Rain in Gujarat: ચોમાસુ સક્રિય થવાની આગાહી, આ તારીખોમાં ભારે વરસાદ પડી શકે

author img

By

Published : Aug 17, 2021, 12:52 PM IST

Rain in Gujarat: ચોમાસુ સક્રિય થવાની આગાહી, આ તારીખોમાં ભારે વરસાદ પડી શકે

મહામારીનો માર ઝેલી રહેલા લોકો ચોમાસામાં વરુણદેવના રુસણાંથી પણ મુશ્કેલીમાં મૂકાયાં છે. ઊભા થયેવાં વાવેતરને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. આગામી ત્રણેક દિવસમાં ચોમાસુ ફી સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે.

  • ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ ઘટમાં
  • હજુ સુધી 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 37.09 ટકા વરસાદ
  • ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે

અમદાવાદઃ ગુજરાતમાંથી મેઘરાજાએ છેલ્લા બે સપ્તાહથી વિરામ લઇ લીધો છે. રાજ્યમાં હજુ સુધી ૧૨.૨૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 37.09 ટકા વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48 ટકા ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ગુરુવારથી શનિવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

17 ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે

બંગાળની ખાડી પર આગામી ૧૭ ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બંગાળની ખાડી પર આગામી 17 ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થઇ શકે છે. હવામાન વિભાગના મતે ગુરુવારે નર્મદા-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-આણંદ-સાબરકાંઠા-અરવલ્લી-દાહોદ-પંચમહાલ-ખેડામાં મધ્યમ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-સાબરકાંઠા-અરવલ્લીમાં મધ્યમ જ્યારે શનિવારે ભરુચ-સુરત-વલસાડ-તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાંક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.

ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે

રાજ્યમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને પોતાનો પાક સુકાવાનો ભય છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદ થયો નથી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થઈ શકે છે. આજથી એટલે કે 17 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થાય તેવી શક્યતા છે. તો 18-20 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક જિલ્લામાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે 18-20 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ વરસાદની શક્યતા નથી.

આ પણ વાંચોઃ વરસાદ ખેંચાતા ભાદર ડેમ-1માં જળસંકટના એંધાણ

આ પણ વાચોઃ ઉપરવાસમાં નહિવત વરસાદથી બનાસકાંઠાના ત્રણેય જળાશયોના દેખાયા તળિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.