ફાયર સેફ્ટી ન હોય તેવી ઇમારતને સીલ કરવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

author img

By

Published : Sep 24, 2021, 5:21 PM IST

ગુજરાત હાઇકોર્ટ

રાજ્યમાં ફાયર સેફટી ના ધરાવતી ઇમારતો સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને આદેશ કર્યો છે. જેમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને ત્યારબાદ રાજ્યની અન્ય હોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવે નિર્દોષોના જીવ જતા ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી ચાલી રહી છે.

  • બીયુ અને ફાયર સેફ્ટી ન હોય તેવી ઇમારતો સામે પગલાં લેવા કોર્ટનો આદેશ
  • ભાવનાઓથી કાયદાઓનું પાલન ન થઈ શકે
  • કડક કાર્યવાહીથી રાજ્યમાં ઘર્ષણનો માહોલ સર્જાઈ શકે છે

અમદાવાદ- રાજ્યમાં ફાયર સેફટી ન ધરાવતી ઇમારતો સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને આદેશ કર્યો છે. મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી થઈ હતી, જેમાં ફાયર સેફટી અને બીયુ પરમિશન ન હોય તેવી ઇમારતો સામે કડક અને ઝડપથી પગલાં લેવા કોર્ટે આદેશ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે ચાલે છે સુનાવણી

અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજ્યની અન્ય હોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવે નિર્દોષોના જીવ જતા ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. આજે ફરીવાર આ મુદ્દે સુનાવણી થતાં કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું કે, કાયદાનું પાલન લાગણીઓ અને ભાવનાઓથી નથી થતું. કોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ટકોર કરી હતી કે, બીયુ પરમિશન અને ફાયર સેફટી ન હોય તેવી તમામ ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે 8 જુલાઈ 2022 સુધી ફાયર સેફ્ટીના અમલીકરણ માટેની અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણીમાં જસ્ટિસ એન.વી અંજારીયાની ખંડપીઠે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકતા કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ 8 જુલાઈ 2022 સુધી ફાયર સેફટીના અમલીકરણ માટે સમય આપી શક્તી ન હોય તો ગુજરાત હાઇકોર્ટ તેનાથી ઉપરવટ જઇ કઇ રીતે છૂટ આપી શકે? આજે સુનાવણી દરમિયાન કોર્ટે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, કાયદાની અમલવારી જરૂરી છે રાજ્યમાં ઝડપથી ફાયર સેફટી ઊભી થાય તે માટે પ્રશાસન કાર્યવાહી કરે. વધુ સુનાવણી 9 ઓક્ટોબરે હાથ ધરાશે.

આ પણ વાંચો- મહાનગરપાલિકાના હદ વિસ્તારોમાં ફાયર સેફટીની સ્થિતિ પહેલાથી સુધારી- રાજ્ય સરકાર

આ પણ વાંચો- અમદાવાદમાં ફાયર સેફ્ટી ન ધરાવતી 122 શાળાઓને અપાઈ ક્લોઝર નોટિસ

આ પણ વાંચો- FIRE NOC: અમદાવાદની 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ અપાઈ

આ પણ વાંચો- અમદાવાદમાં આવેલી 10,329 ઈમારતોમાંથી 4784 ઈમારતો પાસે ફાયર સેફ્ટી જ નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.