ETV Bharat / city

AMC Layoffs medical employees : વધુ 1104 કર્મીની છટણી થઇ, આરોગ્યભવન ખાતે વિરોધ પ્રદર્શન થયું

author img

By

Published : Dec 1, 2021, 4:42 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ (AMC Heath Department) દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ વિના મેસેજ કરીને 1104 કર્મીને છૂટા કરી (AMC Layoffs medical employees) દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. હજાર કરતાં પણ વધુ મેડિકલ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા આજે આરોગ્ય ભવન (Ahmedabad Arogya Bhavan) ગીતામંદિર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

AMC Layoffs medical employees : વધુ 1104 કર્મીની છટણી થઇ, આરોગ્યભવન ખાતે વિરોધ પ્રદર્શન થયું
AMC Layoffs medical employees : વધુ 1104 કર્મીની છટણી થઇ, આરોગ્યભવન ખાતે વિરોધ પ્રદર્શન થયું

  • અમદાવાદમાં Medical staff Protest કાર્યક્રમ યોજાયો
  • AMC Layoffs medical employees કોઈપણ પ્રકારની નોટિસ વગર છૂટા કરવામાં આવતા વિરોધ
  • Ahmedabad Arogya Bhavan ખાતે કર્મચારીઓએ કર્યું પ્રદર્શન
  • Layoffs in SVP Hospital સાથે ફરી તંત્ર આવ્યું વિવાદમાં

અમદાવાદઃ અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય ભવન (Ahmedabad Arogya Bhavan) ખાતે છૂટાં કરવામાં આવેલા 1104 મેડિકલ સ્ટાફ (AMC Layoffs medical employees) -કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કર્યા છે. કોર્પોરેશન (AMC Heath Department) દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ વિના મેસેજ કરીને તમામને છૂટાં કરવામાં આવ્યાં છે. આ તમામ કર્મચારીઓની નિમણૂક માર્ચ, 2020માં કરવામાં આવી હતી કે જેઓ અર્બન હેલ્થ સેન્ટર, રસીના ડોમ અને સર્વેની કામગીરી કરતા હતાં. ત્યારે આ તમામ કર્મચારીઓને એકાએક છૂટાં કરવામાં આવતા તંત્રનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એકાએક છૂટાં કરાતાં 1104 કર્મીઓનો વિરોધ

કોરોનાકાળમાં આ કર્મચારીઓની થઈ હતી પાર્ટ ટાઈમ

મહત્વનું છે કે, આરોગ્યવિભાગ (AMC Heath Department) દ્વારા કોરોનાકાળ સમયે આ કર્મચારીઓને પાર્ટ ટાઈમ માટે ( AMC Contractual Employees ) ભરતી કરવામાં આવ્યાં હતાં. પરંતુ હાલમાં આ કર્મચારીઓને છૂટાં (AMC Layoffs medical employees)કરી દેવાયા છે. જેના કારણે તેઓ રોષે ભરાયા છે. આ કર્મચારીઓમાં લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, પેરા મેડિકલ સ્ટાફ વગેરે લોકો સામેલ છે કે જેઓને છૂટાં કરી દેવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે એકસાથે 1104 મેડિકલ સ્ટાફ કર્મચારીઓની છટણી કરાતાં (AMC Layoffs medical employees) અમદાવાદમાં આરોગ્યભવન (Ahmedabad Arogya Bhavan) ખાતે મેડિકલ સ્ટાફ દ્વારા ઉગ્ર વિરોધ (Medical staff Protest) કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ ભેગાં મળીને ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચોઃ Nurses strike at SVP Hospital: 700 જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો વિવાદ, યુનિયને સ્ટાફને પાછો લેવાની કરી માગ

આ પણ વાંચોઃ SVP હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર, પગાર કાપી લેતા થયા નારાજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.