ETV Bharat / city

વ્યક્તિનને અપંગ અકસ્માત નહી સમાજ કરે છે તેના સવાલોથી

author img

By

Published : Sep 24, 2022, 6:12 AM IST

વ્યક્તિનને અપંગ અકસ્માત નહી સમાજ કરે છે તેના સવાલોથી
વ્યક્તિનને અપંગ અકસ્માત નહી સમાજ કરે છે તેના સવાલોથી

અમદાવાદના એક એવા કલાકાર કે જેઓ રેડિયો જોકી (Ahmedabad radio jockey) બની લોકોને મનોરંજન પૂરૂ પાડતા હતા. સિદ્ધાર્થ પટેલને કલાસ 1 અથવા કલાસ 2 ઓફિસર બનાવની ઈચ્છા હતી પણ એક અકસ્માતથી તેમની ઈચ્છા પૂર્ણ ન થતા રેડિયો જોકી બની લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. હવે દુઃખી લોકોને હસવાનું જે સૌથી કઠિન કામ ગણવામાં આવે છે. તે કામ એટલે કે કોમેડિયન બનવા માંગે છે.

અમદાવાદ શહેરના એક એવા કલાકાર જે રેડિયો RJ બની લોકોને મનોરંજન પૂરું પાડતા હતા. જે હવે લોકો માટે પ્રેરણાદાઇ અને લોકોને ઉત્સાહ પૂરું પાડનાર સિદ્ધાર્થ ત્રિવેદી જે પોતે એક અકસ્માત (Radio jockey Accident changed his Ambitions) થવાના કારણે પોતાના જીવનું લક્ષ્યાંક પૂર્ણ ન કરી શક્યા. પણ આજ તે અનેક દિવ્યાંગ લોકોમાં તે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

વ્યક્તિનને અપંગ અકસ્માત નહી સમાજ કરે છે તેના સવાલોથી

પોલીસ બનવાની ઈચ્છા હતી સિદ્ધાર્થ ત્રિવેદીએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારે તો પોલીસમાં જવાની ઈચ્છા હતી. જેના માટે હું GPSC પરિક્ષા માટે રાત દિવસ મહેનત (GPSC Exam Preparations) કરતો હતો. ધોરણ 10 અને 12માં પણ સારા માર્ક્સ મેળવ્યા હતા. પરંતુ જ્યારે કોલેજમાં સ્પર્ધા નું પરીક્ષણ તૈયારી કરતો હોવાથી ગ્રેજ્યુએશનમાં સારા માર્ક્સ મેળવી શક્યો ન હતો. પરંતુ મારું મુખ્ય લક્ષ્યાંક પોલીસમાં જવાનું (Radio Jockey Dreams to become Police) હતું. પરંતુ 2015માં એક અકસ્માત થવાને કારણે મારા પોલીસમાં જવાના સપના પર પાણી ફરી વળી ગયા. તે સમયે અકસ્માત થવાથી મારે એક પગ ગુમાવવો પડ્યો હતો.

અકસ્માતે અપંગ નહીં પણ સમાજે બનાવ્યો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લોકો મને મને મારા કામથી ઓળખે છે. હું કોઈના પર બોઝ બનવા માગતો ન હતો. પરંતુ મને અપંગ અકસ્માત નહીં પણ સમાજે બનાવ્યો છે. જ્યારે એક દિવ્યાંગ પડી જાય ત્યારે લોકો દયાની દ્રષ્ટિએ જોતા હોય છે. મારો એક પગ થઈ જવાથી મેં અન્ય કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાના શરૂ કર્યા હતા. ત્યારે મને રેડિયોમાં RJ તરીકેની નોકરી (Radio jockey job in Ahmedabad) પ્રાપ્ત થઈ હતી. જે 4 વર્ષ કરી હતી પણ હવે હું એક કોમેડિયન બનવા માંગુ છું.

