ETV Bharat / city

GMDCમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા ડ્રાઇવ થ્રુ વેક્સિન અંગે નીતિન પટેલે કહ્યું, 'હું અજાણ છું'

author img

By

Published : May 27, 2021, 4:38 PM IST

Updated : May 27, 2021, 7:34 PM IST

GMDCમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા ડ્રાઇવ થ્રુ વેક્સિન અંગે નીતિન પટેલે કહ્યું, એ બાબતે હું અજાણ છું
GMDCમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા ડ્રાઇવ થ્રુ વેક્સિન અંગે નીતિન પટેલે કહ્યું, એ બાબતે હું અજાણ છું

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વૈષ્ણોદેવી બ્રિજના નિરીક્ષણ માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમને GMDCમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા ડ્રાઇવ થ્રુ વેક્સિન અંગે પૂછતાં જણાવ્યું હતું કે, હું એ બાબતે અજાણ છું. GMDCમાં ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી પૈસા લઇ વેક્સિન આપવામાં આવી રહી છે. આ વાતથી વિવાદ છેડાયો હતો.

  • મુખ્યપ્રધાનની મંજૂરી લેવાઈ છે કે એ વાતની મને ખબર નથીઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
  • મારી પાસે જાણકારી નથી, AMCનો પોતાનો નિર્ણય હોઈ શકે છેઃ નીતિન પટેલ
  • GMDCમાં એક હજાર રૂપિયાની ફી લઇને લોકોને વેક્સિન મૂકવામાં આવી રહી છે

અમદાવાદઃ GMDCમાં ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી નાણા લઇને લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે આ વાતથી વિવાદ છેડાયો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે GMDC મામલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા ડ્રાઇવ થ્રુ અંગે હું અજાણ છું," રાજ્ય સરકારની કે મુખ્યપ્રધાનની મંજૂરી લીધી છે કે નથી, તે બાબતે મને કશું ખબર નથી એમ કહી પોતાનો જવાબ આપ્યો હતો."

મુખ્યપ્રધાનની મંજૂરી લેવાઈ છે કે એ વાતની મને ખબર નથીઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
મુખ્યપ્રધાનની મંજૂરી લેવાઈ છે કે એ વાતની મને ખબર નથીઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

આ પણ વાંચોઃ Vaccination: GMDC ગ્રાઉન્ડમાં રસી લેવા માટે લાગી લાંબી લાઈન

1000 રૂપિયા આપી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવામાં આવી રહી છે

GMDC ગ્રાઉન્ડ ખાતે AMC અને એપોલો દ્વારા 18 વર્ષથી ઉપરના લોકો માટે PPP ધોરણે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 1000 રૂપિયા આપી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવામાં આવી રહી છે. આ મામલે નીતિન પટેલ જણાવવામાં આવ્યું હતું કે, "આ બાબતથી હું બિલકુલ અજાણ છું, AMCએ નિર્ણય કર્યો હશે, એ તેનો પોતાનો નિર્ણય હોઈ શકે છે." એક બાજુ 18 વર્ષ ઉમરનાને ફ્રી વેક્સિન રજીસ્ટ્રેશન વિના મળતી નથી અને બીજી બાજુ પૈસા લઈને આપવામાં આવી રહી છે.

GMDCમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલા ડ્રાઇવ થ્રુ વેક્સિન અંગે નીતિન પટેલે કહ્યું, એ બાબતે હું અજાણ છું

વિવાદ સર્જાયો

GMDCમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે વિવાદ છેડાયો છે. વૈષ્ણોદેવી બ્રિજના નિરીક્ષણ માટે આવેલા નાયબ મુખ્યપ્રધાનને સવાલ કરાયો હતો કે, આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે "ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન નહીં અપાય, તો શું કોર્પોરેશન રાજ્ય સરકારના ઉપરવટ જઇને આ નિર્ણય લે છે, તે બાબતે નાયબ મુખ્યપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે, આ બાબતે મારી પાસે કોઈ જાણકારી નથી, આ AMCનો પોતાના નિર્ણય હોઈ શકે છે. રાજ્ય સરકાર સાથે કે મુખ્યપ્રધાન સાથે વાત કરી છે કે નહીં એ બાબતે પણ હું બિલકુલ અજાણ છું. જેથી મારી પાસે કોઈ જાણકારી નથી અને કોર્પોરેશને જાહેરાત કરી હશે તો કોર્પોરેશનનો નિર્ણય હોઈ શકે છે" તેવું સ્પષ્ટ કહ્યું હતું.

આ પણ વાંચોઃ Gujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ

વેક્સિનના 1 હજાર લેવાય છે તે બાબતે પૂછતાં નીતિન પટેલે કહ્યું, CMની મંજૂરી મેળવી છે કે નહીં તે બાબતે હું અજાણ છું

GMDC ગ્રાઉન્ડમાં એક હજાર વેક્સિનના દર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને લેવામાં આવી રહ્યા છે, શું આ દર સરકારે નક્કી કર્યા છે એ બાબતે નીતિન પટેલે જણાવ્યું હતુ કે, "હું આ વાતથી પણ અજાણ છું, તેમને રાજ્ય સરકાર કે મુખ્યપ્રધાનને વાત કરી છે કે નહીં એ મને ખ્યાલ નથી." AMC અને એપોલોના સહયોગથી ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થતાં વિવાદ ઉભો થયો છે. કેમ કે, ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન બાબતે રાજ્ય સરકારે પહેલાથી જ મનાઈ ફરમાવી છે તો શા માટે આ નિર્ણય. કેમ કે ઘણા લોકો છે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ શિડ્યુલ ના મળવાના કારણે વેક્સિન મળતી નથી અને બીજી બાજુ આ રીતે પૈસા લઈને વેક્સિન અપાય છે. આમ નીતિન પટેલના નિવેદન અને ડ્રાઇવ થ્રુ વેક્સિન આ બન્ને મામલે ચર્ચાએ જોર પકડ્યું છે.

Last Updated :May 27, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.