ETV Bharat / city

લોકડાઉન બાદ અમદાવાદમાં મેટ્રો ટ્રેનની કામગીરી ફરી શરૂ

author img

By

Published : Jun 13, 2020, 5:38 PM IST

સરકારે લોકડાઉન ખોલી દીધું છે, ત્યારે પહેલી જૂનથી અમદાવાદ ગાંધીનગરને જોડતા મેટ્રો રેલની કામગીરી પુનઃ શરૂ થઇ હતી.

ેપ્મપ
વમ ન

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારો અને ગાંધીનગરને જોડતા સરકારના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો રેલનું કાર્ય કોરોના વાઇરસના કારણે અપાયેલા બંધ રહ્યું હતું.

આ લોકડાઉન દરમિયાન મજૂરો પણ પોતાના વતન તરફ પાછા ચાલ્યા જતા કામકાજ અટકી ગયું હતું.પરંતુ હવે જ્યારે સરકારે લોકડાઉન ખોલી દીધું છે, ત્યારે પહેલી જૂનથી જ મેટ્રો રેલની કામગીરી પુનઃ શરૂ થઇ હતી.

લોકડાઉન બાદ અમદાવાદમાં મેટ્રો ટ્રેનની કામગીરી ફરી શરૂ
લોકડાઉન બાદ અમદાવાદમાં મેટ્રો ટ્રેનની કામગીરી ફરી શરૂ

એન્જિનિયર, સાઈડ સુપરવાઇઝર સહિતના ટેકનિકલ સ્ટાફ પણ મજૂરોની સાથે મેટ્રોની કામગીરીમાં ફરીથી જોડાયા છે. પરંતુ કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને માસ્ક અને સેનિટાઇઝર જેવી વ્યવસ્થાઓ સાઈટ ઉપર રાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે,અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં મેટ્રોને ડેમો ધોરણે દોડાવવાનું પણ શરૂ થઇ ગયું હતું. અમદાવાદ શહેરમાં મોટાભાગના પુલ અને સ્ટેશન પણ બની ગયા છે. ત્યારે મેટ્રોનું કામ હવે ધમધમતા મજૂરોને પણ રોજગારી મળશે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનન સમયગાળા દરમિયાન પણ મજૂરોને રોજગારી ચૂકવવામાં આવતા કેટલાય મજૂરો પોતાના વતન પરત ફર્યા નથી.

ચોમાસાના સમયગાળા દરમિયાન અમુક મુખ્ય રસ્તાઓ પર મેટ્રોની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.