ETV Bharat / city

વધુ એક હિટ એન્ડ રન કારચાલકે લીધો બાઈકચાલકનો ભોગ

author img

By

Published : Aug 22, 2022, 11:16 AM IST

વધુ એક હિટ એન્ડ રન કારચાલકે લીધો બાઈકચાલકનો ભોગ
વધુ એક હિટ એન્ડ રન કારચાલકે લીધો બાઈકચાલકનો ભોગ

અમદાવાદમાં વૈભવી કારના ચાલકે બેફામ રીતે ગાડી ચલાવી એક બાઈકચાલકને અડફેટે લેતા ચકચાર મચી છે. કારચાલકે 100 મીટર સુધી ઢસડતા બાઈકચાલકનું મૃત્યુ થયું હતું. Luxury accident case in Ahmedabad hit and run case car driver Rushed bike driver for 100 meters

અમદાવાદ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના (hit and run case) સામે આવી છે. જેમાં વૈભવી કારના ચાલકે બેફામ રીતે ગાડી ચલાવી એક નિર્દોષ બાઈક ચાલકને અડફેટે લીધો હતો. એટલે ન અટકતા 100 મીટર સુધી ઢસડી બાઈક ચાલકને મૃત્યુ નીપજાવ્યુું હતું. આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે કારચાલક સામે (accident case in Ahmedabad) ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

બેફામ કાર ચાલકે યુવાનને અડફેટે લઈને 100 મીટર સુધી ઢસડી ગયો

શું હતી ઘટના સુભાષબ્રિજ સર્કલ પાસે ગુરુવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. 58 વર્ષીય મનોહર ગાયકવાડ દ્વારા આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ વિશાલા હોટલમાં કેશિયર તરીકે કામ કરતા તેઓને દિકરો યશ ગાયકવાડ રાતના સમયે નોકરીએથી છૂટી ઘરે પરત ફરી રહ્યો હતો. જે સમયે ચીમનલાલ બ્રિજ નજીક એક કાર ચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી યશ ગાયકવાડને અડફેટે લીધો હતો. અડફેટે લીધા બાદ આશરે 100 મીટર સુધી (Ahmedabad hit and run case) યુવકને ઢસડી જઈ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર કારચાલક આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. જોકે ઓડી ગાડીનો નંબર મળી આવતા કારમાલિકની ઓળખ થઈ હતી.

આ પણ વાંચો પુનાથી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડતા 2ના મોત

પોલીસે ગુનો દાખલ કર્યો અકસ્માત સર્જનાર ઓડી કારનો નંબર GJ-01-RP- 0774 હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. જેમાં ઓડી કારના ચાલક દ્વારા યુવકને ઢસડીને લઈ જવામાં આવતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે તપાસ કરતા રોહન શાહ નામના વેપારીની હોવાનું ખુલ્યું હતું. જેથી તેઓની પુછપરછમાં સામે આવ્યું કે, ગત રાત્રે તેઓ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેઓનો ડ્રાઈવર નિજેશ રાવત ગાડી લઈને તેઓને પીકઅપ કરવા આવ્યો હતો. ગાડીમાં આગળના ભાગે નુકસાન અંગે ડ્રાઈવરને પૂછતા તેણે ગાડી આગળ શ્વાન આવી ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે અકસ્માતના કારણે ગાડી એરપોર્ટ પાસે બંધ પડી જતા ગાડીના માલિક રીક્ષામાં ઘરે પરત ફર્યા હતા. આ ઘટના અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ તેજ છે.

આ પણ વાંચો પોતાના જમાઈએ કરેલા અકસ્માત અંગે કોંગી MLAએ આપી પ્રતિક્રિયા કહ્યું

અગાઉ પણ ઘટના જોકે આ ઘટના બાદ કાર ચાલક નિજેશ રાવત ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે અમદાવાદમાં અગાઉ પણ અનેક હિટ એન્ડ રનની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. તેવામાં આ અકસ્માત અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો હોવાથી અકસ્માત સર્જનાર ઝડપાયા બાદ સમગ્ર મામલે અનેક ખુલાસાઓ સામે આવે તેમ છે. Luxury accident case in Ahmedabad hit and run case car driver Rushed bike driver for 100 meters Accidental death in Gujarat Accidental death in Ahmedabad Accident rate in Gujarat Crime case in Ahmedabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.