ETV Bharat / city

અષાઢી બીજે રથયાત્રા યોજાવા અંગે અસમંજસ પણ મંદિર તૈયારીઓથી ધમધમ્યું

author img

By

Published : Jun 18, 2020, 6:12 PM IST

અષાઢી બીજે રથયાત્રા યોજાવા અંગે અસમંજસ પણ મંદિર તૈયારીઓથી ધમધમ્યું
અષાઢી બીજે રથયાત્રા યોજાવા અંગે અસમંજસ પણ મંદિર તૈયારીઓથી ધમધમ્યું

સુપ્રીમ કોર્ટે ભારતમાં યોજાતી સૌથી મોટી રથયાત્રા, ઓડિશાની જગન્નાથ પુરીની રથયાત્રાને કોરોના વાઇરસના સંકટને લઈને રદ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ 23 જૂને યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પર પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયું છે. આ સંજોગોમાં પણ મંદિર ટ્ર્સ્ટ તરફથી રથયાત્રાને લઇને જે કોઇ તૈયારીઓ કરવાની થતી હોય છે તે કરી દેવામાં આવી છે.

અમદાવાદઃ અમદાવાદવાસીઓ માટે અષાઢી બીજ એ ખૂબ જ મહત્વ ધરાવે છે.કારણ કે,આ દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરની યાત્રાએ નીકળે છે. લગભગ તમામ અમદાવાદવાસીઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસના સંક્રમણને જોતાં પરિસ્થિતિઓ અલગ છે. સરકાર પણ ખુદ અવઢવમાં છે કે, રથયાત્રાને મંજૂરી આપવી કે નહીં.બીજી તરફ હાઈકોર્ટમાં પણ રથયાત્રાના આયોજનને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવેલ છે.

અષાઢી બીજે રથયાત્રા યોજાવા અંગે અસમંજસ પણ મંદિર તૈયારીઓથી ધમધમ્યું

બીજી તરફ જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. મંદિરને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. ભક્તો જ્યાંથી દર્શન કરે છે તે જગ્યાએ રેલિંગો પણ ઊભી કરી દેવામાં આવી છે. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાનના રથને પણ સમારકામ અને રંગવાનું કાર્ય લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. મંદિર અને તેના પ્રાંગણમાં નવી ધજાપતાકાઓ લાગી ચૂકી છે. ભક્તો માટે પણ સૂચનાઓને લગતાં હોર્ડિંગ્સ લાગી ચૂક્યાં છે.

સૌથી અગત્યની વાત એ છે કે અમદાવાદનું જગન્નાથ મંદિર જમાલપુર વિસ્તારમાં આવેલું છે. જ્યાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. સાથે સાથે રથયાત્રાનો રૂટ પણ સૌથી વધુ કન્ટેનમેન્ટ ઝોનમાંથી પસાર થાય છે. ત્યારે મંદિરના ટ્રસ્ટીઓએ રથયાત્રા યોજવી કે નહીં તેનો નિર્ણય સરકાર અને હાઈકોર્ટ પર છોડયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.