ETV Bharat / city

લોકડાઉન બાદ દિવાળીની રજાઓમાં પ્રવાસન ઉદ્યોગ ફરી શરૂ થયો

author img

By

Published : Nov 14, 2020, 7:54 PM IST

tourism industry
tourism industry

દિવાળીના તહેવારોને અનુલક્ષીને કોરોનાકાળ દરમિયાન લાંબા લોકડાઉન બાદ ગુજરાતીઓ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. હવે સરકાર પણ ફરવા લાયક સ્થળો પર કોરોના સંક્રમણ ફેલાય નહીં તેની તકેદારી રાખીને સફેદ રણમાં લોકોને આકર્ષવા માટે તૈયારીઓ કરી રહી છે. તેવા સમયમાં હાલ ટ્રાવેલ્સ અને ટૂર્સના સંચાલકો દ્વારા ગુજરાતમાં લોકલ બુકિંગ વધારે મળી રહ્યું છે.

  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયો રણોત્સવ
  • સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું રખાશે ધ્યાન
  • લાંબા સમય બાદ શરૂ થયો પ્રવાસન ઉદ્યોગ

અમદાવાદ : દિવાળીના તહેવારોને અનુલક્ષીને કોરોના કાળ દરમિયાન લાંબા લોકડાઉન બાદ ગુજરાતીઓ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. હવે સરકાર પણ ફરવા લાયક સ્થળો પર કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખીને સફેદ રણમાં લોકોને આકર્ષવા માટેની તૈયારીઓ કરી રહી છે. તેવા સમયમાં હાલ ટ્રાવેલ્સ અને ટૂર્સના સંચાલકો દ્વારા લોકલ ગુજરાતમાં વધારે બુકિંગ મળી રહ્યા છે.

સાપુતારા, કચ્છ અને સાસણ ગીરના બુકિંગ વધારે

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોના જણાવ્યા મુજબ, હજૂ પ્રવાસીઓ ફરવા માટે બહાર જતા ડરે છે, પરંતુ અમે કોરોનાથી બચવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી છે અને સેનિટાઈઝેશન, ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખીએ છે. આ વર્ષે કોરોનાને કારણે ટ્રાવેલ સંચાલકોનું કહેવું છે કે, પ્રવાસીઓ ડોમેસ્ટિક જગ્યાઓ પસંદ કરી રહ્યા છે અને ગુજરાતમાં સાપુતારા, કચ્છ અને સાસણ ગીરના બુકિંગ વધારે મળી રહ્યા છે.

લોકડાઉન બાદ દિવાળીની રજાઓમાં પ્રવાસન ઉદ્યોગ ફરી શરૂ થયો

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્યના પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓમાં વધારો

સરકાર પણ ફરવા લાયક સ્થળો ખાતે કોરોના સંક્રમણ ન ફેલાય તેની પૂરતી તકેદારી રાખીને સફેદ રણમાં લોકોને આકર્ષવા માટેની તૈયારીઓ કરી રહી છે. તેવા સમયમાં હાલ ટ્રાવેલ્સ અને ટૂર્સના સંચાલકો દ્વારા ગુજરાતના જ વધારે બુકિંગ આવી રહ્યા છે. આ સાથે સંચાલકો જણાવે છે કે, હજૂ પ્રવાસીઓ ડરે છે, પરંતુ અમે કોરોનાથી બચવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી છે અને સેનિટાઈઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખીએ છે. આ સિવાય ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના વિસ્તારોમાં નવા પ્રવાસન સ્થળો ઉમેરાતા દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે.

tourism industry
લોકડાઉન બાદ દિવાળીની રજાઓમાં પ્રવાસન ઉદ્યોગ ફરી શરૂ થયો

22,434 લોકો રોજ લે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

31 ઓક્ટોબર, 2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ થયા બાદ 31 ઓક્ટોબર, 2019 સુધીના એક વર્ષના સમયગાળામાં કુલ 27,17,468 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જ્યારે 10 નવેમ્બર સુધીમાં કુલ 29,32,220 પ્રવાસીઓ આવ્યા હતા. આ પૈકી 291640 એટલે કે લગભગ 10 ટકા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં જ મુલાકાત લીધી છે. ગત વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 14,918 પ્રવાસીઓની સામે આ વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસીઓ નોંધાયા.

75 ટકા લોકો ગુજરાતમાં જ પોલો ફોરેસ્ટ, કેવડીયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવનો પ્રવાસ કરે છે

કોરોના સંક્રમણને પગલે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનની અસર તમામ વેપાર ધંધા સહિત ટૂરિઝમ પર પણ પડી હતી. જો કે, નવા આંકડાઓ પરથી જાણવા મળે છે કે, હવે ધીમે-ધીમે લોકો પ્રિકોશન્સ સાથે ફરવાની મજા માણી રહ્યા છે, પરંતુ લોકો હવે દૂર જવાને બદલે સ્થાનિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરી રહ્યા છે. દેશ-વિદેશ ફરવાના શોખીન ગુજરાતીઓ બહાર દુબઈ અને માલદિવ સિવાય ક્યાંય જઈ શકે તેમ નથી. તેથી 75 ટકા લોકો ગુજરાતમાં જ પોલો ફોરેસ્ટ, કેવડીયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ જાય છે.

ટૂર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ ઓગસ્ટ મહિનાની સરખામણીએ ઓક્ટોબરમાં 45 ટકા અને નવેમ્બરમાં 60 ટકાએ પહોંચ્યો

દિવાળીના મિની વેકેશનમાં 55,665 લોકોએ બુકિંગ કરાવ્યા છે, જેનાથી કુલ 20 કરોડનો બિઝનેસ થયો છે. બુકિંગના ગત માસના આંકડા પર નજર કરીએ તો, સપ્ટેમ્બરમાં 12,365 લોકોએ અને ઓગસ્ટમાં તેનાથી 10 ટકા ઓછા લોકોના બુકિંગ થયા છે. ઓકટોબરમાં 14,500 થયા છે અને નવેમ્બરમાં આંકડો ઉછળીને 16 હજારને પાર પહોંચ્યો છે. જાન્યુઆરી સુધીમાં ટ્રાવેલ બિઝનેસ 2 કરોડને આંબે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસન ઉદ્યોગ બંધ થયા બાદ માત્ર 15 ટકા બિઝનેસ મળતા લગભગ 85 ટકા લોકોને નુકસાન થયું હતું. જો કે, હવે રિકવરી જોવા મળી રહી છે અને દિવાળી વેકેશન બાદ હનિમુન પેકેજ વગેરેથી ટ્રાવેલર્સને સારા કારોબારની અપેક્ષા જાગી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.