ETV Bharat / city

અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

author img

By

Published : Apr 4, 2021, 10:00 AM IST

અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું
અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર તો ઘણા પકડાયા પરંતુ પહેલી વખત સાયબર ક્રાઇમના હાથે કોલસેન્ટરના ઓથોરાઈઝરની ધરપકડ કરવામાં આવી છે. જે કોઈ એક કોલસેન્ટર સાથે નહીં, પરંતુ ઘણા કોલસેન્ટરના સંચાલકો સાથે રહીને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું
  • વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતો હતો
  • વિદેશી નાગરિક બની ખોટી ઓળખ ઉભી કરી વેરિફિકેશન કરાવતો હતો

અમદાવાદ: સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ તિલક સંજયભાઈ જોશી છે. જે સીમા હોલની સામે આવેલા હોલની સામે આવેલા પ્રેરણા આગમ ફ્લેટમાં બેસી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો. તિલક જોશી પોતે કોલ સેન્ટર નથી ચલાવતો, પરંતુ ગુજરાત અને તેની બહાર ચાલતા કોલ સેન્ટરોમાં ઓથોરાઈઝર તરીકે કામ કરતો હતો અને છેતરપિંડીની 25 ટકા રકમ મેળવી લેતો હતો. સાયબર ક્રાઈમે આરોપી પાસેથી 8 મોબાઇલ, 4 લેપટોપ અને 6 કાર્ડ સ્વાઈપ મશીન કબજે કર્યા છે.

ગ્રાહકની ખોટી ઓળખ ઊભી કરીને બેંક વેરિફિકેશન કરાવતો

આરોપી તિલકની પૂછપરછ કરતા સામે આવ્યું કે, દેશભરના કોલ સેન્ટરોમાં જે વિદેશી નાગરિકોને ટાર્ગેટ જે વિદેશી નાગરિકોને માં જે વિદેશી નાગરિકોને ટાર્ગેટ જે કરવામાં આવતા હતા તેનો ડેટા સંચાલકો તિલકને મોકલી આપતા બાદમાં તિલક પોતે વિદેશી નાગરિક બનીને, ગ્રાહકની ખોટી ઓળખ ઊભી કરીને બેંક વેરિફિકેશન કરાવતો હતો. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ભોગ બનનારા લોકોના રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર થતા હતા.

અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

આ પણ વાંચો: ગોતામાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું

વિદેશી નાગરિકોની માહિતી ઉપરાંત અલગ-અલગ ત્રણ સોફ્ટવેર મળી આવ્યા

આરોપી તિલકની ધરપકડ કરીને તપાસ કરતા તેના વોટ્સએપમાંથી વિદેશી નાગરિકોની માહિતી ઉપરાંત અલગ-અલગ ત્રણ સોફ્ટવેર મળી આવ્યા હતા. સોફ્ટવેર મળી આવ્યા હતા.જેના આધારે તે અમેરિકન નંબર જનરેટ કરતો અને ફોન પર બેંકમાં વાતચીત કરીને રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આરોપીના બેંક એકાઉન્ટમાંથી પોલીસને શંકાસ્પદ ઘણા નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે. જેને લઈને બેંક એકાઉન્ટ ફ્રિઝ કરાવ્યા બાદ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે, આરોપીની તપાસમાં અન્ય કેટલા કોલ સેન્ટરના સંચાલકોની ધરપકડ થાય છે.

આ પણ વાંચો: રાજકોટમાંથી વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.