ETV Bharat / city

કોરોનાના 1 વર્ષ પછી DJ સંચાલકોના ધંધાએ પકડ્યો વેગ, કોરોના કાળમાં થયા હતા બેરોજગાર

author img

By

Published : Nov 16, 2021, 12:03 PM IST

કોરોનાના 1 વર્ષ પછી DJ સંચાલકોના ધંધાએ પકડ્યો વેગ, કોરોના કાળમાં થયા હતા બેરોજગાર
કોરોનાના 1 વર્ષ પછી DJ સંચાલકોના ધંધાએ પકડ્યો વેગ, કોરોના કાળમાં થયા હતા બેરોજગાર

કોરોનાના કારણે અનેક ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. તેમાંથી ડીજે અને બેન્ડબાજાવાળા (DJ and Bandbaja) પણ બાકાત નહતા. અમદાવાદમાં પણ ડીજે અને બેન્ડબાજા (DJ and Bandbaja) સાથે 3,000થી 3,500 લોકો સંકલાયેલા છે. તેમને પણ કોરોનાના કારણે વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેમણે આર્થિક સહાય (Financial assistance) માટે સરકારને રજૂઆત પણ કરી હતી.

  • DJ અને બેન્ડવાજાવાળાઓના ધંધાની ગાડી હવે પાટા પર ચઢી
  • કોરોનામાં 30 જેટલી ઈવેન્ટ કંપની બંધ થઈ
  • ડિસેમ્બર મહિનામાં લગ્નના સૌથી વધુ ઓર્ડર

અમદાવાદઃ ડીજે અને બેન્ડબાજાના (DJ and Bandbaja) વેપાર સાથે સંકળાયેલા વેપારીઓનો ધંધો એક વર્ષ પછી ફરી એક વાર પાટે ચડ્યો છે. કોરોનાના કારણે આ લોકોએ આર્થિક તંગીનો (Economic hardship) સામનો કરવો પડ્યો હતો. જ્યારે હવે સરકારે લગ્નપ્રસંગ અને ઈવેન્ટમાં (Weddings and events) 400 લોકોને છૂટ આપી છે. ત્યારે હવે આ વેપારીઓની ગાડી પાટે ચડી રહી છે. બીજી તરફ લોકોમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર (Possible third wave of the corona) અંગે ચિંતા ઉભી થઈ છે. અત્યારે લગ્ન સિઝન (Marriage Season) આવી છે. ત્યારે સૌથી વધુ ડિસેમ્બરમાં આ ઓર્ડર છે.

કોરોનાના 1 વર્ષ પછી DJ સંચાલકોના ધંધાએ પકડ્યો વેગ, કોરોના કાળમાં થયા હતા બેરોજગાર

આ પણ વાંચો- હીરા ઉદ્યોગ ફરી પાટે ચડ્યો, જુલાઈમાં 27 ટકાના વધારા સાથે હીરા ઉદ્યોગની નિકાસ 24,881 કરોડ રૂપિયા થઈ

આ વર્ષે ભાવમાં 12 ટકાનો વધારો કરાયો

આ અંગે અમદાવાદના એક ડીજેએ જણાવ્યું હતું કે, કોરોનામાં આ ધંધા સાથે સંકળાયેલા લોકોએ ધંધા બદલ્યા હતા, પરંતુ હવે તે લોકો પોતાનો આ ધંધો પાછો શરૂ કરવા લાગ્યા છે. પણ હજી કેટલાક લોકો હવે આ ધંધો કરવા ઈચ્છતા નથી. ત્યારે હાલમાં ઓર્ડર મળી રહ્યા છે. ત્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 10થી 12 ટકા વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે લગ્ન સિઝનમાં (Marriage Season) એક દિવસના 10,000થી 12,000 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો- દિવાળી પછી સારી આવક સાથે શરૂ થયું પાટણનું APMC, ખેત પેદાશોના ભાવમાં આવી તેજી

કોરોનામાં બેકાર થયેલા લોકોને આર્થિક સહાય આપવા માગ

આ ધંધામાં હવે ઓર્ડર મળવાથી લોકોની ગાડી ધીમેધીમે પાટા પર આવી રહી છે. એટલે કે આર્થિક સંકડામણ (Economic constraints) દૂર થઈ રહી છે. જ્યારે સરકારને રજૂઆત છે કે, જે આ ધંધામાં કોરોનામાં જેટલા પરિવારો બેકાર બન્યા છે. તેમને આર્થિક સહાય (Financial assistance) આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.