ETV Bharat / city

દેવ કોમ્પલેક્ષમાં આગ લાગવાનો મામલો: એએમસીએ પોતાનો જવાબ ગુજરાત હાઇકોર્ટમાં કર્યો રજૂ

author img

By

Published : Jul 21, 2022, 10:01 PM IST

દેવ કોમ્પલેક્ષમાં આગ લાગવાનો મામલો: એએમસીએ પોતાનો જવાબ ગુજરાત હાઇકોર્ટમાં કર્યો રજૂ
દેવ કોમ્પલેક્ષમાં આગ લાગવાનો મામલો: એએમસીએ પોતાનો જવાબ ગુજરાત હાઇકોર્ટમાં કર્યો રજૂ

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પલેક્સમાં આગનો (Fire incident at Dev Complex ) મુદ્દો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવવામાં આવી (Negligence on fire safety issue) રહી છે તેવી રજૂઆત સાથે અરજી (Petition in Gujarat High Court)કરવામાં આવેલી છે. આ સંદર્ભે થયેલી સુનાવણીમાં એએમસીએ જવાબ રજૂ કર્યો હતો.

અમદાવાદ- અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલ દેવ કોમ્પલેક્ષમાં આગ (Fire incident at Dev Complex) લાગવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ (Petition in Gujarat High Court)કરવામાં આવી હતી. જે મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી (Hearing in Gujarat High Court) હાથ ધરાઈ હતી. ગત સુનાવણીમાં હાઇકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેનો જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. જેને લઈને આજે એએમસી ફાયર વિભાગે પોતાનો જવાબ (AMC submitted reply in Gujarat High Court) રજૂ કર્યો હતો.

કેવી રીતે કરી હતી કામગીરી - એએમસીએ હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે કે, 30 જૂન 2022ના રોજ જે દેવ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આગ લાગી હતી ત્યારે તેનો ધુમાડો અન્ય માળ ઉપર પણ પહોંચ્યો હતો. આ બિલ્ડિંગની સીડીઓમાં કાચની દીવાલ ન હતી. આગની ઘટનાના સમાચાર મળતા જ થોડા જ સમયમાં ફાયર ફાઈટર્સ દેવ કોમ્પલેક્ષમાં પહોંચી ગયા હતા. સૌ પ્રથમ ચોથા માળ ઉપર રહેલા બાળ દર્દીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં સાથે સાથે અન્ય લોકોને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફાયર ફાઈટરોએ ત્રીજા માલની કાચની દીવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ આગને કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં એકસાથે 42 હોસ્પિટલ સીલ, જાણો કારણ

માન્ય ફાયર એનઓસી છે - એએમસી જવાબમાં એમ પણ રજૂઆત કરી છે કે દેવ કોમ્પલેક્ષ પાસે માન્ય ફાયર એનઓસી છે અને તેને લગાવેલા ફાયર સેફ્ટીના સાધનોનો જ ઉપયોગ ફાયર ફાઈટર્સ (Fire incident at Dev Complex) દ્વારા કરવામાં આવ્યો હતો. આની સાથે જ એએમસી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હાઇકોર્ટના કાયદાના પાલનને અનુલક્ષીને હાઇકોર્ટે અત્યાર સુધી જે પણ આદેશ અને નિર્દેશ કર્યા છે તેનો એએમસી દ્વારા કડક પગલે પાલન કરવામાં આવ્યું છે. એએમસીના સતત પ્રયાસોના લીધે શહેરમાં મોટાભાગની બિલ્ડીંગસ ફાયર એનઓસી મેળવી લીધા છે અને જેમણે પણ ફાયર એનઓસી મેળવવા નથી તેમની સામે કડક પગલાં પણ લેવાઇ રહ્યાં છે.

આ પણ વાંચોઃ વડોદરામાં કોમ્પલેક્સની બાલ્કનીઓ તૂટી, જૂઓ શા માટે તૂટી અને રેસ્ક્યૂ કામગીરી વિશે

અમદાવાદમાં 9163 પાસે માન્ય ફાયર noc - મહત્વનું છે કે, અમદાવાદમાં કુલ 10,447 બિલ્ડીંગ છે.જેમાંથી 18 જુલાઈ 2022 સુધી કુલ અમદાવાદ સિટીમાં 1284 બિલ્ડીંગસ પાસે ફાયર એનોસી નથી. જેમાં રહેણાંકમાં 1062 , કોરમોશિયલ 214 અને ત્રણ શાળા (જેને સીલ માર્યા છે) તે તમામનો સમાવેશ થાય છે.31 ઓક્ટોબર થી 2020 થી લઈને 18 જુલાઈ 2022 સુધીમાં 5680 બિલ્ડિંગ્સને ફાયર noc ઇસ્યુ કરાયેલા છે અને હાલ અમદાવાદમાં 9163 પાસે માન્ય ફાયર noc છે.

55 જેટલી બિલ્ડિંગ્સને સીલ કરાઈ -મહત્વનું છે કે એએમસી એમ પણ જણાવ્યું હતું કે જેમની પાસે ફાયર noc નથી તેમની સામે એએમસી કાર્યવાહી કરીને કુલ 55 જેટલી બિલ્ડિંગ્સને સીલ કરાઈ છે. જેમાં સિનેમા, મલ્ટિપ્લેક્સ, શાળાઓ, હોટલ, રેસ્ટોરન્ટ્સ ,ટ્યુશન ક્લાસીસ, અને હોસ્પિટલનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.