ETV Bharat / city

AAP દ્વારા ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જવાની ચીમકી

author img

By

Published : Sep 6, 2022, 5:58 PM IST

Updated : Sep 6, 2022, 6:31 PM IST

AAP દ્વારા ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જવાની ચીમકી
AAP દ્વારા ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જવાની ચીમકી

આમ આદમી પાર્ટીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ફર્સ્ટ લેવલ ચેકીંગ (EVM First level checking Gujarat) માટે બોલાવવામાં ના આવતા AAP નેતાઓએ હોબાળો મચાવ્યો છે. આ બાબતે, આપના લીગલ સેલ પ્રમુખ દ્વારા ગુજરાત ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જવાની પણ ચીમકી આપી છે. (AAP Slams Election Commission)

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી 2022 (Assembly Elections 2022) પહેલા તમામ પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી (EVM First level checking Gujarat) છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતા EVM મશીન પ્રથમ ચેકિંગ માટે ગુજરાત ઈલેક્શન કમિશન દ્વારા રાજ્યના અમુક જિલ્લામાં બોલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય જિલ્લા EVM મશીન ચેક કરવા માટે બોલાવવામાં ન આવતા ચૂંટણી કમિશનને કોર્ટમાં લઈ જવાની આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા ચીમકી આપવામાં આવી છે. (AAP Slams Election Commission)

AAP દ્વારા ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જવાની ચીમકી

EVM ચેકીંગ આમંત્રણ નહીં : આમ આદમી પાર્ટીના લીગલ સેલના સેક્રેટરી પુનિત જૂનેજાને જણાવ્યું હતું કે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રી ઇલેક્શનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આદેશ અનુસાર, ગુજરાતમાં પ્રથમ લેવલનું EVM મશીનનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ચેકિંગમાં આમ આદમી પાર્ટીને આમંત્રણ આપવામાં ન આવતા પાર્ટીના નેતા દ્વારા ગુજરાત મુખ્ય ઈલેક્શન ઓફિસરને મળ્યા હતા. અન્ય અધિકારી દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું કે, એમણે અમને જાણ કરી કે, તમે રેકોગ્નાઈઝ પાર્ટી (AAP recognized party) નથી.

AAP દ્વારા ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જવાની ચીમકી
AAP દ્વારા ઇલેક્શન કમિશનને કોર્ટમાં લઈ જવાની ચીમકી

મોડાસામાં જિલ્લા ઇલેક્શન ઓફિસરે બોલાવ્યા : મોડાસામાં જિલ્લાના ઈલેક્શન ઓફિસરએ પ્રથમ લેવલ ચેકિંગ માટે બોલાવવામાં હતા, પરંતુ અન્ય જિલ્લામાં ઇલેક્શન અધિકારી દ્વારા બોલવામાં આવ્યા નથી, તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઇલેક્શન કમિશન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાપિત થઈ છે કે નથી થઈ ? શું જુદા જુદા જિલ્લા અધિકારી નક્કી કરશે કે, ગુજરાતની જનતા નક્કી કરશે ? આમ આદમી પાર્ટી દ્વારા ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ આ બાબતની જાણ કરવામાં આવી છે. જો આ મુદ્દે કોઈ નિરાકરણ નહીં આવે તો, ગુજરાત હાઇકોર્ટમાં જવાની ચીમકી આપવામાં આવી છે.

Last Updated :Sep 6, 2022, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.