Jagdish Thakor Attacks On BJP: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બોલ્યા- કોંગ્રેસની સરકાર બની લીલીપેનથી ખેડૂતોના દેવા માફ કરશું

author img

By

Published : Dec 6, 2021, 10:47 PM IST

Jagdish Thakor Attacks On BJP

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે (president of gujarat congress jagdish thakor) આજે પદગ્રહણ કર્યું. આ દરમિયાન તેઓ આક્રમક જોવા મળ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો (Jagdish Thakor Attacks On BJP) કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે 5 પાંડવોવાળા છીએ, 100 કૌરવોવાળા નથી. એટલું જ નહીં તેમણે બેરોજગારી (unemployment in gujarat)નો મુદ્દો ઉઠાવતા પોલીસ-PSIની પરીક્ષા (police-psi examination in gujarat) દરમિયાન પડતી હાલાકીઓ, ખેડૂતો (farmers in gujarat) અને કોરોના સહાયની આશા રાખીને બેઠેલા લોકોના મુદ્દે પણ ભાજપને ઘેર્યું હતું.

  • ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખે પદગ્રહણ કર્યું
  • ભાજપ પર પ્રહાર કરતા કહ્યું- નફ્ફ્ટના પેટના
  • ભાજપને એક પણ માઈનો લાલ સારો ન મળ્યો, 108 કેસ વાળો લાવ્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર (president of gujarat congress jagdish thakor) અને વિપક્ષના નેતાએ આજે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની હાજરીમાં રાજીવ ભવન ખાતે પદગ્રહણ કર્યું હતું. જગદીશ ઠાકોર કેક કાપવા ગયા તે દરમિયાન પૂર્વ પ્રમુખોએ ચાલતી પકડી હતી. બીજી તરફ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રકાર (Jagdish Thakor Attacks On BJP) કર્યા હતા.

અમે 5 પાંડવોવાળા છીએ, 100 કૌરવોવાળા નથી

જગદીશ ઠાકોરે કહ્યું કે, "આજે કોંગ્રેસ પક્ષે મને જવાબદારી સોંપી છે તેના માટે હું કોંગ્રેસનો આભારી છું. જન્મજાત કોંગ્રસી છું. ગામડું છોડીને દુકાળ પડે, અતિવૃષ્ટિ થાય તેમ છતાં રોજગારી (unemployment in gujarat) મેળવવા લોકો ગુજરાત આવે છે. આજે અમે સૌ એક જ મંચ પર છીએ. આનું તો માર્કેટિંગ કરો. વિજય રૂપાણીની સરકાર તમે બદલી તેમાં જેમને પડતા મુક્યા અને જે નવા લીધા તેઓ ભેગા હોય એવો એક ફોટો તો બતાવો. અમે 5 પાંડવોવાળા છીએ, 100 કૌરવોવાળા નથી.

ગુજરાતના બેરોજગાર લોકો અમારી પ્રાયોરિટી

તેમણે જણાવ્યું કે, ગુજરાતના બેરોજગાર લોકો અમારી પ્રાયોરિટી છે. અમે હમણાં ગામડામાં ફર્યા, ત્યાં પોલીસ-PSI (police-psi examination in gujarat)ના ફોર્મ ભરાયા છે, ત્યારે પૂછ્યું તાલીમ લેવા જાવ ત્યારે ક્યાં રહો છો? ત્યારે જવાબ મળ્યો કે, અમે રેલવે અને STના પ્લેટફોર્મ પર પડ્યા રહીએ. મંદિરના ઓટલે પડ્યા રહીએ, ગરીબ મા-બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા અને નોકરી લેવાનો વારો આવ્યો ત્યારે તમને આ વાયબ્રન્ટ (vibrant gujarat summit 2022)માં 25000ની ડિશ ખવડાવવાનો અવસર મળે છે અને અમને 50 રૂપિયાનું પુરીશાક ખવડાવી શકતા નથી. નફ્ફટના પેટના."

કોંગ્રેસ આવશે તો ખેડૂતોના દેવા માફ કરાશે

વધુમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે, "કોંગ્રેસની સરકાર આવશે તો લીલીપેનથી ખેડૂતોના દેવા (farmers debt in gujarat)માફ કરીશું. લાવો કોંગ્રેસની સરકાર અને ખેડૂતોને કહું છું પહેલી કેબિનેટ બેઠકમાં લીલીપેનથી જાહેરાત થશે કે ખેડૂતોના દેવા માફ. વિધવા બહેનોના ઘરે જઈને સેવાદળના કાર્યકરો ઘરે ઘરે જઈને ફોર્મ ભરશે."

ગુજરાતમાં દબાવવાની રાજનીતિ ચાલે છે

તેમણે કહ્યું કે, "કોંગ્રેસના કાર્યકરો વાંકમાં હોય તો તેને ફાંસીએ ચઢાવી દેજો, ચીરી નાખજો, સામાન્ય કાર્યકરોને વાંક વગર પોલીસ સ્ટેશનમાં એક કલાક પણ રાખવામાં આવશે તો પોલીસની હવે ખેર નથી, આ પણ અમે કરવા બેઠા છીએ. ગુજરાતમાં દબાવવાની રાજનીતિ ચાલે છે. કોરોના (corona in gujarat) ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી, જેમાં સહાય આપવાની માંગ કરવામાં આવી છે."

આ પણ વાંચો: કોંગ્રેસ પક્ષમાં એક માણસ ઓછો ચૂંટાશે તે ચાલશે, પરંતુ ગદ્દારી કરનારો માણસ નહીં ચલાવી લેવામાં આવે : વિપક્ષ નેતા

આ પણ વાંચો: મહેનત અને તેના પાછળના ઉત્તમ વિચારોથી તમે ચાહો તે બની શકો છો: નારાયણ ટી. રાણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.