અદાણી ગૃપ દ્વારા અંબુજા સિમેન્ટ અને ACCનું હસ્તાંતરણ સંપન્ન

author img

By

Published : Sep 17, 2022, 12:06 PM IST

Updated : Sep 17, 2022, 1:22 PM IST

અદાણી ગૃપ દ્વારા અંબુજા સિમેન્ટ અને ACCનું હસ્તાંતરણ સંપન્ન

અદાણી ગૃપ (Worlds Second Richest Person Gautam Adani) દ્વારા અંબુજા સિમેન્ટ અને એસીસીનું હસ્તાંતરણ સંપન્ન (ambuja cement merger with acc) થયું છે. હવે અદાણી ગ્રુપ ભારતનું બીજું સૌથી મોટુ સિમેન્ટ (Adani Group) ઉત્પાદક એકમ બની ગયું છે.

અમદાવાદ મુંબઈ અદાણી પરિવારે એક સ્પેશિયલ પરપઝ વ્હીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ મારફત અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને એસીસીનું સંપાદન (ambuja cement merger with acc) સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે. આ સંપાદનમાં હોલ્સિમના અંબુજા અને એસીસીમાં હિસ્સા સાથે આ બન્ને કંપનીઓમાં સેબીના નિયમનો અનુસાર ઓપન ઓફર સમાયેલી છે.

6.50 બિલિયનનું મૂલ્ય આંકવામાં આવ્યું છે અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં (ambuja cement merger with acc) હોલ્સિમનો હિસ્સો અને ઓપન ઓફરને ગણતરીમાં લેતા તેનું મૂલ્ય યુએસ ડોલર 6.50 બિલીયન આંકવામાં આવે છે, જે અદાણી દ્વારા કરવામાં આવેલું આ સૌથી વિરાટ હસ્તાંતરણ બની રહેવા સાથે આંતરમાળખા અને સામગ્રીના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝીશન (M&A) ક્ષેત્રમાં પણ અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું સંપાદન છે.

અંબુજા સિમેન્ટમાં અદાણીનો મોટો હિસ્સો આ સોદા બાદ અદાણી અંબુજા સિમેન્ટમાં 63.15 ટકા હિસ્સો ધારણ કરશે. તેમ જ એસીસીમાં (ambuja cement merger with acc) 56.69 ટકા (જે પૈકી 50.05 ટકા અંબુજા સિમેન્ટ મારફત ધરાવે છે).

વર્ષ 2030 સુધીમાં સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ (gautam adani latest news) જણાવ્યું હતું કે, ભારતમાં વૃદ્ધિ માટે સિમેન્ટને એક ઉત્તેજક વ્યવસાય બનાવે છે, જે 2050 બાદ અન્ય દરેક દેશોને વટાવી જશે. સિમેન્ટ એ ઊર્જા ખર્ચ, લોજિસ્ટિક્સ અને ડિસ્ટ્રિબ્યૂશન ખર્ચ પર આધારિત અર્થશાસ્ત્ર અને ઉત્પાદનમાં પરિવર્તન લાવવા તેમજ નોંધપાત્ર સપ્લાય ચેઈનમાં કાર્યક્ષમતા હાંસલ કરવા સાથે ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેવાની ક્ષમતાનો ખેલ છે.

દરેક ક્ષમતા મુખ્ય વ્યવસાય ગૌતમ અદાણીએ (gautam adani latest news) વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રત્યેક ક્ષમતાઓ અમારા માટે મુખ્ય વ્યવસાય (cement industry in india) છે. તેથી અમારા સિમેન્ટ વ્યવસાય સાથે બંધ નહીં બેસતી સંલગ્નતાઓનો એક જથ્થો પૂરો પાડે છે. આ એવી સંલગ્નતાઓ છે, જે છેવટે સ્પર્ધાત્મક અર્થશાસ્ત્રને આગળ ધપાવે છે.

ગ્રીન સિમેન્ટના ઉત્પાદનમાં થશે મદદ વધુમાં વિશ્વની સૌથી મોટી રિન્યૂએબલ્સ એનર્જી કંપનીઓ (largest renewable energy companies in world) પૈકીની એક તરીકેનું અમારું સ્થાન સર્ક્યૂલર ઈકોનોમીના સિદ્ધાંતો (Circular Economy Principles) સાથે પ્રીમિયમ ગુણવત્તાયુક્ત ગ્રીન સિમેન્ટનું ઉત્પાદન સારી રીતે કરવામાં અમને મદદ કરશે. વર્ષ 2030 સુધીમાં સિમેન્ટના સૌથી મોટા અને સૌથી કાર્યક્ષમ ઉત્પાદક બનવાના ટ્રેક પર આ તમામ પરિમાણો અમોને લાવી મૂકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અંબુજા અન એસીસીની ઉત્પાદનક્ષમતા 67.5 મેટ્રિક ટન હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની સંયુક્ત સ્થાપિત (ambuja cement merger with acc) ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 67.5 મેટ્રિક ટન છે. ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સ પૈકીની આ બંને કંપનીઓના ઉત્પાદન અને અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી માળખાકીય વિશાળ સપ્લાય ચેઈન છે. તેમના 14 સંકલિત એકમો, 16 ગ્રાઇન્ડીંગ યુનિટ્સ, 79 રેડી મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ અને સમગ્ર ભારતમાં ફેલાયેલા 78,000 ચેનલ ભાગીદારો દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

20,000 કરોડ રૂપિયાનું રોકાણ મંજૂર વોરન્ટના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફત અંબુજા સિમેન્ટ્સના બોર્ડે અંબુજામાં રૂપિયા 20,000 કરોડ રૂપિયાનું રોકાણ મંજૂર કર્યું છે. આ રોકાણ અંબુજાને બજારમાં વૃદ્ધિ મેળવવા માટે સજ્જ કરશે. અદાણી ગૃપના (Worlds Second Richest Person Gautam Adani ) વ્યવસાયના તર્કને અનુરૂપ આ પગલાઓ તમામ હિસ્સેદારો માટે મૂલ્ય સર્જનને નોંધપાત્ર રીતે ગતિ આપશે.

Last Updated :Sep 17, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.