2016માં થયેલા ડબલ મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી સાથે થયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી

author img

By

Published : Oct 18, 2021, 6:43 PM IST

2016માં થયેલા ડબલ મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી સાથે થયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી

નર્મદામાં વર્ષ 2016માં ડબલ મર્ડર કેસનો બનાવ બન્યો હતો. જેની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરતી અરજી કરવામાં આવી હતી.નર્મદામાં કામ કરતી સુખમતીબેન વસાવા નામની એક નર્સના માતાપિતાની હત્યાના કેસની તપાસ પોલીસે યોગ્ય રીતે નહીં કરતા હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે.

  • નર્મદામાં થયેલા ડબલ મર્ડર કેસનો મામલો
  • સીબીઆઈને તપાસ સોંપવાની માગ સાથે થઈ હતી અરજી
  • આ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી


    અમદાવાદઃ અરજી ફગાવતાં હાઈકોર્ટે નોંધ્યું કે કેસની તપાસમાં પ્રોગ્રેસ દેખાઈ રહ્યો છે અને સી.આઈ.ડી. ક્રાઈમ હાલ તપાસ યોગ્ય દિશામાં કરી રહી છે, ત્યારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની જરૂર નથી.

    કેન્દ્રીયપ્રધાનની સંડોવણીનો આક્ષેપ

    નર્મદામાં કામ કરતી સુખમતીબેન વસાવા નામની એક નર્સના માતાપિતાની હત્યાના કેસની તપાસ પોલીસે યોગ્ય રીતે નહીં કરતા
    હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં અરજી થઈ હતી. કેસની તપાસ સી.આઈ.ડી ક્રાઇમને સોંપાઈ હતી. જોકે આ કેસમાં જે તે સમયના કેન્દ્રીયપ્રધાન મનસુખ વસાવાની સંડોવણી હોવાના કારણે તપાસ યોગ્ય રીતે નહીં થતી હોવાનો અરજદારનો આક્ષેપ હતો.

    મનસુખ વસાવા પર અરજદારનો આક્ષેપ

    નર્મદામાં નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવાની અરજદારની ઈચ્છા હતી. જોકે જે તે સમયે કેન્દ્રીયપ્રધાન રહેલા મનસુખ વસાવાએ આ ઈન્સ્ટિટયૂટ ન ખુલે તે માટે પ્રયત્નો કર્યા હોવાનો અરજદારનો તેની અરજીમાં આક્ષેપ કર્યો હતો.આ મુદ્દે અદાવત રાખીને પોતાના માતાપિતાની હત્યા કરાવી દીધી હોવાનો પણ અરજદારનો આક્ષેપ હતો. જોકે કેસની તપાસના અહેવાલો જોયા બાદ હાઇકોર્ટે અરજીને ફગાવી દીધી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 'ઇન્દિરા ગાંધી તાલીમ ભવન' તોડી 'નરેન્દ્ર મોદી તાલીમ કેન્દ્ર' બનાવવા માટે દરખાસ્ત મુકવામાં આવી

આ પણ વાંચોઃ ઈદ-એ-મિલાદની ઉજવણી માટેના જાહેરનામામાં ફેરફાર, જાણો ક્યા નવા નિયમો લાગૂ કરાયા...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.