ETV Bharat / city

જીએસટી રિફંડ પર વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ, અમદાવાદમાં અરવિંદ કેજરીવાલનું ચૂંટણી વચન

author img

By

Published : Sep 12, 2022, 7:38 PM IST

જીએસટી રિફંડ પર વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ, અમદાવાદમાં અરવિંદ કેજરીવાલનું ચૂંટણી વચન
જીએસટી રિફંડ પર વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ, અમદાવાદમાં અરવિંદ કેજરીવાલનું ચૂંટણી વચન

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઇને મતદારો સુધી પહોંચવાની પૂરજોર કોશિશ કરી રહી છે. વારંવાર ગુજરાત આવી રહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાતના મતદારોની દુખતી નસ દબાવતાં મુદ્દાઓને લઇને છૂટે મોંએ વચનોની લહાણી આપી રહ્યાં છે. આજે પણ અમદાવાદમાં વેપારીઓ સાથે સંવાદ કરતાં શું કહ્યું જૂઓ. Arvind Kejrival in Ahmedabad , Conversaton wirh Treders on GST Refund , Aam Aadmi Party, Gujarat Assembly Election 2022

અમદાવાદ અમદાવાદમાં બોડકદેવમાં યોજાયેલા વેપારી સાથેના સંવાદ કાર્યક્રમમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે વેપારીને આકર્ષવા પૂર્ણ પ્રયાસો કર્યાં હતાં. અરવિંદ કેજરીવાલે સિંધુભવન રોડ પર આવેલા ગ્વાલીયા SBR ખાતે વેપારીઓ સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે હું ફલાઈટમાં ગુજરાત આવતો હતો ત્યારે અમદાવાદના એક વેપારી સ્ટોક બ્રોકર હતા. તેઓએ કહ્યું કે હું સીએમની બાજુમાં બેઠો છું. તેણે મને ફોટો લેવાનું કીધું પણ પછી કહ્યું ગરબડ થઈ જશે. આજકાલ તમારી પાછળ ED અને CBI પડી છે તો મારા પાછળ પણ પડી જશે. વેપારીઓ ડરેલા છે. દેશના વેપારીઓ ડરેલા હશે તો દેશ ક્યાંથી આગળ આવશે. હું સાંજે ગુજરાતમાં ઓફિસ આવ્યો ત્યારે ખબર પડી કે અમદાવાદ ઓફિસ દરોડા પડ્યા પણ કઈ ન મળ્યુ. સવારે પોલીસ કહે છે અમે રેડ કરી જ નથી. ત્રણ લોકો આવ્યા અને તપાસ કરી તેમનું આઈકાર્ડ માંગવામાં આવ્યું તો બતાવ્યું.

વેપારીઓને મનગમતો વિષય ચર્ચીને આકર્ષવાનો પ્રયત્ન

એકપણ સરકારી કર્મચારી કે પોલીસકર્મીઓની હિંમત નહી થાય કે પૈસા માગે આમ આદમી પાર્ટી સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે વેપારીઓને કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભયમુક્ત વાતાવરણ આપવામાં આવશે. લોકોના મનમાંથી ડર કાઢવાની જરૂર છે. સૌથી વધુ GSTથી વેપારીઓ દુઃખી છે. GSTને એટલું મજબૂત કર્યું છે કે આ બાબતને સરળ બનાવીશું. કેન્દ્ર અને ગુજરાત લેવલે પણ રજૂઆત કરીશું. GSTને સરખું કરવું જરૂરી છે. વેપારીઓની એક જ મોટી સમસ્યા પેમેન્ટની છે. માલ વેચીએ પરંતુ ચુકવણી થતી નથી જેથી વેપારીઓ તેના માટે ડૂબે છે. આ બાબતે અમે ખૂબ જ ચર્ચા કરી રહ્યા છીએ અને તેનો કાયદો બનવો જોઈએ તેવી વ્યવસ્થા કરીએ છીએ. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બાદ ગુજરાતમાં સરકાર બનશે તો 6 મહિનામાં રિફંડ કરીશું. અમે ભ્રષ્ટાચારમુક્ત શાસન લાવીશું. એકપણ સરકારી કર્મચારી કે પોલીસકર્મીઓની હિંમત નહી થાય કે પૈસા માગે.

ગુજરાતમાં અમારી સરકાર બની તો ભ્રષ્ટાચારમુક્ત શાસન આપશે. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે. જેની ગેરંટી આપવા માટે આવ્યા છે. ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થયો છે, જેટલા પણ પેપરો ફૂટ્યા છે તે તમામની અમે તપાસ કરાવીશું. કોઈપણ ધારાસભ્ય, મંત્રી કે મુખ્યપ્રધાન ભ્રષ્ટાચાર નહીં કરે. દોષિતોને કડક સજા અપાવીશું. ભ્રષ્ટાચાર નહીં થાય તેના કારણે જે પણ પૈસા બચશે તેને પ્રજાના કામો માટે વાપરવામાં આવશે. અત્યારે જે પૈસા બેંકમાં ગયા છે તે પ્રજાના કામમાં ઉપયોગમાં લેવાશે. Arvind Kejrival in Ahmedabad , Conversaton wirh Treders on GST Refund , Aam Aadmi Party, Gujarat Assembly Election 2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.