ગુજરાતમાં બાળમૃત્યુ દર ઊંચો: લલિત વસોયા

author img

By

Published : Mar 4, 2021, 9:29 AM IST

Updated : Mar 4, 2021, 3:33 PM IST

ગુજરાતમાં બાળમૃત્યુ દર ઊંચો: લલિત વસોયા

ગુજરાતના નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરાયેલા અંદાજપત્રમાં સૌથી વધુ બે ક્ષેત્રો શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં આવશે તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ બંને ક્ષેત્ર સાથે બાળકો મોટી સંખ્યામાં સંકળાયેલા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ગૃહમાં છેલ્લા બે વર્ષ દરમિયાન બાળમૃત્યુના આંકડાઓ અંગેનો પ્રશ્ન પૂછાતા તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

  • ગુજરાતમાં 2020માં 15,432 બાળમૃત્યુના બનાવ
  • 2019માં 17,453 બાળ મૃત્યુના બનાવ
  • ગુજરાતમાં સરેરાશ છેલ્લા બે વર્ષમાં બળમૃત્યું દર 45

અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ગૃહમાં છેલ્લા બે વર્ષ દરમિયાન બાળમૃત્યુના આંકડાઓ અંગેનો પ્રશ્ન પૂછાતા તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. છેલ્લા બે વર્ષમાં લગભગ 33 હજાર જેટલા બાળકોના મૃત્યુ થયા છે. જેમાં 2019માં 17,453 અને 2020માં 15,432 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. એટલે કે વર્ષ 2019ની દૈનિક સરેરાશ 48, જ્યારે વર્ષ 2020 દૈનિક સરેરાશ 42 જેટલી થાય છે.

આ પણ વાંચોઃ ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે શું નવુ છે?

આદિજાતિ અને છેવાડાના વિસ્તારોમાં બાળમૃત્યુદર વધુ

બાળ મૃત્યુદર એટલે દર એક હજારે જીવતા જન્મેલા બાળકોમાંથી એક વર્ષની અંદર મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. ગુજરાત એમ પણ બાળમૃત્યુદરને લઈને વાગોવાતું રહ્યું છે. કારણ કે અહી સ્ત્રીઓમાં લોહીની ઉણપ જોવા મળે છે. તો બાળકો જન્મથી જ ઓછા વજનના હોય છે અને કુપોષણથી પીડિત હોય છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારો અને શહેરી ગરીબ વિસ્તારોમાં આવી સમસ્યા વધુ જોવા મળતી હોય છે. આદિજાતિ વિસ્તારો અને ગામડાઓમાં હોસ્પિટલના અભાવથી પણ બાળમૃત્યું દર ઊંચો રહે છે. આવા વિસ્તારોમાં રસ્તાની સમસ્યા પણ હોસ્પિટલ પહોંચવામાં અવરોધક બને છે. જો ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓની વાત કરીએ તો વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ પ્રમાણે1 સૌથી વધુ બાળમૃત્યુ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા અને દાહોદનો સમાવેશ થાય છે, જે છેવાડાના વિસ્તારો છે.

Last Updated :Mar 4, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.