દિવાળીમાં ઇમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર

author img

By

Published : Oct 29, 2021, 4:17 PM IST

દિવાળીમાં ઇમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર

દિવાળીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. દિવાળીમાં ફટાકડાના કારણે આગ લાગવાની તેમજ રોડ અકસ્માત અને દાઝી જવાના કેસોમાં વધારો નોંધાતો હોય છે. ત્યારે ઇમરજન્સી સર્વીસ 108 દ્વારા દિવાળીને લઇને ખાસ એક્શન પ્લાન ( 108 prepares special action plan for Diwali ) તૈયાર કરાયો છે.

  • ગુજરાતમાં 108 ની 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે
  • સામાન્ય દિવસની સરખામણીએ દિવાળીમાં ઇમરજન્સી કેસોમાં વધારો થાય છે
  • 108 સંલગ્ન 4000 મેડિકલ સ્ટાફ તહેવારોમાં કામ કરશે
  • ફટાકડાથી દાઝી જવાના તેમજ અકસ્માતના કેસોમાં થાય છે વધારો

અમદાવાદઃ દર વર્ષે દિવાળીમાં શહેરીજનો ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરતા હોય છે. જેના કારણે દાઝી જવાના તેમજ અકસ્માતના કેસોની સંખ્યા વધતી હોય છે. સામાન્ય દિવસોમાં 108 હેલ્પલાઇનને 2500 જેટલા ફોન આવતા હોય છે. જેની સંખ્યામાં દિવાળીમા 36 ટકાનો વધારો થાય છે. દિવાળી માટે 108 દ્વારા( 108 prepares special action plan for Diwali ) હેલ્પલાઇનમાં કામ કરતા કર્મચારીઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પાયલોટ સહિત 4000 કર્મચારીઓ તહેનાત કરાયા છે.

તહેવારો દરમિયાન ઇમર્જન્સી કેસમાં કેટલો વધારો?

2018માં સામાન્ય દિવસની સરખામણીએ નવા વર્ષમાં 14.46 ટકા અને ભાઈબીજે 8.48 ટકા ઇમરજન્સી ( 108 emergency ) કેસમાં વધારો થયો હતો. 2019માં સામાન્ય દિવસની સરખામણીએ નવા વર્ષમાં 25 ટકા, ભાઈ બીજના દિવસે 17.33 ટકા ઇમરજન્સી કેસમાં વધારો થયો હતો. 2020માં દિવાળીમાં ઇમરજન્સી કેસમાં 24.42 ટકા નવા વર્ષે 29.26 ટકા અને ભાઈબીજના દિવસે 37.81 ટકા ઇમરજન્સી કેસમાં વધારો થયો હતો.

દિવાળીમાં ફટાકડાના કારણે આગ લાગવાની તેમજ રોડ અકસ્માત અને દાઝી જવાના કેસોમાં વધારો નોંધાતો હોય છે

2021નું અનુમાન

2021માં સામાન્ય દિવસની સરખામણીએ ઇમરજન્સી કેસમાં ( 108 emergency ) દિવાળીએ 16 ટકા નવા વર્ષે 29.26 ટકા અને ભાઈબીજના દિવસે 36 ટકાનો વધારો થવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ 108 ઇમરજન્સી સેવાએ મેળવી નવી સિદ્ધિ, રાજ્યભરમાં હેન્ડલ કર્યાં 1 કરોડથી વધુ કોલ

આ પણ વાંચોઃ નવી 108 હશે વધુ સુવિધાસભર, વધુ સ્પેસ સહિત AC જેવી સુવિધાઓમાં કરાયો વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.