ETV Bharat / city

Crime In Ahmedabad: જમીન દલાલના ઘર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

author img

By

Published : Mar 30, 2022, 10:50 PM IST

જમીન દલાલના ઘર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
જમીન દલાલના ઘર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદના શાહીબાગમાં જમીન દલાલ સાથે અસામાજિક તત્વોએ મારામારી (Crime In Ahmedabad) કરી અને ઘરની આગળ તોડફોડ કરી હતી. સાથે જ જમીન દલાલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

અમદાવાદ: અમદાવાદમાં પોલીસનો ડર ના હોય તેમ હવે અસામાજિક તત્વો (Crime In Ahmedabad) બેફામ બન્યા છે. શાહીબાગ (Clash In Shahibag Ahmedabad)માં જમીન દલાલી કરતા વ્યક્તિના ઘર પર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો પહોંચ્યા હતા. જેમણે મારામારી કરીને જમીન દલાલના ઘરની બહાર તોડફોડ (Sabotage in Ahmedabad) કરી હતી. જે ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ બીભત્સ ગાળો બોલી અને તોડફોડ કરી.

આ પણ વાંચો: મહેસાણાના કરણનગરમાં જમીન દલાલની કાર રોકી ઘાતકી હુમલો કરાયો

મનીષ જૈનને કોલર પકડીને માર માર્યો હતો- અમદાવાદના શાહીબાગમાં રહેતા મનીષ જૈને 4 વર્ષ અગાઉ હેમુ દેસાઈ અને પુનિત શાહ વચ્ચે થયેલી પૈસા બાબતની તકરારમાં સમાધાન કરાવ્યું હતું. જેને લઈને હેમુ દેસાઈ મનીષ જૈનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં મનીષ જૈનને કોલર પકડીને માર માર્યો હતો અને કહ્યું કે, હવે અમારી વચ્ચે ના આવતો નહીં તો જાનથી મારી નાખીશ.

ઘરની આગળ તોડફોડ કરી- આ મામલે મનીષ જૈન શાહીબાગ પોલીસ સ્ટેશન (shahibaug police station)માં ફરિયાદ કરવા ગયા ત્યારે તેમની પત્નીનો ફોન આવ્યો કે, હેમુ દેસાઈ અને તેના 7 મિત્રો ઘરની બહાર દંડા તથા લાકડી લઈને આવ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે. મનીષ જૈન પોલીસ સ્ટેશનથી ઘરે પહોંચ્યા ત્યારે હેમુ દેસાઈ અને તેના સાથીઓ તેમના ઘરની બહાર બીભત્સ ગાળો બોલી રહ્યા હતા અને ઘરની બહાર તોડફોડ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Crime In Ahmedabad: શાહીબાગમાં જમીન દલાલના ઘરે લાકડી-તલવાર વડે હુમલો, નિવૃત પોલીસ પુત્ર સહિત 6ની ધરપકડ

આખી ઘટના CCTV કેમેરામાં કેદ- આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ વચ્ચે આવતા તેના પર પણ દંડો ઉગામ્યો હતો. ત્યારબાદ હેમુ દેસાઈ જતો હતો ત્યારે ધમકી આપી કે, આ વખતે તમે બચી ગયા. હવે મારામાં દખલગીરી કરી તો જાનથી મારી નાંખીશ. આ સમગ્ર ઘટના મનીષ જૈનના ફ્લેટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ મામલે મનીષ જૈને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અને CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.