં 20 વિદ્યાર્થી જ બેસાડવામા આવશે. આ વર્ષે ગત વર્ષથી 10 હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓ નોંધાતા 1,17,316 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગુજરાતી માધ્યમના 80670, અંગ્રેજી માધ્યમના 35571 અને હિન્દી માધ્યમના 1075 વિદ્યાર્થીે છે. અમદાવાદ શહેરમાં 9753, ગ્રામ્યમાં 5491 વિદ્યાર્થી છે.

1 લાખની ઉપર વિદ્યાર્થી આપશે પરીક્ષા

આજે રાજ્યમાં યોજાશે ગુજકેટની પરીક્ષા માંકુલ 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા રાજ્યના 33 જિલ્લામાં 34 કેન્દ્ર પર યોજાશે જેમા A-ગ્રુપના 48 હજાર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને B- ગ્રુપ માં 68 હજાર 500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. AB- ગ્રુપમાં 468 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરાયા છે કોરોના કાળમાં પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવશે જેમાં 5,932 બ્લોકમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને કારણે વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.ગુજકેટની પરીક્ષામાં અદાંજીત 10 હજાર થી વધુ કર્મચારીઓ હાજર રહેશે.

આ પણ વાંચો : ધંધાના છેલ્લા દિવસની શરૂઆતમાં ડાઉન ખુલ્યું માર્કેટ

સુરતમાં સૌથી વધુ વિદ્યાર્થી

સૌથી વધુ સુરત જિલ્લામાં 15,037 વિદ્યાર્થી પરીક્ષા આપશે. કુલ 1,17,316 વિદ્યાર્થીઓમાં યુવકો 70,554, યુવતીઓ 46,762 છે. એ ગ્રૂપમાં 47766, બી ગ્રૂપમાં 69153 અને એબી ગ્રૂપમાં 397 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે ગુજકેટ પરક્ષા માટે ગાંધીનગરમાં માટે 24 કલાકનો સ્ટેટ કંટ્રોલ રૂમ પણ દરેક જિલ્લામાં પરીક્ષા સમિતિ પણ રચાશે. ત્રણ સેશનમાં લેવાનારી પરીક્ષામાં પરીક્ષાના અડધો કલાક પહેલાથી વિદ્યાર્થીએ સેન્ટરમાં જતુ રહેવાનું રહેશે અને વિદ્યાર્થી કેલ્ક્યુલેટર અને પેન સિવાય કોઈ પણ વસ્તુ લઈ નહી જઈ શકે.સવારે 9 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે. ગુજકેટ ફોર્મ ભરનારા વિદ્યાર્થીમાંથી જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોય તો તે પરીક્ષા આપી નહી શકે.કેન્દ્રોમાં અલાયદી વ્યવસ્થા કરવામા આવી નથી. દરેક બિલ્ડીંગમા ક્લાસ-1 અધિકારી ઓબ્ઝર્વર તરીકે રહેશે.

આ પણ વાંચો : સતત 20 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં

ભારત બહારના 9 વિદ્યાર્થી

ગુજકેટમાં આ વર્ષે ગુજરાત બોર્ડના 106456, સીબીએસઈના 8881 અને આઈસીએસઈના 429 વિદ્યાર્થીઓ છે. નેશનલ ઓપન સ્કૂલિંગના 734 વિદ્યાર્થીઓ છે. અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર બોર્ડના 290, મધ્યપ્રદેશ બોર્ડના 51, રાજસ્થાન બોર્ડના 101, યુપી બોર્ડના 51, બિહાર બોર્ડના 61 , તેલંગાણાના 15 ,બિહાર ઓપન સ્કૂલના 15, કર્ણાટકના 9, આંધ્રપ્રદેશના 8, હરિયાણાના 6 અને અન્ય રાજ્યોના બોર્ડના એકથી ચાર વિદ્યાર્થીઓ અને અન્ય બોર્ડના 163 વિદ્યાર્થીે છે. આ વર્ષે ભારત બહારના 9 વિદ્યાર્થી પણ પરીક્ષા આપશે. કોરોનાને લીધે રાજ્ય બહારના વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.