ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

author img

By

Published : Feb 11, 2021, 8:19 PM IST

કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

આગામી 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂવારે શપથ જાહેર કરવામાં આવી છે અને ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી દીધો છે.

  • કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
  • સત્તામાં આવ્યાંના 24 કલાકની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે કોંગ્રેસ દ્વારા શપથ લેવામાં આવ્યાં
  • સરકારી સેવાઓ મફત મળે અને સુવિધાઓ માટે ગુજરાત કાર્ડ અપાશે

અમદાવાદઃ આગામી 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ગુરૂવારે શપથ જાહેર કરવામાં આવી છે અને ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી દીધો છે.

ચૂંટણી ઢંઢેરામાં કરેલી જાહેરાતો

  • કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ
  • અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મફત
  • વરસાદી પાણીના નિકાલ માટે એક્સપર્ટની મદદથી કામગીરી
  • શહેરમાં પાર્કીંગની સુવિધાઓ ફી
  • પીવાનું પાણી મફતમાં મળે તે પ્રકારની સુવિધાઓ
  • શહેરમાં ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે
  • હોસ્પિટલ અને દરેક વોર્ડમાં ક્લિનિક
  • કોરોના કાળમાં નુકસાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ સુધી ટેક્સમાં રાહત
  • મકાન વેરામાં 50 ટકા સુધીનો ઘટાડો

કોર્પોરેશનમાં ખાલી પડેલી તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો તે આ તમામ પ્રકારના કાર્યો કરશે અને સાથે જ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ પત્રમાં લખવામાં આવેલા તમામ શબ્દોનું પાલન કરવામાં આવશે. ભાજપ દ્વારા ફક્ત વાયદાઓ કરવામાં આવતા હતા, પરંતુ કોંગ્રેસ દ્વારા શહેરના નગરજનોને સરકારી સેવાઓ મફત મળે અને સાથે જ સુવિધાઓ માટે ગુજરાત કાર્ડ પણ આપવામાં આવશે. મહત્વનું છે કે, સત્તામાં આવ્યાંના 24 કલાકની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે કોંગ્રેસ દ્વારા શપથ લેવામાં આવ્યાં છે, તો બીજી તરફ કોર્પોરેશનમાં ખાલી પડેલી તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ સત્તા પર આવીને તરત જ શરૂ કરવામાં આવશે.

ભ્રષ્ટાચાર વગેરે દૂર કરવાની શપથ લેવામાં આવી

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપ પક્ષની જેમ ખોટા વાયદાઓના બદલે શપથ લઇને તમામ જે ઉમેદવારો છે તે મત માંગવા માટે વિસ્તારોમાં જઈ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસની કોર્પોરેશન સત્તા આવશે તો તમામ નાગરિકોને મફતમાં શિક્ષણ આપવામાં આવશે, તેમજ ભ્રષ્ટાચાર વગેરે દૂર કરવાની શપથ લેવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.