ETV Bharat / city

HC judgment on recruitment process : 'અનામતનો લાભ લેનારને ઓપન કેટેગરીનો લાભ ન મળે' ભરતી પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટનો ચૂકાદો

author img

By

Published : Apr 6, 2022, 9:57 PM IST

HC judgment on recruitment process :  'અનામતનો લાભ લેનારને ઓપન કેટેગરીનો લાભ ન મળે' ભરતી પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટનો ચૂકાદો
HC judgment on recruitment process : 'અનામતનો લાભ લેનારને ઓપન કેટેગરીનો લાભ ન મળે' ભરતી પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટનો ચૂકાદો

હાઈકોર્ટની નીચલી અદાલતો માટે આસિસ્ટન્ટની પોસ્ટ માટે (Recruitment for the post of Assistant in the lower courts) ભરતીમાં અનામતને લઈ વિવાદ થયો હતો. જે બાદ હાઈકોર્ટમાં અરજી થઇ હતી. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો (HC judgment on recruitment process) સામે આવ્યો છે. જાણવા ક્લિક કરો.

અમદાવાદ- હાઈકોર્ટની નીચલી અદાલતો માટે આસિસ્ટન્ટની પોસ્ટ ((Recruitment for the post of Assistant in the lower courts))માટે ભરતીમાં અનામતને (Gujarat High Court on recruitment process issue)લઈ વિવાદ થયો હતો. જે બાદ હાઈકોર્ટમાં અરજી કરી ઉમેદવારોએ યોગ્ય ન્યાયની ગુહાર લગાવી હતી. ત્યારે ભરતી પ્રક્રિયા મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો (HC judgment on recruitment process) સામે આવ્યો છે.

કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદા પણ ધ્યાને લીધા

હાઈકોર્ટે આપ્યો ચૂકાદો -ભરતી પ્રક્રિયામાં અનામતને લઈને હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે કે અનામતનો લાભ લેનારને ઓપન કેટેગરીનો લાભ ન મળે. કોઈપણ એક જ કેટેગરીમાં નોકરીનો લાભ મળી શકે તેવુ પણ કોર્ટે ટાંક્યું હતું. આ ચૂકાદાની સુનાવણીમાં કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદા પણ ધ્યાને લીધા હતાં.

વકીલની દલીલ- વકીલ હેમાંગ શાહે જણાવ્યું કે આ મામલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ST, SC કેટેગરીના ઉમેદવારો અરજી કરી હતી. જેમાં રજુઆત કરાઈ હતી કે ભરતીમાં જનરલ કેટેગરીની બેઠકો ભરાઈ ન હોવાથી અરજદાર ઉમેદવારોને ખાલી પડેલી બેઠકો પર પોસ્ટિંગ આપવામાં આવે. જોકે સામા પક્ષે હાઇકોર્ટ તરફથી રજુઆત કરાઈ કે રાજ્ય સરકારના જીઆર પ્રમાણે, એક સમયે જે ઉમેદવારોએ જે કેટેગરીનો લાભ લીધો હોય તેઓ અન્ય કેટેગરીનો લાભ મેળવી ન શકે.

આ પણ વાંચોઃ PIL In Gujarat High Court: IIMA માં MPH ના પ્રવેશમાં અનામત ન આપતા હાઇકોર્ટમાં થઇ અરજી

નીચલી અદાલતો માટે આસિસ્ટન્ટની પોસ્ટની હતી ભરતી -મહત્વનું છે કે HCએ નીચલી અદાલતો માટે આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરી હતી. જે બાદ 100થી વધુ ઉમેદવારો ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોનું લિસ્ટ હાઈકોર્ટમાં પડકારાયું હતું. જેની સુનાવણી દરમિયાન કોર્ટે અનામતનો લાભ લે તેને જનરલ કેટેગરીમાં લાભ ન મળે તેવુ સૂચવ્યું હતું. જેથી હવે (HC judgment on recruitment process) હાઈકોર્ટ કે તેને લગતી અન્ય ભરતીમાં આ નિયમ લાગુ થઈ શકે છે.

આ પણ વાંચોઃ સીધી ભરતીમાં હવેથી દિવ્યાંગોને કેટેગરી મુજબ જગ્યા આપવામાં આવશે: હાઇકોર્ટમાં રાજ્ય સરકારનું સોંગદનામું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.