કોંગ્રેસનો દાવો - "ખેડૂતોના દેવા માફ અને વિજળી બિલ હાફ" કરાશે

author img

By

Published : Feb 27, 2022, 8:00 PM IST

Updated : Feb 28, 2022, 7:00 AM IST

ગુજરાત કોંગ્રેસે ત્રિદિવસીય શિબિરના અંતિમ દિવસે જૂની પેંશન યોજના સહિત અન્ય મુદ્દાઓ પર લીધો સંકલ્પ

ગુજરાત કોંગ્રેસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબિરનું (Congress Chintan Shibir) આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ દિવસે કોંગ્રેસે સંકલ્પ (Gujarat Assembly Election 2022) પત્ર રજૂ કર્યો હતો. આ પત્રમાં પ્રજાલક્ષી મુદ્દાઓને પ્રાધાન્ય (Priority to community issues) આપવામાં આવ્યું હોવાનો કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો છે.

દ્વારકા: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો જંગ જીતવા (Gujarat Assembly Election 2022) કોંગ્રેસે પ્રજાહિતના 12 મુદ્દાનો સંકલ્પ (Congress Chintan Shibir) કર્યો છે. જેમાં પવિત્ર દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસના આગેવાનોએ ત્રણ દિવસના ચિંતન શિબિરમાં આગામી સમયના આંદોલનથી માંડીને તમામ કાર્યક્રમો અંગે બ્લૂપ્રિન્ટ બનાવી છે. કોંગ્રેસનું મુખ્ય ફોકસ ખેડૂતો, મોંઘવારી અને બેરોજગારી દૂર કરવાનો સંકલ્પ (focus of Congress is eradicate inflation and unemployment) લેવામાં આવ્યો છે. કોંગ્રેસે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં ખેડૂતોના દેવા માફ અને વિજળી બિલ હાફ કરવાનું વચન આપ્યું છે.

ગુજરાત કોંગ્રેસે ત્રિદિવસીય શિબિરના અંતિમ દિવસે જૂની પેંશન યોજના સહિત અન્ય મુદ્દાઓ પર લીધો સંકલ્પ

તાલુકા દીઠ આરોગ્ય અને શિક્ષણ સુવિધા વધારવા પર ફોક્સ

મહિલાઓને કનડતો મોંઘવારીનો પ્રશ્ન દૂર કરવા ગેસનો બાટલો માત્ર 500 રૂપિયામાં જ મળશે તેવી વાત કરી છે, આ સાથે સરકારી નોકરીના તમામ મંજૂર મહેકમ ભરવાનો વાયદો કરવામાં આવ્યો છે, દરેક તાલુકા દીઠ આરોગ્ય અને શિક્ષણ સુવિધા વધારવા પર ફોક્સ (Focus on enhancing health and education facilities) કરવામાં આવશે. તાલુકા મથકે મહાત્મા ગાંધી મોડેલ શાળા બનાવવાનું વચન આપ્યું છે અને આરોગ્ય સુવિધા વધારવાની, આરોગ્ય સ્ટાફની ભરતી કરવાનો વાયદો કર્યો છે.

આ પણ વાંચો: ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ પર ગહેરાઈથી ચર્ચા : અમિત ચાવડા

કોંગ્રેસ જૂની પેંશન યોજના કરશે શરૂ

રાંધણ ગેસ સિલિન્ડરલની કિંમત રૂપિયા 500થી વધુ ન ચુકવવી પડે તે સુનિશ્વિત કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોરોના મૃતકોના સગાને 4 લાખની સહાય અને પરિવારદીઠ એકને સહકારી નોકરી આપવાનો સંકલ્પ રજૂ કરાયો છે. કોંગ્રેસે 2004ની જૂની પેંશન યોજના ફરી એકવાર લાગુ કરવાનો પણ વાયદો આપ્યો છે.

શિબિરમાં પ્રજાને પડતી મુશ્કેલીઓ પર થઈ ચર્ચા

કોંગ્રેસ પક્ષની ત્રણ દિવસની દ્વારકા ચિંતન શિબિરમાં પ્રજાને પડતી મશ્કેલી – પ્રવર્તમાન સ્થિતિ પર વિસ્તૃત જુથ ચર્ચા બાદ સમસ્યા અને કોંગ્રેસ પક્ષનો અભિગમ – દ્વારકા સંકલ્પ પત્ર જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, મોંઘવારીમાંથી મુક્તિ આપવા માટે રાંધણ ગેસ સિલિન્ડરલની કિંમત રૂપિયા 500થી વધુ ન ચુકવવી પડે તે સુનિશ્વિત કરાશે તેવું વચન આપ્યું છે.

ત્રિરંગા કલીનીક સ્થાપવામાં આવશે

રાજ્યની કથળી ગયેલ આરોગ્ય સેવાને સુદ્રઢ કરવા માટે સમગ્ર રાજ્યના તમામ PHC, CHC સરકારી દવાખાનાનું આધુનિક અને પર્યાપ્ત સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે. તમામ સ્તરે ડોક્ટરો, સુપર સ્પેશ્યાલીટી ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ ભરતી કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં વોર્ડ કક્ષાએ સેવા, નિદાન, સારવાર આપતા ત્રિરંગા કલીનીક સ્થાપવામાં આવશે... કોવિડના તમામ મૃતક પરિવારજનોને ચાર લાખની સહાય તુરંત પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો: આગામી સમયમાં કોંગ્રેસ બેરોજગારી, મોંધવારી મુદ્દે સરકારને ઘેરશે: રઘુ શર્મા

રોજગાર લક્ષી શિક્ષણની અલાયદી વ્યવસ્થા ઉભી કરવાનો સંકલ્પ

શિક્ષણના વ્યાપારીકરણ થકી થતા શોષણમાંથી વાલીઓને મુક્તિ આપવા માટે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલ મોડલ શિક્ષણ સંકુલ સ્થાપવામાં આવશે. કન્યાઓ માટે સ્નાતક સુધી શિક્ષણ મફત આપવામાં આવશે. શિક્ષણનો અધિકાર કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. રોજગાર લક્ષી શિક્ષણના અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ખેતી લક્ષી સામગ્રીઓ પરનો GST રદ કરવા કેન્દ્ર પર દબાણ કરાશે

વર્તમાન સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે દેવાદાર બનેલા ખેડૂતોને શોષણમાંથી મુક્તિ આપવામાં આવશે. ખેડૂતના દેવા માફ અને વીજળી બીલ હાફ યોજના અમલ કરવામાં આવશે. વર્તમાન જમીનમાપણી તાત્કાલિક ધોરણે પહેલી કેબીનેટ મીટીંગમાં રદ કરવામાં આવશે. તમામ ખેતપેદાશોની ચુસ્તપણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર પાંચ રૂપિયા સબસીડી આપવામાં આવશે. ખેતીના ઓજારો, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પરનો GST રદ કરવા કેન્દ્ર સરકાર પર દબાણ કરાશે.

Last Updated :Feb 28, 2022, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.