ETV Bharat / city

IPL And Politics : મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મતદારોને આકર્ષવાનું માધ્યમ બની જશે?

author img

By

Published : May 28, 2022, 7:12 PM IST

IPL And Politics : મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મતદારોને આકર્ષવાનું માધ્યમ બની જશે?
IPL And Politics : મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મતદારોને આકર્ષવાનું માધ્યમ બની જશે?

29 મે, 2022નો દિવસ ગુજરાત માટે ખાસ બની રહેવાનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની ફાઈનલ મેચ (Final match of IPL 2022) રમાવા જઈ રહી છે. અને આ મેચમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Home Minister Amit Shah In IPL Final 2022) ઉપસ્થિત રહેશે. રાજકારણ અને ક્રિકેટ પરનો ( IPL And Politics) વિશેષ અહેવાલ…

અમદાવાદ- અમદાવાદના મોટેરા સ્થિત આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની ફાઈનલ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. તેમાં પણ આઈપીએલમાં સૌપ્રથમ વખત પ્રવેશેલી ગુજરાત ટાઈન્ટ્સ ફાઈનલમાં આવી છે. ગુજરાત ટાઈન્ટ્સ સામે રાજસ્થાન રોયલ ફાઈનલમાં (Gujarat Titans IPL Final 2022) ટકરાશે. ક્રિકેટ પ્રેમીઓ માટે 29 મેને રવિવારનો દિવસ (IPL And Politics) યાદગાર બની જશે.

એ. આર. રહેમાન અને રણવીરસિંહ હાજર રહેશે - બીજુ આઈપીએલ 2022ની કલોઝીંગ સેરેમની થશે, જેમાં મોદી સ્ટેડિયમમાં સંગીતકાર એ. આર. રહેમાન અને બોલીવુડના અભિનેતા રણવીરસિંહ ઉપસ્થિત (AR Rahman and Ranveer Singh will be present in the final match of IPL 2022) રહેશે. તે ઉપરાંત આઈપીએલ ફાઈનલ (Gujarat Titans IPL Final 2022) જોવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ જ કેન્દ્રીય (Home Minister Amit Shah In IPL Final 2022) ગૃહપ્રધાન અમિત શાહ આઈપીએલ 2022ની ફાઈનલ જોવા મોદી સ્ટેડિયમમાં આવશે.

આ પણ વાંચોઃ

નવી રચાયેલી ગુજરાત ટાઈન્ટ્સ ફાઈનલમાં -ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )આવી રહી છે. તે પહેલા છેલ્લા 9 મહિનાથી રાજકીય ગતિવિધીઓ વધી ગઈ છે. આઈપીએલમાં સૌપ્રથમ વખત રચાયેલી નવી ટીમ ગુજરાત ટાઈન્ટસ્ ફાઈનલમાં (Gujarat Titans IPL Final 2022) આવી છે અને તે ફાઈનલ પણ અમદાવાદના સૌથી મોટા ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપી છે. રાજકીય ગતિવિધિની (IPL And Politics) સાથે ક્રિકેટને જોડીએ તો મતદારોને આકર્ષવા માટેનું આ પગલું (Will the IPL final at Modi Stadium be a means of attracting voters) હોઈ શકે છે.

ગુજરાત વિશ્વમાં છવાઈ જશે - ગુજરાત ટાઈન્ટ્સનું ફાઈનલમાં (Gujarat Titans IPL Final 2022) આવવું અને ફાઈનલ મેચ મોદી સ્ટેડિયમમાં આવે તે મતદારોને ઈનડાયરેક્ટ રીતે આકર્ષશે. મોદી સ્ટેડિયમ 1,32,000 પ્રેક્ષકોને સમાવી શકે તેવું સૌથી મોટું સ્ટેડિયમ છે. તો લાખોકરોડોની સંખ્યામાં અન્ય ક્રિકેટ પ્રેમીઓ ઘરે બેસીને મેચ જોશે. ભારત અને વિશ્વ કક્ષાએ ગુજરાત છવાઈ જશે. ગુજરાતની વાહવાહી (IPL And Politics) થશે, જેની સાયકોલોજીકલ અસર ગુજરાતના મતદારો પર પડે (Will the IPL final at Modi Stadium be a means of attracting voters)તે સ્વભાવિક છે. તેની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મેચ જોવા આવશે. આમ રાજકારણ અને ક્રિકેટનો નાતો મજબૂત બનશે.

આ પણ વાંચોઃ IPL Qualifier Match 2022: મોદી સ્ટેડિયમમાં ન ચાલ્યો 'પાટીદાર' પાવર

29 મે અને રવિવાર યાદગાર દિવસ બની જશે -આઈપીએલ 2022ની ફાઈનલ (Gujarat Titans IPL Final 2022) ગુજરાતના અમદાવાદના મોદી સ્ટેડિયમમાં અને તેમાં પણ ગુજરાત ટાઈન્ટ્સ… વિશ્વના સૌથી મોટા મોદી સ્ટેડિયમ પર ફાઈનલ(Gujarat Titans IPL Final 2022) યોજાશે. રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઈન્ટ્સ ફાઈનલમાં સામસામે ટકરાશે. બન્ને પડોશી રાજ્યો છે, કોઈપણ જીતે પણ મોદી સ્ટેડિયમ પરની આ ફાઈનલ યાદગાર (IPL And Politics) બની જવાની છે. તેની સાથે 29 મે, 2022નો રવિવાર પણ ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર બની જશે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.