ETV Bharat / city

એસપી સ્વામી અને ઘનશ્યામસ્વામીને તડીપાર કરવાનો જિલ્લા પ્રશાસનનો હુકમ High court એ કર્યો રદ

author img

By

Published : Oct 6, 2021, 5:17 PM IST

એસપી સ્વામી અને ઘનશ્યામસ્વામીને તડીપાર કરવાનો જિલ્લા પ્રશાસનનો હુકમ High court એ કર્યો રદ
એસપી સ્વામી અને ઘનશ્યામસ્વામીને તડીપાર કરવાનો જિલ્લા પ્રશાસનનો હુકમ High court એ કર્યો રદ

બોટાદ ગઢડાના ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના (Gadhda Gopinathji Dev Mandir Trust Dispute) વહીવટી ચૂંટણીના વિવાદને ધ્યાને રાખીને પોલીસ તંત્રે કરેલી રજૂઆતથી નાયબ કલેક્ટરે એસ.પી.સ્વામી અને ઘનશ્યામસ્વામીને તડીપાર કરવા હુકમ કર્યો હતો. આ હુકમને ગુજરાત હાઇકોર્ટે (High court ) રદ કર્યો છે.

  • એસપી સ્વામી અને ઘનશ્યામસ્વામી તડીપારનો મામલો
  • બોટાદ પ્રશાસને કરેલો તડીપારનો હુકમ રદ કરતી હાઈકોર્ટ
  • સ્વામિનારાયણ સંપ્રદાયના બે જૂથ વચ્ચે વિવાદનો મામલો



અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના (High court ) નિર્ણય અંગે એસપી સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે કોર્ટના આદેશમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારી તંત્રએ પાવરનો ગેરવાજબી ઉપયોગ કરી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી રહેલા બે જૂથના વિવાદમાં (Gadhda Gopinathji Dev Mandir Trust Dispute) એકતરફી વલણ અપનાવી તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે.

નાયબ કલેક્ટરે એસ.પી.સ્વામી અને ઘનશ્યામસ્વામીને તડીપાર કરવા હુકમ કર્યો હતો

ગઢડા સ્વામિનારાયણ મંદિરની પક્ષાપક્ષીનો વિવાદ

બોટાદ જિલ્લા પ્રશાસન તરફથી નિર્ણય લેવા બદલ અને પોલીસના દબાણમાં આવીને કામગીરી કરવા બદલ હાઈકોર્ટે પોતાના હુકમમાં વિવિધ અવલોકન કર્યાં હતા.એસપી સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે નાયબ કલેકટરે કરેલા તડીપારના આદેશને અયોગ્ય ઠરાવી તડીપારનો ઓર્ડર કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી તેવું જણાવી ઓર્ડર નામંજૂર કરી રદ કરવામાં આવ્યો હતો. ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની (Gadhda Gopinathji Dev Mandir Trust Dispute) વહીવટી ચૂંટણીમાં દેવપક્ષના હરજીવનદાસજી દ્વારા 13000 બિનસત્સંગીના નામો મતદાર યાદીમાં ખોટી રીતે ઉમેરી દેવામાં આવ્યાં હતાં. તેમજ મતગણતરી નિયમો વિરુદ્ધ ખોટી રીતે કરવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે અગાઉ માર્ચ 2021માં કોર્ટે આ મામલે સ્ટે આપ્યો હતો.

મારા જેવા સાધુઓ બતાવશે કે દારૂ ક્યાં ક્યાં વેચાય છે

મહત્વનું છે કે અગાઉ ગઢડાના નાયબ કલેકટરે ગોપીનાથજી મંદિરના સંતોને અશાંતિ બદલ તડીપાર કર્યા હતાં. જે મામલો હાઇકોર્ટ પહોંચતાં કોર્ટે તડીપારનો આદેશ રદ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ એસપી. સ્વામીએ જણાવ્યું હતું કે તડીપારનો ગુનો દારૂ વેચનારા, લૂંટ મચાવનારા લોકો સામે નોંધાતો હોય છે. સાધુસંતો સામે નહીં. જો પ્રશાસને તડીપારનો ગુનો જ નોંધવો હોય તો જ્યાં દારૂ વેચાય છે ત્યાં જાઓ અને જો ન ખબર હોય કે ક્યાં વેચાય છે તો મારા જેવા સાધુઓ બતાવશે કે દારૂ ક્યાં ક્યાં વેચાય છે.

આ પણ વાંચોઃ ગઢડા મંદિરમાં સંતો સાથે પોલીસ અધિકારીના ગેરવર્તન અંગે એસપી સ્વામી 'કમલમ' માં કરી રજૂઆત

આ પણ વાંચોઃ દેવપક્ષ અને અચાર્ય પક્ષ ફરી એકવાર આમને સામને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.