જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણથી કોણ મેળવી રહ્યું છે લાભ, વિપક્ષનો સળગતો સવાલ

author img

By

Published : Aug 1, 2022, 3:56 PM IST

જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણથી કોણ મેળવી રહ્યું છે લાભ, વિપક્ષનો સળગતો સવાલ

અમદાવાદ ખાતે ગુજરાત એગ્રો એસોસિયેશન (Gujarat Agro Association) અને AIWA દ્વારા ઓનલાઈન જંતુનાશક દવા લઈને આગામી રણનીતિ સામે આવી છે. તેમજ ડિગ્રી વગરના લોકો પણ જંતુનાશક (Pesticide Medicine Online) દવાનું વેચાણ કરી રહ્યા છે. વેપારીઓની માંગ છે કે, જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

અમદાવાદ : ગુજરાત એગ્રો એસોસિએશનના (Gujarat Agro Association) તમામ તાલુકા અને જિલ્લા હોદેદારોની અમદાવાદ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંતુનાશક દવા, ખાતર, બિયારણનું ઓલ ઓવર ઇન્ડિયામાં કરોડનો બિઝનેસ છે. ત્યારે આ બિઝનેસ પર હવે ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓએ ફાળ મારી છે. જંતુનાશક દવા, ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ (Traders Protest over Pesticides) સામે વિરોધ નોંધાવ્યો સામે આવ્યો છે.

જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણને લઈને વિરોધ

જંતુનાશક દવાએ ખેતીવાડી વપરાતું ઝેર - હાલમાં ટેકનોલોજીના યુગમાં ઓનલાઇન વેચાણ ખૂબ મોટાપાયે થઈ રહ્યું છે. જ્યારે ખેતીમાં વપરાતી દવાએ ખૂબ ઝેરી હોય છે. જેના કારણે આવી દવા ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ (Ban on online sales) મૂકવા સરકારને અપીલ કરવામાં આવી હતી. કારણે કે ઓનલાઇન મારફતે વહેંચાય તો કુરિયર વખતે અન્ય ખાદ્ય ચીજવસ્તુ સાથે જો તેવા દવા લીકેજ થાય અને અન્ય ખાદ્ય ચીજોવસ્તુમાં ભેળ થાય કે કુરિયર વખતે લીકેજ થાય તો લોકોના જીવ પણ જઈ શકે છે.

જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણથી કોણ મેળવી રહ્યું છે લાભ
જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણથી કોણ મેળવી રહ્યું છે લાભ

આ પણ વાંચો : Duplicate Pesticide Scam : ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચતા શખ્સની વાપીમાંથી ધરપકડ

12 દિવસની ટેક્નિકલ ટ્રેનિંગ ફરજિયાત - ભારત સરકાર દ્વારા જંતુનાશક દવા વેચાણ માટે 12 દિવસની ટ્રેનિંગ ફરજિયાત કરવામાં આવી છે. જો ડીલર આ ટ્રેનિંગ ના લે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવે છે, ત્યારે બીજું બાજુ હવે નવું લાયસન્સ લેવા માટે B.SC સાથે એગ્રીની ડિગ્રી હોવી ફરજિયાત છે. જેથી ઓનલાઇન મારફતે ખેડૂતને નજીકથી અને ખેડૂતો સુધી ડિલરો જ ટેક્નિકલ ટ્રેનિંગ પુરી પાડી શકે તે માટે ઓનલાઈન મારફતે વેચાણ બંધ થાય તેવી (Pesticide Medicine Online) માંગ કરવામાં આવી છે.

ગુજરાત એગ્રો એસોસિયેશન AIWA દ્વારા ઓનલાઈન જંતુનાશક દવા લઈને રણનીતિ
ગુજરાત એગ્રો એસોસિયેશન AIWA દ્વારા ઓનલાઈન જંતુનાશક દવા લઈને રણનીતિ

આ પણ વાંચો : organic farming: કરનાલના ખેડૂતે શુન્ય બજેટમાં કરી જૈવિક ખેતીની શરુઆત

ઓનલાઇન મારફતે ડુબ્લિકેટ ચલણ વધ્યું - વેપારી મંડળ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ઓનલાઈન મારફતે જંતુનાશક દવાઓ બિયારણમાં ડુપ્લિકેટનું (Duplicate Pesticide Medicine) ચલણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ઓનલાઇન પ્રોડક્ટની ચકાસણી થઈ શકતી નથી. તેથી આર્થિક રીતે મોટું નુકસાન થઈ શકે છે. જેના કારણે સમગ્ર દેશના વેપારી ઓનલાઈન જે ખેતી વિષયક બિયારણ કે જંતુનાશક દવાનું વેચાણ બંધ કરવામાં તેવી માંગ કરવામાં આવી હતી. આ આયોજનમાં જેમાં ગુજરાત એસોસિએશન પ્રમુખ પ્રવીણ પટેલ, ધર્મેશ પટેલ, ઓલ ઇન્ડિયા એગ્રો ઇનપુટના પ્રમુખ મનમોહન કલત્રી, સેક્રેટરી અરવિંદ ટિંબડિયા અને અન્ય સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં વેપારી ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા. તેમજ આ મિટિંગમાં ગુજરાતના 600 જેટલા વેપારી હાજરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.