ETV Bharat / city

Rain In Ahmedabad : શહેરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

author img

By

Published : Jul 14, 2022, 10:40 AM IST

Updated : Jul 14, 2022, 12:45 PM IST

Rain In Ahmedabad : શહેરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Rain In Ahmedabad : શહેરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં વહેલી સવારથી (Rain In Ahmedabad) જ ધમાકેદાર વરસાદ શરૂ થતાં ફરી લોકોમાં રોનક છવાય છે. પરતુ સારા વરસાદના કારણે શહેરના કેટલાક અંડરપાસ બંધ (Rain In Gujarat) કરવામાં આવ્યા છે.

અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી (Gujarat Rain Update) મુજબ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદમાં બે દિવસ પહેલા વરસેલા વરસાદે અનેક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા, ત્યારે હવે ગઈકાલના ભારે ભફારા બાદ આજે વહેલી સવારથી અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં મેધરાજા રીમઝીમ તો કેટલાક (Rain In Ahmedabad) વિસ્તારમાં ધોધમાર વરસી રહ્યા છે.

શહેરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં ધમારેદાર વરસાદ શરૂ - શહેરમાં ઘાટલોડિયા, SG હાઈવે, પ્રહલાદનગર, ગોતા, ન્યૂ રાણીપ, ઘાટલોડિયા, સરખેજ, અખબારનગર, ચાંદલોડિયા, મણિનગર, ઘોડાસર, ઈસનપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેમજ (Moonsoon Gujarat 2022) નરોડા, નિકોલ, વસ્ત્રાલમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદથી ફરી એક વખત શહેર પાણી પાણી જોવા મળી રહ્યુું હતું. જેમાં સૌથી વધુ ચાંદખેડામાં થોડીવારમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ

ફરી પાણી ભરાયા- અમદાવાદમાં વરસાદના પગલે અખબાર નગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો. તેમજ મોટી વણજાર અંડરપાસ પાણી ભરાતા બંધ કરાયો હતો. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાયા જતાં તંત્ર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન અમરેલી, ગિર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ અને સૂરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Last Updated :Jul 14, 2022, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.