મનરેગાની 100 દિવસ રોજગારીના વાયદા વચ્ચે ગુજરાતમાં માત્ર 24 દિવસ જ રોજગારી: જીગ્નેશ મેવાણી

author img

By

Published : Aug 7, 2021, 7:59 PM IST

Ahmedabad News

કેન્દ્ર સરકારની યોજના મનરેગા (MGNREGA) માં 100 દિવસની રોજગાર ગેરેન્ટી સામે જીગ્નેશ મેવાણી (Jignesh Mewani) એ સરકાર સામે શનિવારે આકરા પ્રહારો કર્યા હતા. મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1 લાખથી વધુ શ્રમિકો (Workers) ને સરકારે છેલ્લા ત્રણ મહિનામાં 212 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. જે લોકો બે સમયના ભોજન માટે કાળી મજદૂરી કરતા હોય છે, કેન્દ્ર સરકારે તેમના જ પૈસા અટકાવી રાખ્યા છે.

  • રાજ્ય સરકાર માત્ર વિકાસના બણગાં ફૂંકે છે: મેવાણી
  • મનરેગા (MGNREGA) ના 1 લાખથી વધુ લોકોના પૈસા છેલ્લા ત્રણ મહિનાથી નથી ચૂકવાયા
  • રાજ્યભરમાં કુલ 212 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી
  • માત્ર 24 દિવસ રોજગાર ઉપલબ્દ્ધ

અમદાવાદ: મનરેગા (MGNREGA) માં 100 દિવસની રોજગાર ગેરેન્ટી સામે જીગ્નેશ મેવાણી (Jignesh Mewani) એ સરકાર (Government) સામે શનિવારે આકરા પ્રહારો કર્યા હતા. રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કરતા મેવાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પોતાના વિકાસના માત્ર બણગાં જ ફૂંકે છે. તેની સામે કામગીરી કરવામાં આવતી નથી. એક તરફ મનરેગા અંતર્ગત 15 દિવસ જો પૈસા ચુકવવામાં મોડું થાય તો અધિકારીને દંડ ભરવાની જોગવાઈ છે પણ જ્યારે આ ઘટનાની તપાસ કરી તો ખબર પડી કે સમગ્ર રાજ્યના કામદારો (Workers) ના પૈસા અટવાયેલા છે. કેન્દ્ર સરકારે રાજ્યને પૈસા જ મોકલ્યા નથી. વધુમાં 100 દિવસ રોજગારીની ગેરન્ટી આપતી સરકાર (Government) ગુજરાતમાં માત્ર 24 દિવસ જ રોજગારી આપે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કર્યો હતો કે, તેઓ જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન (CM) હતા ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે ભેદભાવ કરતી હોવાનો આક્ષેપ કરતા હતા પણ આજે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં તેમની સરકાર છે તો કેમ ગુજરાતના કામદારોએ ભેદભાવ સહન કરવાનો વારો આવી રહ્યો છે.

જીગ્નેશ મેવાણીએ મનરેગામાં 100 દિવસની રોજગારીની ગેરંટી પર સરકાર પર પ્રહાર કર્યા

આ પણ વાંચો: ઓક્સિજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણીએ 1 કરોડની ગ્રાન્ટ ફાળવી

દાહોદમાં સૌથી વધુ 46.62 કરોડ ચૂકવવાના બાકી

રાજ્યના અલગ અલગ જિલ્લાઓ પૈકી સૌથી વધુ દાહોદમાં સૌથી વધુ 46.62 કરોડ રૂપિયા કામદારો (Workers) ને ચૂકવવાના બાકી છે. જે બાદ બીજા નંબરે તાપીમાં સૌથી વધુ 34 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આમ કુલ 212.30 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. વધુમાં મેવાણીએ સરકાર (Government) ઉપર આક્ષેપ કર્યો હતો કે, લોકો રોજગારીની કામના કરી રહ્યા છે પણ સરકાર સતત રોજગારી આપવામાં નિષફળ ગઈ છે. સરકાર (Government) જાણી જોઈને આ યોજના ખતમ કરવા માંગતી હોવાથી હવે માત્ર 24 દિવસ જ રોજગારી પુરી પાડી રહી છે.

જીગ્નેશ મેવાણીએ મનરેગામાં 100 દિવસની રોજગારીની ગેરંટી પર સરકાર પર પ્રહાર કર્યા
જીગ્નેશ મેવાણીએ મનરેગામાં 100 દિવસની રોજગારીની ગેરંટી પર સરકાર પર પ્રહાર કર્યા

આ પણ વાંચો: વડગામના ધારાસભ્યએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા સહાય કેમ્પઇન શરૂ કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.