ETV Bharat / city

રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ

author img

By

Published : Jan 19, 2022, 5:47 PM IST

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો(Continuous increase in corona cases in Gujarat) જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. સરકારે પણ કોરોના સ્થિતિને પહોંચી વળવા માટે સમીક્ષા બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આજે રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને આરોગ્યપ્રધાન વચ્ચે કોરોના બાબતે બેઠક યોજાઇ(Meeting between a member of Covid Task Force and Minister of Health regarding Corona ) હતી.

રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ
રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ

અમદાવાદ : કોરોના સંક્રમણ હવે દિનપ્રતિદિન ખુબજ વધી રહ્યું છે. કોરોનાને(corona) નિયંત્રણામાં લાવવા માટે આરોગ્ય વિભાગ(Department of Health) પણ હવે સજાગ બન્યું છે. સરકાર કોરોનાની દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત બેઠકો બોલાવી રહી છે. આ સંદર્ભે આજે અમદાવાદ રિવરફ્રન્ટ હાઉસ ખાતે સરકાર અને ટાસ્કફોર્સના સભ્યો વચ્ચે એક બેઠક યોજાઇ હતી, જેમાં સંયુક્ત રીતે લોકોને કોરોનાથી બચવા શું કરવું જોઈએ તેની જાણકારી આપવામાં આવી હતી.

રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ

આરોગ્યપ્રધાને લોકોને અપીલ કરી

આરોગ્યપ્રધાને બેઠકમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે, રાજ્યમાં દિવસે દિવસે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે SOP પણ જાહેર કરી છે, જેનું પાલન લોકોએ કરવું જોઇએ. પ્રજા SOPનું પાલન નહી કરે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ટાસ્કફોર્સના સભ્ય ડો. દિલીપ માવલંકરે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કોરોના વધી રહ્યો છે તેને ધ્યાને લઇ તમામ લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ, મેળાવડા કરવાનું ટાળવું જોઈએ, પ્રસંગોમાં ભીડ ન કરવી જોઈએ, લક્ષણો હોય તો આઇસોલેશન થઈ જવું, શરદી-ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો.

રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ
રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ

ડેલ્ટા અને ઓમિક્રોન વચ્ચે તફાવત જાણો

ટાસ્કફોર્સના સભ્ય ડો. અતુલ પટેલે જણાવ્યું કે, અત્યારે જે કેસો આવે છે તેમાં મોટાભાગના ઓમિક્રોનના કેસો છે. ગત વર્ષે આવેલા ડેલ્ટા અને ઓમિક્રોન બન્ને વચ્ચે મોટો તફાવત છે, ઓમિક્રોન કોઈપણ ઇમ્યૂનિટીને સામે પણ અસરકારક છે. ડેલ્ટા શરીરના અવયવોને નુકસાન કરતો હતો તો ઓમીક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાને ઓછું નુકસાન કરે છે જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછું દાખલ થવું પડે છે જેથી તમામ લોકોએ ધ્યાન રાખવું ખુબ જરૂરી બન્યું છે.

રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ
રાજ્યમાં આગામી સમયમાં એક લાખ જેટલા કોરોનાના કેસો નોંધાવાની શક્યતાઓ રહેલી છે : કોવિડ ટાસ્કફોર્સ

આગામી દિવસોમાં 50 હજારથી 1 લાખ કેસો આવે તેવી સંભાવનાઓ

રાજ્યમાં જે રીતે કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે, તેને જોતા અવું લાગે છે કે, આગામી સમયમાં કેસની સંખ્યમાં વધારો થઇને 50,000થી ઉપર જઇ શકે છે. કોરોનાના વધતા સંક્રમણ મામલે રાજ્ય સરકારે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે બેઠક કરી હતી, જેમાં ટાસ્કફોર્સ દ્વારા કેટલાક સૂચનો પણ સરકારને કરાયા છે. કોરોનાના કેસોને જોતા લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા હાલ એલર્ટ કરવામાં આવ્યું છે વેક્સિનેશન પણ સારા પ્રમાણમાં થયું છે.

રાજ્યમાં સૌથી વધુ 60થી 70 ટકા કેસો ઓમિક્રોન વાઇરસના

રાજ્યમાં ઓમિક્રોન ખુબજ ઝડપથી પ્રસરી રહ્યો છે, હાલમાં 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો નોંધાયા છે. લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જેમને પણ વેકસીન લીધી નથી તેઓએ તરત વેકસીન લઈ લેવી જોઈએ છે. ઓમિક્રોન માટેની પણ હજી સુધી કોઇજ દવા શોધાઇ નથી માટે તકેદારી રાખવી જરુરી છે.

આ પણ વાંચો : Gujarat Corona Update: પ્રથમ અને બીજી લહેરનો રેકોર્ડ તૂટ્યો, એક જ દિવસમાં 17,119 કેસ નોંધાયા

આ પણ વાંચો : Corona In Surat: ત્રીજી લહેરની લગ્નસરાની સીઝન પર અસર, મિલ માલિકો અને કાપડના વેપારીઓએ શરૂ કરી શ્રમિકોની છટણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.