ETV Bharat / city

અમદાવાદના રાજાએ સ્થાપના સ્થળ સુધી કરી ગજરાજની સવારી

author img

By

Published : Aug 31, 2022, 10:46 PM IST

અમદાવાદના રાજાએ સ્થાપના સ્થળ સુધી કરી ગજરાજની સવારી
અમદાવાદના રાજાએ સ્થાપના સ્થળ સુધી કરી ગજરાજની સવારી

સમગ્ર રાજ્યમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. શારદા કોમ્યુનિકેશન દ્વારા અમદાવાદ રાજા તરીકે પ્રખ્યાત ગણેશજી મૂર્તિનો ગજરાજ ઢોલ, નગારા સાથે લાવીને સ્થાપના કરવામાં આવી હતી. Ganesh Chaturthi Festival 2022 Ganesh Utsav 2022 Ganesh Chauth 2022 Clay Ganesha Idol Eco friendly Ganesha Idol Ahmedabad Ganeshji Came on Elephant

અમદાવાદ ગણેશ ચતુર્થી હોવાથી અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પંડાલો જોવા મળી રહ્યા છે. લોકો ભારે ઉત્સાહ પૂર્વક ગણપતિ બપ્પાને આવકારીયા રહ્યા છે. આગામી સાત દિવસ સુધી જાણે ગણપતિના પંડાલો પર ભક્તિમય માહોલ જોવા મળી આવશે. આજરોજ અમદાવાદના રાજા તરીકે પ્રખ્યાત ગણપતિ બાપ્પાની પણ ગજરાજ પર (Ganpati Bappa Idol 2022 came on Elephant) સવારી કરીને સ્થાપના કરવામાં આવી હતી.

અમદાવાદ રાજા તરીકે પ્રખ્યાત ગણપતિ બપ્પાને આજ રોજ સવારે ઢોલ,નગારા પર વાજતે ગાજતે અંદાજિત 2 કિમી દૂર થી ગજરાજ પર ગણેશજી નાની મૂર્તિ લાવવામાં આવી હતી.

ગજરાજ પર લાવીને સ્થાપના અમદાવાદ રાજા તરીકે પ્રખ્યાત (Ahmedabad Famous Ganpati Bappa) ગણપતિ બાપ્પાને આજ રોજ સવારે ઢોલ, નગારા પર વાજતે ગાજતે અંદાજે 2 કિમી દૂરથી ગજરાજ પર ગણેશજી નાની મૂર્તિ લાવવામાં આવી હતી. તે મૂર્તિને પૂજા કરીને પંડાલના સ્થળે સ્થાપના કરવામાં આવી હતી.

સાત દિવસ સુધી અહીંયા રાત્રીના સમયે ભજન કીર્તન રાખવામાં આવતા હોય છે.
સાત દિવસ સુધી અહીંયા રાત્રીના સમયે ભજન કીર્તન રાખવામાં આવતા હોય છે.

આ પણ વાંચો દુર્લભઃ રફ ડાયમંડના ગણેશ, જે મૂર્તિની કિંમત 200 કરોડથી વધારે

છેલ્લા 16 વર્ષથી સ્થાપના મૂર્તિના સ્થાપના કરનાર આનંદે જણાવ્યું હતું કે, આ આંબાવાડી વિસ્તારમાં છેલ્લા 16 વર્ષથી ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યા લોકો અહીંયા દર્શનનો લાભ લેતા હોય છે. આ સાથે સાત દિવસ સુધી અહીંયા રાત્રીના સમયે ભજન કીર્તન રાખવામાં આવતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષ કોરોના મહામારી ધ્યાન રાખવી ભજન કિર્તન જેવા કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ.

અમદાવાદ રાજા તરીકે પ્રખ્યાત ગણેશજી મૂર્તિનો ગજરાજ ઢોલ, નગારા સાથે લાવીને સ્થાપના કરવામાં આવી હતી.
અમદાવાદ રાજા તરીકે પ્રખ્યાત ગણેશજી મૂર્તિનો ગજરાજ ઢોલ, નગારા સાથે લાવીને સ્થાપના કરવામાં આવી હતી.

મુખ્ય મૂર્તિ 6 ફુટ ઉંચી ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ગણપતિ મૂર્તિને લઈ છૂટછાટ આપી દેવામાં આવી છે. આ વર્ષે સરકાર દ્વારા 16 ફૂટ જેટલી ઉંચાઈ મૂર્તિની સ્થાપના કરી શકાશે, પરંતુ અમદાવાદના રાજા (Ganpati Bappa Idol 2022 Ahmedabad) મૂર્તિ 6 ફૂટ જેટલી રાખવામાં આવી છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે 4.5 ફૂટ જેટલી રાખવામાં આવી હતી. સરકારની ગાઈડ લાઈન અનુસાર POP મૂર્તિ (POP made Ganesha Idol ) રાખવામાં આવતી નથી. માત્ર માટીની (Eco friendly Ganesha Idol) મૂર્તિ જ સ્થાપના (Clay Ganesha Idol) કરવામાં આવે છે.

આ પણ વાંચો ઈડરમાં ઢોલનગારા સહિત વાજતેગાજતે દૂંદાળા દેવની સ્થાપના, ભક્તોમાં અનેરો ઉત્સાહ

વિસર્જન કરવાનું પ્લાનિંગ આ વખતે અમદાવાદના રાજાનું સ્થળ પર જ વિસર્જન કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અહીંયા જ ચારેબાજુ વ્યવસ્થિત પેક કરીને વચ્ચે પ્લાસ્ટિક મૂકી અહીંયા જ વિસર્જન કરવાનું પ્લાનિંગ કરવામાં (Planning Visarjan site of Ahmedabad Raja) આવી રહ્યું છે. જો અહીયા વિસર્જન કરવામાં આવશે તો ગણપતિ બાપ્પાની મૂર્તિમાંથી જે પણ માટી તૈયાર થશે. તે નજીક કોઈ નર્સરીમા આપવામાં આવશે. જેથી તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.