સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ

author img

By

Published : Oct 12, 2021, 10:27 PM IST

C.R.Patil

હિંમતનગરમાં ભાજપનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિનો સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક માસ્ટરસ્ટ્રોક માર્યો અને કહ્યું કે, 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ધારાસભ્યો હશે. કોણ હશે આ ધારાસભ્યો ? એટલે કે 100 જૂના ધારાસભ્યોમાં હવે રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે કે તેમાં આપણું નામ તો નહી હોય ને ? Etv Bharat નો વિશેષ અહેવાલ

  • 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં 100 ધારાસભ્યો શોધવાના છે: પાટીલ
  • હું કોઈને કાપી ન શકું અને કોઈને આપી ન શકું: પાટીલ
  • ધારાસભ્યોની વાત છે સીધા સાહેબ પાસે જ જાય

અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હસતા ચહેરે હિંમતનગરમાં જણાવ્યું કે, દરેક કાર્યકર ચૂંટણીમાં ટિકીટ માગી શકે છે અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 100 થી વધુ નવા ધારાસભ્યોને શોધવાના છે. પછી પાટીલે એમ પણ કહ્યું કે, અહીંયા બેઠેલા કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહી. ચૂંટણી માટે કયા ઉમેદવારને ટીકિટ આપવી કે નહી તે ભાજપનું હાઇકમાન્ડ નક્કી કરે છે, તે પણ સર્વે કરીને, જે ઉમદેવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે તેવા નવા ચહેરા તક આપવામાં આવશે અને એટલે ભાજપનો દરેક કાર્યકર પ્રજાની સાથે રહે તેમના કામ કરે અને તેમનો વિશ્વાસ સંપાદિત કરવાના પ્રયાસમાં જોતરાઇ જાય.

સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ

કયા 100 ધારાસભ્યો કપાશે ?

પાટીલે વધમાં કહ્યું હતું કે, આ તો ધારાસભ્યોની વાત છે એટલે સીધા સાહેબ જ આવે. ટિકીટ કપાય તો મારી પાસે આવતા નહી. હું કોઈને કાપી શકું નહી અને આપી પણ ન શકું. હાલ જાહેરમાં પાટીલે માસ્ટરસ્ટ્રોક મારી દીધો છે અને આ વાત રાજકીય રીતે ચર્ચાને ચગડોળે ચડી છે કે હવે 100 કયા ધારાસભ્યો કપાશે ? બીજુ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર જીતી હતી અને ત્યાર બાદ કોંગ્રેસમાંથી 13 ધારાસભ્યો ભાજપમાં આવ્યા, એટલે હાલ વિધાનસભામાં 112 બેઠકો સાથે બહુમતી ધરાવે છે.

સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ
સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ

ભાજપના બધા ધારાસભ્યો ટેન્શનમાં

હવે 2022 માં ગુજરાત વિધાનસભામાં 182 બેઠકોની ચૂંટણી યોજાશે, ત્યારે તેમાં પાટીલના નિવેદનથી નક્કી થયું છે કે 100 નવા ધારાસભ્યોને તક આપવામાં આવશે. તેનો ક્રાઈટેરિયા શું હશે ? તે તો ભાજપની રણનીતિ નક્કી હશે તે મુજબ જ થશે પણ જૂનાજોગીઓમાં 100 ધારાસભ્યો કપાશે તેનું શું ? અંદરખાને હાલ તો ચૂંટાયેલા ભાજપના જ 112 ધારાસભ્યો ટેન્શનમાં આવી ગયા હશે કે સાલુ આપણો નંબર તો આમાં નહી હોય ને ?

સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ
સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ

મોદીના નામે વોટ મળે છે

આ અગાઉ પાટીલ એમ પણ કહી ચુક્યા છે કે, મોદીના નામે વોટ મળે છે. આજે હિંમતનગરમાં તેમણે વાક્ય ફેરવીને કહ્યું છે કે, આપણી ભુલ હોય તો પણ મતદારો આપણી ભુલ માફ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને આપણને મત આપે છે. તેમનું કહેવું સ્પષ્ટ છે કે મોદીના નામે વોટ મળે છે, તમને જોઈને નહી.

સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ
સી આર પાટીલનો માસ્ટરસ્ટ્રોકઃ નવા 100 ધારાસભ્યો શોધવાના છે, હવે જૂના 100 ધારાસભ્યોમાં ફફડાટ

પાટીલે કાર્યકરોમાં આશાવાદ જગાવ્યો

બીજી તરફ પાટીલનો માસ્ટર સ્ટ્રોક એટલા માટે કહી શકાય તે 100 નવા ધારાસભ્યોમાં કોણ ? એટલે તમામ કાર્યકરો પુરા જોશથી કામ કરવા લાગી જાય. આપણો નંબર પણ 100 માં આવી જાય. જેમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને લોટરી લાગી ગઈ અને નવા પ્રધાનમંડળમાં નવા જ ધારાસભ્યોને રાતોરાત પ્રધાનપદ મળી ગયું, તે રીતે આપણો પણ નંબર આવી જાય તો. ટિકીટ મળી જશે, તેવા વિશ્વાસ અને સપનામાં રાચતા ભાજપના જ કાર્યકરો વધુ સારી રીતે પ્રચારપ્રસારમાં લાગી જાય. પ્રજા વચ્ચે રહીને પ્રજાના જ કામ કરવા લાગી જાય. ટૂંકમાં પાટીલે કાર્યકરોને નવો આશાવાદ જગાવ્યો છે કે તમારો પણ નંબર આવી શકે છે.

ભાજપ હવે પ્યોર પરફોર્મન્સ બેઈઝ પાર્ટી બની

રાજકીય વિશ્લેષક પાલા વરુએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 100 જૂનાજોગી કપાવાના હોય તો ડર આવી જ જાય. ભાજપ માટે ‘નો રીપીટ’ થીયરીએ એક્સપેરિમેન્ટ નથી. તેઓને આ અગાઉ સારી એવી સફળતા મળી ચુકી છે. કોમન પબ્લિક પણ તેને સહર્ષ સ્વીકારે છે. ભાજપ હવે પ્યોર પરફોર્મન્સ બેઝઈ પાર્ટી બની ગઈ છે, સગાવાદ નહી, લાગવગ નહી, માત્ર તમે પ્રજા વચ્ચે છો તો તમને તક મળશે તે નક્કી.

દરેક પાર્ટીની રણનીતિ હોય છેઃ ભાજપ

ભાજપ પ્રદેશ સહપ્રવકતા કિશોર મકવાણાએ ETV Bharat ને કહ્યું હતું કે, ભાજપનો લક્ષ્ય 182 બેઠકો જીતવાનો છે, દરેક પાર્ટીની અલગ રણનીતિ હોય છે અને તે લક્ષ્ય હાંસલ કરવા માટે ભાજપનો કાર્યકર્તા પુરા આત્મવિશ્વાસ સાથે તૈયાર છે, આથી મને લાગે છે કે અમારા પ્રદેશ પ્રમુખે જે કહ્યું હશે તે બહુ વિચારીને કહ્યું હશે.

ભાજપે ચહેરા નહી ચરિત્ર બદલાની જરૂર છેઃ કોંગ્રેસ

કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સૌથી અગત્યની વાત એ છે કે ભાજપ કોને ટિકીટ આપે, કોને કાપે તે તેનો અંદરનો મામલો છે પણ ભાજપમાં ઉકળતો ચરૂ છે. જેને શાંત પાડવાને બદલે પાટીલ વધુ ગરમ કરી રહ્યા છે. 100 ધારાસભ્યો નવા આવશે, તેમ કહેવાને બદલે તેમણે ગુજરાતના વિકાસની વાત કરવી જોઈએ. આવું કહી તે શું સાબિત કરવા માગે છે. સીએમ બદલી નાંખ્યા, આખ્યુ પ્રધાનમંડળ બદલી નાંખ્યું અને હવે 100 દિવસના કામનો એજન્ડાની વાતો કરે છે પણ 1500 દિવસ જૂની સરકારે શું કામ કર્યું, તેનું ચિંતન કરવું નથી. બસ ચહેરા બદલાવાથી ગુજરાતનો વિકાસ નહી થાય. ભાજપ ચહેરા નહી ચરિત્ર બદલવાની જરૂર છે.

2022 માં પ્રજા સરકારને બદલી નાંખશેઃ આપ

આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ઈસુદાન ગઢવીએ ETV Bharat ને કહ્યું કે ભાજપે જનાધાર ગુમાવી દીધો છે. એન્ટીઈકમ્બન્સી આવી છે, સીએમ સહિત આખુ પ્રધાનમંડળ બદલી નાંખ્યું છે અને હવે ધારાસભ્યો બદલશે. પણ જનતા જાણી ગઈ છે, જેથી 2022માં પ્રજા સરકારને જ બદલી નાંખશે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ETV Bharat ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.