ETV Bharat / city

અમદાવાદ: રથયાત્રાના આયોજનની પ્રબળ શક્યતા

author img

By

Published : Jun 30, 2021, 7:03 PM IST

આ વર્ષે રથયાત્રા નીકળવાની પુરી સંભાવના
આ વર્ષે રથયાત્રા નીકળવાની પુરી સંભાવના

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાને લઈને હકારાત્મક સંકેતો મળી રહ્યા છે. મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

  • રથયાત્રાને લઈને મળ્યા હકારાત્મક સંકેતો
  • જગન્નાથ મંદિર તરફથી અપાઈ આમંત્રણ પત્રિકાઓ
  • રથનું રીપેર કામ પણ ચાલુ


અમદાવાદ: ચાલુ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (rathyatra) નીકળવાને લઈને હકારાત્મક સંકેતો મળી રહ્યા છે. મંદિરમાં રથયાત્રાને લઈને તાડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રથનું સમારકામ ચાલી રહ્યું છે, રથયાત્રા(rathyatra) ના દિવસે અપાતી મગની પ્રસાદી માટે પણ લોકો મોટા પાયે મગ આપવા મંદિરમાં આવી રહ્યા છે. ગજરાજોની પણ પૂરતી સારસંભાળ લેવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા રાજકીય નેતાઓને રથયાત્રા(rathyatra)માં ઉપસ્થિત રહેવા આમંત્રણ પત્રિકાઓ પણ મોકલી આપવામાં આવી છે.

રથ ખેંચવા માટે ખલાસીઓનું લિસ્ટ મંગવાયું
મંદિર વ્યવસ્થા તંત્ર દ્વારા રથ ખેંચવા માટે ખલાસીઓનું લિસ્ટ પણ મંગાવવામાં આવ્યુ છે. આ ખલાસીઓએ કોરોનાની રસી(corona vaccine)ના બન્ને ડોઝ લીધેલા હોય તેમજ નેગેટિવ RT-PCR રિપોર્ટ ધરાવતા હોય તેમની જ પસંદગી કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. જો કે, રથયાત્રા(rathyatra) નિકળશે કે નહીં તેને લઈને હજુ સુધી મંદિર ટ્રસ્ટ સહિત શહેરીજનો અંધારામાં છે.

સરકાર નિર્ણય કોર્ટ પર છોડવા માગે છે?
સરકારે અગાઉ 24 જૂન સુધી રથયાત્રા(rathyatra) અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં હજુ સુધી નિર્ણય લેવાયો નથી. સરકાર હજુ વધુ દસ દિવસ નિર્ણય લેવા માટે કરશે. એટલે કે છેલ્લી ઘડીએ જ સસ્પેન્સ ખુલે તેવી સંભાવના વધુ છે, નહીંતર ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફરી કોર્ટે જ નિર્ણય લેવો પડે તેવી શક્યતાઓ છે. એક તરફ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

લોકોમાં રથયાત્રાની લઈને ઉત્સાહ
પોલીસ દ્વારા સતત રથયાત્રા(rathyatra)ના રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ અડચણો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એટલે હવે ભક્તોમાં પણ રથયાત્રા નીકળશે જ તેવી આશા બંધાઈ ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.