રાજ્યમાં 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

author img

By

Published : Jun 29, 2022, 12:12 PM IST

Updated : Jun 29, 2022, 1:42 PM IST

રાજ્યમાં 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 5 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ માટે હવામાન વિભાગે આગાહી (Meteorological Department forecast) કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ તો પડી જ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આ મહત્વની આગાહી (Rainfall forecast in Gujarat) કરી છે.

અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 તારીખ સુધી ભારે વરસાદ પડવાની આગાહી (Meteorological Department forecast) કરી છે. જોકે, અહીં છેલ્લા ઘણા સમયથી છૂટોછવાયો વરસાદ આવી જ રહ્યો છે. તેવામાં ગયા વર્ષ કરતા આ વર્ષે ચોમાસું સારું જાય તેવી હવામાન વિભાગે આગાહી (Rainfall forecast in Gujarat) કરી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી

1 જુલાઈ સુધીમાં પડશે અતિભારે વરસાદ - ગુજરાત હવામાન વિભાગે રાજ્ય અને સૌરાષ્ટ્ર પંથકની અંદર સારો વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે. ત્યારે મળતી માહિતી મુજબ, 1 જુલાઈ સુધીમાં રાજ્યની અંદર ભારેથી અતિભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast ) પ્રમાણે, 5 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત રાજ્યની અંદર અને વલસાડમાં સારામાં સારો ઝાપટાંથી લઈને ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. આથી ગુજરાતમાં સમગ્ર રાજ્યની અંદર અને વલસાડના અંતરિયાળ ગામડાઓની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. તેવા એંધાણ છે.

  • Conditions would continue to become favourable for further advance of Monsoon into remaining parts of Arabian Sea & Gujarat; some parts of Rajasthan; remaining parts of MP, UP, Uttarakhand, HP and J&K; some parts of Punjab, Haryana-Chandigarh and Delhi during subsequent 48 hours.

    — India Meteorological Department (@Indiametdept) June 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારે પવન ફૂંકાવાની શક્યતા - સાથેસાથે પોરબંદર, જાફરાબાદ, દમણની ઉપરાંત દરિયાકાંઠાના ઘણા કિનારાની અંદર 30થી લઈને 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે (29 જૂન) અને કાલે (30 જૂન) સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી (Meteorological Department forecast) કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- ગુજરાત માથે મોટું જોખમ?, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

દરિયા કાંઠા વિસ્તારમાં અપાયું ત્રણ નંબરનું સિગ્નલ - તો આ તરફ આજે (29 જૂને) ભરૂચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગરની અંદર પણ ભારેમાં ભારે વરસાદ પડવાની આગાહી (Meteorological Department forecast) છે. આ ઉપરાંત 30 જૂન સુધીમાં ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને પોરબંદર, જૂનાગઢ દેવભૂમિદ્વારકામાં પણ ઘણી જગ્યાઓ પર સારામાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે જ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રણ નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો- મેઘરાજા મહેરબાન, અમદાવાદના રંગભર્યા રસ્તાઓ થયાં પાણી પાણી

દરિયો ન ખેડવા સૂચના - રાજ્યની અંદર ધીમેધીમે પવનની ગતિ વધવાની સાથેસાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ઘણી જગ્યા ઉપર સૂચના આપી દેવામાં આવી છે. વાત કરીએ તો, હવામાન વિભાગની યાદી પ્રમાણે, 1થી 5 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Last Updated :Jun 29, 2022, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.