ETV Bharat / city

Land Grabbing Act: અમદાવાદ જિલ્લાના 80 ભુમાફીયાઓ સામે ફોજદારી કાર્યવાહી કરાઈ, 19 સામે FIR કરવાનો નિર્ણય

author img

By

Published : Jun 18, 2021, 9:24 PM IST

જિલ્લા કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમિટીએ જિલ્લાના 80 ભુમાફીઆ સામે અલગઅલગ 19 કેસમાં 19 FIR નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે.

Land Grabbing Act
Land Grabbing Act

  • અમદાવાદ જિલ્લાની 1,606 કરોડની જમીન મુક્ત કરવાની કાર્યવાહી
  • જમીન હડપવામાં સંડોવાયેલા ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે
  • અમદાવાદ જિલ્લા કલેકટરે ભૂમાફિયાઓને આપી ચેતવણી

અમદાવાદ: શહેરમાં 2021માં લેન્ડ ગ્રેબિંગના જાન્યુઆરીમાં 5 કેસ, માર્ચમાં 3 કેસ અને મેમાં 8 કેસ દાખલ થતાં કુલ 16 એફઆઇઆર નોંધવામાં આવી હતી. આજની બેઠકમાં કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ અન્ય 3 કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગના હેઠળ FIR નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ભૂમાફિયાઓ સામે જિલ્લા વહિવટી તંત્રની લાલ આંખ

11 સરકારી અને 8 ખાનગી જમીન મુક્ત કરવાની કાર્યવાહી

2021માં લેન્ડ ગ્રેબિંગના 19 કિસ્સામાં 11 સરકારી જમીન અને 8 ખાનગી જમીન ભુમાફીઆના સકંજામાંથી મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા ખાનગી જમીનના કિસ્સામાં 28 ભુમાફીયા અને સરકારી જમીનના કિસ્સામાં 52 ભુમાફીયાઓ સામે ફોજદારી કાર્યવાહી આદરી છે. 1,119.07 કરોડની ખાનગી માલીકીની 2,98,695 ચો.મી. જમીન અને 487.07 કરોડની 2,68,964 ચો.મી. સરકારી જમીન મળી અમદાવાદ જિલ્લાની કુલ 1,606.14 કરોડની 5,67,659 ચો.મી. જમીન ખાલી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. કલેકટરે કહ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં જમીન હડપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે.

આ પણ વાંચો: લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 60 અરજી મળી, 5 અરજીમાં પોલીસ ફરિયાદ દાખલ : ગાંધીનગર કલેક્ટર

ગુનો સાબિત થશે તો 10થી 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે

જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાકધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થાય તો 10થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.