અમદાવાદમાં ડ્રગના પેડલર્સનો આતંક યથાવત, GMDC ગ્રાઉન્ડમાં યુવતી ડ્રગ્સનું સેવન કરતી રંગેહાથે ઝડપાઇ

author img

By

Published : May 27, 2022, 7:28 PM IST

અમદાવાદમાં ડ્રગના પેડલર્સનો આતંક યથાવત, GMDC ગ્રાઉન્ડમાં યુવતી ડ્રગ્સનું સેવન કરતી રંગેહાથે ઝડપાઇ

અમદાવાદમાં ડ્રગના પેડલર્સનો આતંક યથાવત(Drug Peddlers Terrorize in Ahmedabad) જોવા મળ્યો છે. વધુ એક કિસ્સો સામે આવતા વસ્ત્રાપુર પોલીસે એક મહિલાની અટકાયત કરી છે. અમદાવાદમાં ડ્રગના પેડલર્સનો(Ahmedabad Drugs Peddlers) આતંક યથાવતઃ જોવા મળ્યો છે. વસ્ત્રાપુર પોલીસે વધુ એક કિસ્સો સામે આવતા એક મહિલાની અટકાયત કરી છે. આ મામલે એ વ્યક્તિ નું નામ સામે આવતા વસ્ત્રાપુર પોલીસે આગળ તાપસ હાથ ધરી છે.

અમદાવાદ: GMDC ગ્રાઉન્ડ પાસેથી(Consuming Drugs at GMDC ground) DCP ઝોન 1 સ્ક્વોડ અને વસ્ત્રાપુર પોલીસે MD ડ્રગ્સ સાથે એક યુવતીને ઝડપી હતી. પોલીસ તપાસમાં યુવતીએ એક યુવકનું નામ આપ્યાની વિગતો ખુલી છે. આ ડ્રગ્સ મામલે પકડાયેલી યુવતી ગોતા વિસ્તારમાં રહેતી હોવાની વિગતો પોલીસને મળી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં(Vastrapur Police Station) NDPS એકટ(Narcotic Drugs Psychotropic Substances Act) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ
અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ

આ પણ વાંચો: ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાયો - DCP ઝોન 1 લવીના સિંહાના સ્ક્વોડને બાતમી મળી હતી કે, વસ્ત્રાપુર આલ્ફાવન મોલથી(Vastrapur AlphaOne Mall) 132 ફુટ રીંગ રોડથી ચાંદલોડીયા તરફ એક યુવતી ડ્રગ્સ લઇને જતી હોવાની પોલીસને માહિતી મળી હતી. આ દરમિયાન પોલીસે એક રિક્ષા રોકી હતી. જેમા સવાર યુવતી જ્યોતિકાબહેન પરાગ ઉપાધ્યાયને અટકાવી હતી. યુવતી પાસે તપાસ કરતા મેફેડ્રોન ડ્રગ્સનો(Mephedrone drugs) 4.320 ગ્રામનો 43,200નો જથ્થો પકડાયો હતો. પોલીસે કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે NDPS એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે

તપાસમાં એક યુવકનું નામ આવ્આયું સામે - પકડાયેલી યુવતી તેના પતિ અને એક બાળક સાથે રહે છે. યુવતી પોતે પિવા માટે ડ્રગ્સ સાહિલ નામના યુવક પાસેથી લાવી હોવાનું બહાર આવ્યું છે. જોકે ધરપકડના 12 કલાકથી વધુ બાદ પણ પોલીસ યુવતીની યોગ્ય પુછપરછ કરી શકી ન હતી. જ્યોતિકાની તપાસમાં એક યુવકનું નામ ખુલ્યું હતું. પોલીસે આ યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાતનું આ પોર્ટ બન્યું ડ્રગ્સ વેચાણ માટેનું નવું સરનામું

ડ્રગ્સ વારંવાર મળી આવાનો સિલસિયો યથાવત - SG હાઇવે(SG Highway Ahmedabad) અને તેના નજીક વિસ્તારમાં આવેલા કાફે તથા તેની બહારના ભાવે ડ્રગ્સ પેડલરો(Ahmedabad Drugs Peddlers) બેફામ બન્યા છે. શહેરનું યુવા ધન બરબાદ થઇ રહ્યું છે. તેમ છતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓના સ્કવોર્ડ આંખઆડાકાન કરી રહ્યું છે. કચ્છના ક્રીક વિસ્તરમાં ડ્રગ્સ વારંવાર મળી આવાનો સિલસિયો યથાવત રહ્યો છે. આ સાથે જ ગુજરાતના શહેરોમાં પણ ડ્રગ્સ ની આપણે ડ્રગ્સના પેડલર્સ ડ્રગ્સની હેરફેર કરી રહ્યા છે. જેથી હજુ પણ આ ડ્રગ્સનું વર્ચસ્વ youngsters ની લાઈફમાં છવાઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.