ETV Bharat / city

Congress in Assembly Elections : આવનાર સમયમાં રસ્તા પર ઉતરી કોંગ્રેસ આંદોલન કરશે..!

author img

By

Published : Mar 28, 2022, 9:23 AM IST

Congress in Assembly Elections : આવનાર સમયમાં રસ્તા પર ઉતરી કોંગ્રેસ આંદોલન કરશે..!
Congress in Assembly Elections : આવનાર સમયમાં રસ્તા પર ઉતરી કોંગ્રેસ આંદોલન કરશે..!

અન્ય ભાષા ભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની કોંગ્રેસમાં નિમણુંક (Karan Singh Tomar Appointed) કરવામાં આવી છે. તેને લઈને કરણસિંહ તોમરે જણાવ્યું કે, દરેક સમાજના જે પ્રશ્નો છે તેને લઈ ભલે સરકાર (Congress in Assembly Elections) સામે લડવું પડે તો અમે લડવા તૈયાર છીએ.

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા અન્ય ભાષા ભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની નિમણુંક (Karan Singh Tomar of Congress) કરવામાં આવી હતી. શપથ લેતા પહેલા રેલી થઈ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ (Congress in Gujarat) નવનિર્માણ પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રમાં બેઠી સરકાર તેમને દેશની મોંઘવારીને ચૂંટણી સાથે રાખી છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ સરકાર ભાવ વધારો કરતી નથી. ચૂંટણી પુરી થતા જ ભાવ વધારો કરી રહી છે.

આવનાર સમયમાં રસ્તા પર ઉતરી કોંગ્રેસ આંદોલન કરશે..!

આ પણ વાંચો : Congress Workers Join BJP In Surat: પાટીલનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું- કોંગ્રેસ એક ટાઇટેનિક બની ગયું છે, એના ડૂબવાની કેટલીક પળો બાકી

"ગરીબ પ્રજા સાથે સરકારે ગંદી મજાક કરી" - ભાજપ સરકાર ગરીબ અને મધ્ય પરિવાર સાથે ગંદી મજાક કરી છે. ભાજપ સરકાર મજાક લેવા હોય ત્યારે ગેસ અને પેટ્રોલ, ડીઝલના ભાવ વધારતી નથી. અને ચૂંટણી પૂર્ણ થાયને ભાવ વધારો કરી રહી છે. જેના કારણે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી વધતી જતી મોંઘવારી સામે ગુજરાતના રસ્તા પર આંદોલન કરે છે. જેમાં 31 માર્ચ અને 7 એપ્રિલ કોંગ્રેસ (Congress Attacks BJP) દ્વારા આંદોલન કરી સરકારનો વિરોધ કરવામાં આવશે.

આ પણ વાંચો : Chickpea purchase scam in Harij : છેલ્લા 7 વર્ષમાં પાણીપત્રકમાં ચણાનું વાવેતર જ ન થયાંનો કોંગ્રેસનો આક્ષેપ

"પ્રજાના પ્રશ્નો સામે અમે લડવા તૈયાર" - અન્ય ભાષા ભાષી સેલના (Karan Singh Tomar Appointed) નવનિયુક્ત પ્રમુખ કરણસિંહ તોમરે જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં અન્ય ભાષા ભાષી સેલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં નવા સંગઠન બનાવવામાં આવશે. દરેક સમાજના જે પ્રશ્નો છે તેને લઈ ભલે સરકાર સામે લડવું પડે તો અમે લડવા તૈયાર છીએ. આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress in Assembly Elections) પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા પ્રયત્ન શીલ રહીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.