ઈશ્વરના ખાસ બાળકો છે અન્ય દિવ્યાંગ બાળકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, આવા દિવ્યાંગ બાળકોએ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આપણે ઈશ્વરના ખાસ બાળકો છીએ. ઈશ્વરની સૌથી નજીકમાં (Physical handicapped persons are Divine Child) આપણે છીએ. જેના કારણે આપણે સૌથી અમૂલ્ય છે. જેના માટે નિરાશ થવાની જરૂર નથી, પરંતુ મન મક્કમ રાખીને આગળ વધવાની જરૂર છે.

રાજુ શ્રીવાસ્તવ સર એક પાયોનીયર હતા સિદ્ધાર્થ ત્રિવેદીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજુ શ્રીવાસ્તવ સર હવે આપણી વચ્ચે રહ્યા (Comedian Raju Srivastav passes away) નથી. એ વાતનું મને ખૂબ દુઃખ છે. એ વાત ચોક્કસ છે કે, ઈશ્વરે તેમને તેમના ચરણોમાં સ્થાન આપ્યું હશે. સ્ટેન્ડ અપ કોમેડી એ એવો આર્ટ છે. જે ભારતમાં રાજુ શ્રીવાસ્તવ સરનું નામ એક પાયોનીયર હતું. આ સ્ટેન્ડ અપ કોમેડીનું કામ ચોક્કસ અઘરું છે પણ અશક્ય નથી. આ કામ કરી શકાય છે. આ કામ રાજુ શ્રીવાસ્તવ સરે કરી બતાવ્યું છે.

દરેક સ્ટેન્ડઅપ કોમિયનનું તેમના પર ઋણ રહેશે વધુમાં જણાવ્યું હતું મેં કોઈ સ્ટેન્ડઅપ કોમેડિયનને વધુ પસંદ કરતો હોવ તો એ રાજુ શ્રીવાસ્તવ જ છે. રાજુ સરની જે અવલોકન કરવાની અલૌકિક શક્તિ હતી. એ હાલના સમયમાં તેમની પાસેથી તમામ સ્ટેન્ડઅપ કોમેડિયન શીખતાં હશે. હું પણ તેમનાથી શીખ્યો છું. જે દરેક સ્ટેન્ડઅપ કોમિયનનું તેમના પર ઋણ રહેશે.

શું કોઈ દિવ્યાંગ ટેબલ જોબ જ કરી શકે? વ્યક્તિ દિવ્યાંગ ત્યારે બને છે શરીરનું અંગ કપાય છે ત્યારે? ના વ્યક્તિ અપંગ ત્યારે બને છે જયારે વ્યક્તિની હિમ્મત અને મનોબળ કાપી નાખવામાં આવે ત્યારે તે ખરા અર્થમાં અપંગ બને છે. આ સાથે બધા અંગ હોવા છતાં જે કોઈ હિમ્મત અને પોતાનું મનોબળ ખોઈ બેઠો છે તે ખરા અર્થમાં અપંગ થયો છે માની શકાય.

લોકોને સવાલ તેની જિજ્ઞાસા પૂંછાવડાવે છે જયારે કોઈ વ્યક્તિનું અંગ કપાઇ જાય છે કે કાપી નાખવામાં આવે છે. એવા સમયમાં આગળ જીવવું તેની તેને ખબર રહેતી નથી. તેને ફરીથી પોતાના શરીર જોડે નવી શરૂઆત કરવી પડે છે. પોતાની દૈનિક ક્રિયા નવેસરથી તેને શીખવું પડે છે. આવા સમયે જો ખરા અર્થમાં કોઈ વસ્તુની દિવ્યાંગને જરૂર પડતી હોય છે તો તે હિંમતની જરૂર પડે છે. જ્યારે હિંમત પરિવાર અને મિત્રો નહીં પણ આજુ બાજુમાં રહેલા સમાજને પણ આ દિવ્યાંગ લોકોને હિંમત આપવી જોઈએ. સિદ્ધાર્થ ત્રિવેદીએ એમ પણ જણાવ્યું હતું કે, હું માનું છું. લોકો આ સવાલ જાણી જોઈને નથી પૂછતા પણ તેમાના રહેલી જિજ્ઞાસા તેમને સવાલ પૂંછાવડાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.