ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી: કોરોનાની સારવારમાં આયુર્વેદિક દવાનો કોર્સ થાય તેવી માંગણી

author img

By

Published : May 13, 2021, 7:42 PM IST

Updated : May 13, 2021, 7:50 PM IST

ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી
ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી

ગુજરાત હાઇકોર્ટમાં ગુરુવારે એડવોકેટ દ્વારા અરજી કરવામાં આવી છે જેમાં કોરોનાની સારવારમાં સરકારી આયુર્વેદિક દવાનો કોર્સ કરાવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જેમ અમદાવાદના ટ્રેનના કોચમાં આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે તેવી જ વ્યવસ્થા બીજા જિલ્લાઓમાં કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

  • કોરોનાની સારવારમાં સરકારી આયુર્વેદિક દવાનો કોર્સની માગ
  • રેમડેસિવિરના કાળાબજારી પર નિયંત્રણની માગ
  • દર્દીઓ-સગા એકબીજાને CCTVથી એકબીજાને જોવે તેવી વ્યવસ્થાનું સૂચન


અમદાવાદ: હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તમામ સરકારી હોસ્પિટલમાં આઈસીયુમાં રહેલ દર્દીઓ તેમના સગા સાથે વાત કરી શકતા નથી. તેમને સતત ચિંતા અને માનસિક તણાવ રહે છે. બેંગ્લોરની સરકારી હોસ્પિટલમાં આઈ.સી.યુ વોર્ડમાં તથા હોસ્પિટલની બહાર મોટા ડિસ્પ્લે બોર્ડ અને સીસીટીવી કેમેરા મૂક્યા છે જ્યાં દિવસના ચોક્કસ કલાકો દરમિયાન દર્દીઓ અને તેમના સગાઓ એકબીજાને જોઈ શકે છે. આવી વ્યવસ્થા ગુજરાતની તમામ હોસ્પિટલમાં કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: 900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી


આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવા સૂચન
અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એલોપથી દવાઓના કારણે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેની આડ અસરથી મ્યુકરમાયકોસિસ જેવો જીવલેણ રોગ થાય છે. જેમાં હોસ્પિટલમાં સારવારમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ પર આવે છે તેની સામે જ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવામાં આવે તો તે ઘણી સસ્તી અને મોટાભાગે અસરકારક હોય છે. તેથી કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક આયુર્વેદિક દવાનો કોર્સ કરવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: સૌરાષ્ટ્રમાં પ્રથમ નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટે કર્યો આદેશ


હોસ્પિટલ ઓક્સિજનના ઉત્પાદન પ્લાન્ટ ફરજિયાત પણે બનાવે
અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોટાભાગની હોસ્પિટલ સિલિન્ડર માટે બહારની એજન્સીઓ પર આધાર રાખે છે. જે ઓક્સિજનની અછતનું મુખ્ય કારણ છે. દરેક હોસ્પિટલ માટે પોતાનો જ ઓક્સિજનનું ઉત્પાદન પ્લાન્ટ ફરજિયાત બનાવવામાં આવે તો ઓક્સિજનની અછતના કારણોસર કોઈપણ નાગરિકનું મોત ન થાય. આ અંગે પણ તાત્કાલિક નિર્ણય થવો જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.

Last Updated :May 13, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.