ETV Bharat / city

આગામી ચૂંટણીઓ માટે ભાજપ મેદાને: શું હશે રણનીતિ?

author img

By

Published : Jan 19, 2022, 5:12 PM IST

આગામી ચૂંટણીઓ માટે ભાજપ મેદાને: શુ હશે આગામી રણનીતિ?
આગામી ચૂંટણીઓ માટે ભાજપ મેદાને: શુ હશે આગામી રણનીતિ?

20 જાન્યુઆરી, 2022ના રોજ આગામી ચૂંટણી(Gujarat assembly election 2022)ઓ માટે રાજયભરમાં કુલ 579 મંડળોમાં એક સાથે પ્રદેશ ભાજપ બેઠક યોજવા જઇ રહ્યું છે. જેમાં ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, નગરપાલિકા અને જીલ્લા પંચાયતના પ્રમુખો તેમજ તેના સભ્યો સહિત 40 હજાર જેટલા કાર્યકરો ભાગ લેશે.

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat assembly election 2022) માટે આવતીકાલે તારીખ 20 જાન્યુઆરી, 2022ના રોજ રાજયભરમાં કુલ 579 મંડળોમાં એક સાથે પ્રદેશ ભાજપ બેઠક (Bjp meeting on Gujarat election) યોજવા જઇ રહ્યું છે. જેમાં ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, નગરપાલિકા અને જીલ્લા પંચાયતના પ્રમુખો તેમજ તેના સભ્યો સહિત 40 હજાર જેટલા કાર્યકરો ભાગ લેશે.

40 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે

ભાજપના અગ્રણી હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ બેઠક બપોરે 12.15 કલાકે શરૂ થશે અને આશરે બે કલાક સુધી ચાલશે. આ બેઠકમાં અલગ-અલગ જગ્યાએ અંદાજીત 40 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ પ્રથમ વખત એક સાથે આ બેઠક ગુજરાત પ્રદેશમાં યોજાનાર છે.

પેજ સમિતિનું શસ્ત્ર

આવનાર ગુજરાત વિઘાનસભામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતમાં 182 બેઠકો જીતવા જે પેજ સમિતિ (Bjp page committee)નું શસ્ત્ર આપ્યુ છે, તે અંગે ચર્ચા કરવામાં આવશે. પેજ સમિતિને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવશે. તેમજ બાકી રહેલ પેજ સમિતિને ઝડપથી પૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કરાયેલા વિવિધ વિકાસના કામો, પ્રજાલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ચર્ચા કરાશે.

ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચા

આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સંગઠનને વધુ મજબૂત કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે સાથે સંગઠાનત્મક ચર્ચા કરવામાં આવશે. કોરોનાની ગાઇડલાઇન સાથે ગુજરાતમાં એક સાથે એક સમયે 579 સ્થળો પર બેઠક યોજાશે.

આ પણ વાંચો: UP Assembly Elections 2022: યુપી ચૂંટણીમાં બિકીની અને સોશિયલ મીડિયાની વાર્તા

ગુજરાત મોડલને લોકો વચ્ચે લઈ જવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલ (Gujarat model of pm modi) અને તેની ઉપલબ્ધિઓને નાગરિકો વચ્ચે લઈ જવા કાર્યકરોને માર્ગદર્શન અપાશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં હજારો લોકો મોતને ભેટ્યા હોવા છતા ભાજપ તેને 'અડીખમ ગુજરાત' તરીકે ભેરવીને લોકો વચ્ચે લઇ જવાની મૂર્ખતા કરી રહ્યું છે.

આ પણ વાંચો: Aparna Yadav joins BJP: મુલાયમસિંહ યાદવના નાના પૂત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.