ETV Bharat / city

કાલુપુરમાં બે માળનું મકાન ધરાશાયી થયું, 3 દબાયાં, 1ને ગંભીર ઈજા થઈ

author img

By

Published : Sep 4, 2021, 5:16 PM IST

કાલુપુરમાં બે માળનું મકાન ધરાશાયી થયું, 3 દબાયાં, 1ને ગંભીર ઈજા થઈ
કાલુપુરમાં બે માળનું મકાન ધરાશાયી થયું, 3 દબાયાં, 1ને ગંભીર ઈજા થઈ

કાલુપુરની ભંડેરી પોળમાં આજે સવારે બે માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાનમાં રહેતાં ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતાં. જોકે રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં. એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

  • કાલુપુરમાં જૂનું મકાન પડતાં 3 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયાં
  • એસ્ટેટ વિભાગ નોટિસો આપ્યા બાદ જોવા જવાની તસ્દી પણ નથી લેતું
  • અમદાવાદ શહેરમાં 283 ભયજનક મકાનો
  • 283માંથી માત્ર 44 મકાનો જ રીપેર કરવામા આવ્યાં

    અમદાવાદઃ અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરીની પોળમાં આજે સવારે બે માળનું જુનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં મકાનમાં રહેતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવતા રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે મકાન જર્જરિત અને જૂનું હોવાથી ધરાશાયી થયું છે તેવું સામે આવ્યું છે.


    અગાઉ લાખોટાની પોળમાં પણ પડ્યું હતું મકાન
    નોંધનીય છે કે, બે મહિના અગાઉ દરિયાપુરમાં લાખોટાની પોળની આસપાસમાં પણ મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં.
    રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
    રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

શહેરમાં સદીઓ જૂનાં ભયજનક મકાનો છે


અમદાવાદ શહેરમાં 283 ભયજનક મકાનો છે. તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જે પછી 44 જેટલા મકાન રિપેર કરવામાં આવ્યા હોવાનો દાવો એસ્ટેટ વિભાગ કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ દર વર્ષે અષાઢી બીજ આવે ત્યારે તે પહેલા ંજાગે છે, અને ભયડનક મકાનોની યાદી બનાવીને નોટિસો ફટકારે છે, ત્યાર પછી શું થયું તે જોવાની તસ્દી સુદ્ધાં લેવાતી નથી.

327 જેટલા ભયજનક મકાનો

જૂલાઈ, 2021ની સ્થિતિએ જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહીબાગ અને શાહપુર જેવા વિસ્તારોમાં 327 જેટલા ભયજનક મકાનો આવેલા છે. તેમાંથી 283 મકાન માલિકોને કે કબજેદારોને નોટિસ ફરમાવવામાં આવી છે. એટલું જ નહી આવા ભયજનક મકાનો પર નોટિસ પણ ચીપકાવવામાં આવે છે. જેથી આજુબાજુના રહીશો તે મકાનની નીચે ઉભા ન રહે.

પડી જાય તેવી રાહ જોતા મકાનો

અમદાવાદ સિટીના મધ્યઝોનમાં કેટલાક મકાનમાલિક અને ભાડુઆતનો ઝઘડો હોય અથવા તો કબજેદાર મકાનમાલિક રીપેર કરાવી શકે તેવી સ્થિતિમાં ન હોય તેવા અનેક કારણોસર આવા ભયજનક મકાન રીપેર થતા નથી. તેમ છતાં આ વર્ષે 44 જેટલા મકાનો રીપર થયા છે. કેટલાક લોકો તો મકાન પડી જાય તેવી રાહ જોતા હોય છે.

ખાડિયામાં સૌથી વધુ મકાનો ભયજનક

અમદાવાદ શહેરના ખાડિયામાં સૌથી વધુ 176 મકાનો ભયજનક હોવાની વાત બહાર આવી છે, અને સૌથી ઓછા પાંચ મકાનો શાહપુર વિસ્તારમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે નોટિસો બજાવે છે, પણ રહીશો અનેક કારણોસર મકાન ખાલી કરતાં નથી, અને કોર્પોરેશન પાસે એવી કોઈ નક્કર પૉલીસી નથી કે તે મકાન ખાલી કરાવી શકે અને તેના સ્થાને નવું બાંધકામ કરાવી શકે.

સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવાની જોગવાઈની ઉપેક્ષા

2011માં કાળુપુરની સોદાગરની પોળમાં એક મકાનની સ્કીમ ધરાશાયી થઈ હતી, જેમાં ચાર વ્યક્તિના મોત થયાં હતાં, ત્યારે મ્યુનિસિપલના અધિકારીઓ સામે પગલા લેવાયાં હતાં. તે પછી દર વર્ષે આવી રીતે ભયજનક મકાનો ધરાશાયી થવાની ઘટના ઘટે છે, પણ ભયજનક મકાન બાબતે નાગરિકોમાં પુરતી જાગૃતિ નથી. સામાન્ય રીતે 15 વર્ષથી જૂની ઈમારતોએ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવાની જોગવાઈ છે, પણ મોટાભાગના કિસ્સામાં આ સર્ટિફિકેટ લેવામાં નાગરિકો આળસ દાખવે છે. મોટાભાગના કિસ્સામાં પડોશી કે માલિક ફરિયાદ કરે તો ભયજનક મકાનની નોટિસ અપાય છે. ત્યારે એસ્ટેટ વિભાગ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતી હોય છે જેમાં એસ્ટેટ વિભાગ માત્ર નોટિસ આપીને જતું રહે છે પરંતુ ત્યારબાદ ત્યાં શું સ્થિતિ છે તેની પર નજર કરવા પણ નથી આવતું. ત્યારે અત્યાર સુધી મકાન ધરાશાયી થવાને કારણે હજારો લોકોના મૃત્યુ થયાં છે.

આ પણ વાંચોઃ જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી થતા 3 લોકોના મોત

આ પણ વાંચોઃ ભાવનગર કંસારા કાંઠે રહેતા 1500 લોકોને મકાન પાડવા નોટિસ, ભોગ બનનાર CPM નેતાની આગેવાનીમાં મહાનગરપાલિકાએ પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.