ડોક્ટરે દર્દી સાથે કરી બિભસ્ત માગણી

author img

By

Published : Sep 17, 2022, 8:32 AM IST

Updated : Sep 17, 2022, 11:23 AM IST

GUJARAT BREAKING NEWS

11:09 September 17

બેંકની જુનિયર ઓફિસર યુવતીને અડપલાં કર્યા

અમદાવાદ : ડોક્ટરે હેવાનીયતની હદ વટાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બેંકની જુનિયર ઓફિસર યુવતીને અડપલાં કર્યા હતા. ચાંદખેડાના ડો. ધ્રુમિલએ છેડતી કરી હતી. યુવતી આ ડોકટરના ત્યાં ફિઝ્યોથેરાપી માટે જતી હતી. અચાનક યુવતીને પકડી બીભત્સ માંગણીઓ કરી હતી. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

11:06 September 17

ONGC બ્રિજ પર અચાનક કાર સળગી ઉઠવાની ઘટના સામે આવી

સુરત : ઇચ્છાપોર ONGC બ્રિજ પર અચાનક કાર સળગી ઉઠવાની ઘટના સામે આવી છે. એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ સામે આવી રહ્યું છે. ચાલકનો આબાદ બચાવ થયો છે. કાર સળગી ઉઠતા ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી હતી.

11:04 September 17

ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણો લખવામાં આવ્યા

સુરત : શહેરમાં ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણો લખવામાં આવ્યા છે. જિલ્લા કોર્ટની સામે બ્રિજના પિલર પર લખાણ લખવામાં આવ્યા છે. ભગવાન નહીં હૈ પથ્થર હૈ જેવા લખાણો લખવામાં આવ્યા છે. પાંચ મહિના હો ગયા મંદિર તોડ દિયા કહાં હૈ ભગવાન આ પ્રકારનું લખાણ પણ જોવા મળી રહ્યું છે. સુરત પોલીસ કમિશ્નર કચેરીથી માત્ર 300 મીટરના અંતરે લખાયું લખાણ.

09:35 September 17

બંધ ઘરમાં લાગી આગ હતી

સુરત : માંગરોળ તાલુકાના નવપરા વિસ્તારમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. નવાપરાના જમાઈ નગરીમાં એક બંધ ઘરમાં લાગી આગ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન જોવા મળી રહ્યું છે. બંધ ઘરમાં મોટા પ્રમાણમાં બળતણ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સુમીલોન, કામરેજ, ટોરેન્ટ પાવરના ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

09:33 September 17

મોડી રાતથી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો

વલસાડ : જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. મોડી રાતથી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વલસાડ શહેરના અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થઇ ગયા છે. મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીની નદીઓ વહેવા લાગી છે.

08:28 September 17

બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા

અમદાવાદ: ધંધુકા બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયા છે. તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હતા.

08:24 September 17

ઉપલેટા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધવામાં આવી

રાજકોટ : રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આ બાબતની નોંધવામાં આવી છે. ઉપલેટા પોલીસે સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Last Updated :Sep 17, 2022, 11:23 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.